કોમોડિટી લાઇવ: ભૌગોલિક અનિશ્ચિતતાએ ક્રૂડમાં ઉતાર-ચઢાવ, વ્યાજ દર કાપની આશાએ સોના-ચાંદીમાં તેજી | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: ભૌગોલિક અનિશ્ચિતતાએ ક્રૂડમાં ઉતાર-ચઢાવ, વ્યાજ દર કાપની આશાએ સોના-ચાંદીમાં તેજી

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકાથી વધુ વધીને 258ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.

અપડેટેડ 12:35:54 PM Aug 05, 2025 પર
Story continues below Advertisement
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં એલ્યુમિનિયમ અને ઝિંકમાં પોઝિટીવ કામકાજ હતું પણ કોપરમાં નરમાશ જોવા મળી

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 19 પૈસા નબળો થઈ 87.66 પ્રતિ ડૉલરની સામે 87.85 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ લગાવવાની ધમકી, ક્રૂડ ઓઈલમાં વેચવાલી અને ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતીવના કારણે રૂપિયા પર દબાણ બની રહ્યું છે.

કિંમતોમાં મોટા ઘટાડા બાદ સ્થિરતા જોવા મળી, જ્યાં બ્રેન્ટમાં 68 ડૉલરની ઉપર કારોબાર નોંધાયો, તો nymex ક્રૂડમાં 66 ડૉલરની ઉપર કિંમતો પહોંચતી દેખાઈ, ડિમાન્ડની ચિંતા વચ્ચે opec+ દ્વારા ઉત્પાદન વધારવાની વાતોએ કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. રશિયન તેલ ખરીદદારો પર વધુ US પ્રતિબંધોની ધમકીઓએ ક્રૂડના ઘટાડાને રોકવામાં બહુ મદદ નથી કરી. ઉલ્લેખનિય છે કે, OPEC+ સતત બીજા મહિને ઉત્પાદનમાં દરરોજ 547,000 બેરલનો વધારો કરવા સંમત થયા છે.

ભારતનું અમેરિકાને સ્પષ્ટ નિવેદન


MEAએ નું કહેવુ છે કે કારણ વગર ભારતને નિશાન બનાવવું યોગ્ય નથી. રાષ્ટ્રીય હિત અમારા માટે સર્વોપરી છે. આર્થિક સુરક્ષાના રક્ષણ માટે અમે જરૂરી પગલાં લઈશું.

ભારતનો વળતો પ્રહાર

ટ્રમ્પની ટેરિફ ધમકીનો વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો. રશિયા પાસેથી તેલ ખરીદી પર અમેરિકાના પ્રતિબંધો પર ભારતનો વળતો પ્રહાર કર્યો. આરોપો કરનારા દેશો પોતે રશિયા સાથે વેપાર કરી રહ્યા છે. MEAએ કહ્યુ ભારતને નિશાન બનાવવું અન્યાયી અને અતાર્કિક છે. રશિયા સાથે EUનો વેપાર ભારત કરતાં વધુ છે. ભારત દરેક કિંમતે તેના આર્થિક હિતોનું રક્ષણ કરશે. અમેરિકા પોતે રશિયા પાસેથી યુરેનિયમ આયાત કરે છે.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકાથી વધુ વધીને 258ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં એલ્યુમિનિયમ અને ઝિંકમાં પોઝિટીવ કામકાજ હતું પણ કોપરમાં નરમાશ જોવા મળી, ઉલ્લેખનિય છે કે, વૈશ્વિક બજારમાં પણ કોપરની કિંમતોમાં નરમાશ સાથે ભાવ એપ્રિલના નીચલા સ્તરની પાસે પહોંચતા દેખાયા, અહીં ચિલીમાં કોડેલ્કો ટનલ તૂટી પડતા કોપરના ઉત્પાદન પર ઘણી અસર જોવા મળી શકે છે. જેની ચિંતાએ કિંમતોમાં વેચવાલી જોવા મળી.

USના નબળા જોબ આંકડાઓના કારણે સોનાની કિંમતોમાં ફરી મજબૂતી આવતા COMEX પર ભાવ 3370 ડૉલરને પાર પહોંચતા દેખાયા, જ્યારે સ્થાનિક બજારમાં નબળા રૂપિયાના કારણે કિંમતો ફરી 1 લાખના સ્તરને પાર પહોંચતી દેખાઈ હતી. અહીં સપ્ટેમ્બરમાં ફેડ તરફથી વ્યાજ દર કાપની સંભાવનાઓ વધતા કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે.

પ્રિશિયસ મેટલ્સમાં કારોબાર

નબળા US રોજગાર આંકડાથી ડૉલર ઇન્ડેક્સ વોલેટાઈલ છે. સપ્ટેમ્બરમાં ફેડ દ્વારા વ્યાજ દર કાપની શક્યતા 80% છે. USએ 7 ઓગસ્ટથી અમલમાં આવનારા 10-41% ટેરિફ જાહેર કર્યા.

ચાંદીમાં પણ પોઝિટીવ કારોબાર જોવા મળ્યો, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 37 ડૉલરની ઉપર આવ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 12 હજાર 370ના સ્તરની પાસે શરૂઆતી કારોબાર જોવા મળ્યો હતો.

સોયાબીન પર ફોકસ રહેશે. 31 જુલાઈ સુધી કર્ણાટકમાં 13% વાવણી વધી. સમગ્ર દેશમાં વાવણીની સ્થિતી સામાન્ય રહેશે. જ્યારે MP, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પાક સારો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 05, 2025 12:35 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.