શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી નબળા સંકેતો મળ્યા, જ્યાં એલ્યુમિનિયમ અને કોપરમાં વેચવાલી રહી, જોકે વૈશ્વિક બજારમાં કોપરમાં 3 મહિનાના ઉપલા સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો
ક્રૂડમાં ભાવ 3 ટકા વધ્યા બાદ મામુલી તૂટ્યા, ઈરાને UN પરમાણુ નિરીક્ષક સંસ્થા સાથેનો સહયોગ સ્થગિત કર્યો હોવાથી અને US-વિયેતનામ વચ્ચે ટ્રેડ ડી થવાથી કિંમતો પર અસર, બ્રેન્ટના ભાવ 68 ડૉલરને પાર કરવો.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 5 પૈસા નબળો થઈ 85.70 પ્રતિ ડૉલરની સામે 85.65 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયામાં. ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં નાણાકિય ચિંતાઓના કારણે US બોન્ડ માર્કેટમાં ઘટાડા અને ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલીની અસર રૂપિયા પર દેખાઈ રહી છે.
ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતોને સપોર્ટ મળતા ભાવ 3340 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, જોકે ઉપલા સ્તરેથી મામુલી નરમાશ પણ આવી, જ્યારે સ્થાનિક બજારમાં 97,470ના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં નબળા ખાનગી નોકરીના આંકડાઓથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
ચાંદીમાં પણ ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર રહ્યો, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 36 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 6 હજાર 462ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી નબળા સંકેતો મળ્યા, જ્યાં એલ્યુમિનિયમ અને કોપરમાં વેચવાલી રહી, જોકે વૈશ્વિક બજારમાં કોપરમાં 3 મહિનાના ઉપલા સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો, અહીં ડૉલર ઇન્ડેક્સમાં આવેલી વેચવાલી અને આગળ માગ વધવાની આશાએ કોપરને સપોર્ટ મળી રહ્યો છે.
ક્રૂડની કિંમતોમાં ગઈકાલે રાતોરાત ભાવ 3 ટકા વધ્યા હતા, તેમ છતા ઉપલા સ્તરેથી દબાણ નોંધાયું, જોકે બ્રેન્ટમાં 68 ડૉલરની ઉપર અને NYMEX ક્રૂડમાં 66 ડૉલરની ઉપર કામકાજ જોવા મળ્યું હતું. ઉલ્લેખનિય છે કે US અને વિયેતનામ વચ્ચે ટ્રેડ ડીલ થઈ હોવાથી અને USમાં ક્રૂડની ઇન્વેન્ટરી વધવાથી કિંમતો પર અસર જોવા મળી રહી છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે પા ટકાથી વધુની વેચવાલી સાથે 299ના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો હતો.