ક્રૂડ ઓઈલમાં તેજીનો ટ્રેન્ડ યથાવત્ રહેતા બ્રેન્ટના ભાવ 76 ડૉલરની પાસે સ્થિર રહ્યા, તો NYMEX ક્રૂડમાં 75 ડૉલરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. આ સાથે જ WTI અને બ્રેન્ટ વચ્ચેનો તફાવત પણ ઓછો થતો દેખાયો છે. ઉલ્લેખનિય છે કે USમાં ક્રૂડની ઇન્વેન્ટરીમાં મોટો ઘટાડો આવ્યો હોવાથી પણ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો ફ્લેટ રહેતા 344ના સ્તરની પાસે જોવા મળી હતી.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 5 પૈસા નબળો થઈ 86.48 પ્રતિ ડૉલરની સામે 86.53 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ડૉલર ઇન્ડેક્સમાં નીચલા સ્તરેથી રિકવરી છે. અપેક્ષા મુજબ USમાં વ્યાજ દરમાં કોઈ બદલાવ થયા નહીં. આ વર્ષે 2 વાર વ્યાજ દર કાપની આશા છે. ટેરિફના કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે.
વ્યાજદર યથાવત્ રહ્યા
ફેડે વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કર્યો. વ્યાજ દર 4.25%-4.5%ની રેન્જમાં યથાવત્ છે. વર્ષના અંત સુધી 2 વ્યાજદર કાપના સંકેત છે.
શું બોલ્યા જેરોમ પોવલ?
બેરોજગારી અને મોંઘવારીનું જોખમ વધ્યું. મોંઘવારી દર હજુ પણ લક્ષ્યથી થોડો વધારે છે. ભવિષ્યમાં મોંઘવારીને દરના અનુમાનને લઈને નિર્ણય કરીશું. ભવિષ્યમાં ધીમા આર્થિક ગ્રોથને લઈને નિર્ણય કરીશું. 2026 અને 2027માં 1-1 વ્યાજદર કાપની શક્યતા.
સોનામાં કારોબાર
સોનાની કિંમતોમાં મામુલી સુધારો આવતા COMEX પર ભાવ 3374 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, જ્યારે સ્થાનિક બજારમાં 99,279ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો. સતત ફુગાવો, ધીમી વૃદ્ધિ છતાં ફેડે 2025માં 2 વ્યાજ દર કાપની આશા વ્યક્ત કરી હોવાથી સોનાની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો, આ સાથે જ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ 95% કેન્દ્રીય બેંકો માને છે કે વર્ષ દરમિયાન વૈશ્વિક સોનાના ભંડારમાં વધારો થઈ શકે છે.
કિંમતો નીચલા સ્તરેથી મામુલી સુધરી છે. COMEX પર 3400 ડૉલર તરફ કારોબાર છે. સતત ફુગાવો, ધીમી વૃદ્ધિ છતાં આ વર્ષે 2 વ્યાજ દર કાપની આશા છે. ઈરાને ટ્રમ્પના બિનશરતી શરણાગતિના આહ્વાનને નકાર્યું. વર્ષ દરમિયાન વૈશ્વિક સોનાના ભંડારમાં વધારો થવાની આશા છે.
ચાંદીમાં કારોબાર
ચાંદીમાં ગઈકાલના 12 વર્ષના ઉપલા સ્તરેથી વેચવાલી આવતા અહીં વૈશ્વિક બજારમાં ભાવ 37 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં પણ મામુલી નરમાશ જોવા મળી, જોકે મજબૂત ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ, હાલની સપ્લાઈ અછત અને સેફ હેવન ખરીદદારીના કારણે કિંમતોમાં આવેલો ઘટાડો મર્યાદિત લાગી રહ્યો છે.
મજબૂત ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડના કારણે સપોર્ટ છે. સપ્લાઈની અછત અને સેફ હેવન ખરીદદારી વધતા ભાવ વધ્યા.
બેઝ મેટલ્સમાં કારોબાર
તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં લેડમાં મામુલી તેજી હતી, અને બાકીના મેટલ્સમાં દબાણ જોવા મળ્યું હતું..અહીં સૌથી વધારે વેચવાલી ઝિંકમાં જોવા મળી હતી..તો વૈશ્વિક બજારોમાં પણ મેટલ્સના સેન્ટિમેન્ટ નબળા જોવા મળ્યા હતા.
નિકલના ભાવ 2 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા. ઝિંકમાં ઘટાડા સાથે 1 મહિનાના નીચલા સ્તરે કારોબાર છે. લિથિયમ કાર્બોનેટનો ભાવ 4 વર્ષના નીચલા સ્તરે છે.
કોપરમાં કારોબાર
સ્ટોકમાં ઘટાડાથી કિંમતોમાં વધારો નોંધાયો. LME પર સ્ટોક માર્ચના ઉપલા સ્તરેથી 60% ઘટ્યો. 2022 બાદ 3-મહિનાના LME કોન્ટ્રાક્ટ પર પ્રીમિયમ સૌથી વધારે છે.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
ક્રૂડ ઓઈલમાં તેજીનો ટ્રેન્ડ યથાવત્ રહેતા બ્રેન્ટના ભાવ 76 ડૉલરની પાસે સ્થિર રહ્યા, તો NYMEX ક્રૂડમાં 75 ડૉલરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. આ સાથે જ WTI અને બ્રેન્ટ વચ્ચેનો તફાવત પણ ઓછો થતો દેખાયો છે. ઉલ્લેખનિય છે કે USમાં ક્રૂડની ઇન્વેન્ટરીમાં મોટો ઘટાડો આવ્યો હોવાથી પણ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
કિંમતોમાં મજબૂતી સતત પાંચમાં દિવસે યથાવત્ રહેશે. WTI અને બ્રેન્ટ વચ્ચેનો તફાવત ઓછો થયો. US ક્રૂડની ઇન્વેન્ટરીમાં 1 વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો. 11.5 મિલિયન બેરલથી 420.9 મિલિયન બેરલ થઈ ઇન્વેન્ટરી. ઘટાડાના અંદાજ સામે US ગેસ સ્ટોક 230 મિલિયન બેરલ સુધી વધ્યો.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો ફ્લેટ રહેતા 344ના સ્તરની પાસે જોવા મળી હતી.