વ્યાજ દરને લઈ ફેડના નિવેદન અને ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતીની અસર રહેતા સોનાની કિંમતોમાં દબાણ બન્યું, જ્યાં સ્થાનિક બજારમાં કિંમતો આશરે 750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટતી જોવા મળી, તો comex પર 2611ના સ્તરની પાસે કામકાજ જોવા મળ્યું, વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો આશરે 1 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.
ચાંદીમાં પણ મોટો ઘટાડો આવતા વૈશ્વિક બજારમાં ભાવ 30 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં આશરે 2 ટકાથી વધુની વેચવાલી જોવા મળી, mcx પર ચાંદીની કિંમતોમાં આશરે 2,150 રૂપિયા પ્રતિ કિલો ગ્રામનો ઘટાડો નોંધાયો હતો.
ક્રૂડ ઓઈલમાં નાની રેન્જમાં કારોબાર રહેતા બ્રેન્ટના ભાવ 73 ડૉલરની પાસે સ્થિર રહ્યા, તો NYMEX ક્રૂડમાં આશરે અડધા ટકાથી વધુની વેચવાલી જોવા મળી રહી છે. વાસ્તવમાં USમાં ક્રૂડનો સ્ટોક 1 મિલિયન બેરલ ઘટ્યો છે જેની અસર પણ કિંમતો પર જોવા મળી રહી છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં એક ટકાથી વધુની તેજી આવતા ભાવ 291ના સ્તરની પાસે પહોંચતા દેખાયા.