શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 7 પૈસા મજબૂત થઈ 85.51 પ્રતિ ડૉલરની સામે 85.44 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાજ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 7 પૈસા મજબૂત થઈ 85.51 પ્રતિ ડૉલરની સામે 85.44 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાજ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
6 મહિનામાં સૌથી મોટા સાપ્તાહિક ઘટાડા બાદ સોનાની કિંમતોમાં રિકવરી આવતા COMEX પર ભાવ 3200 ડૉલરની ઉપર જોવા મળ્યા, તો સ્થાનિક બજારમાં આશરે અડધા ટકા જેટલી તેજી સાથે 93,116ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે, મૂડીઝ દ્વારા USનું ક્રેડિટ રેટિંગ ઘટાડવાથી સોનાને ફરી સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળી રહ્યો છે.
6 મહિનામાં સૌથી મોટા સપ્તાહિક ઘટાડા બાદ રિકવરી થઈ. ગત સપ્તાહે 3% ઘટીને 5 સપ્તાહના નીચલા સ્તરે કારોબાર નોંધાયો હતો. મૂડીઝે US ક્રેડિટ રેટિંગ AAA થી ઘટાડીને AA1 કર્યું. મે મહિનામાં US કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઘટ્યા, સતત પાંચમાં મહિને ઘટાડો થયો.
ચાંદીમાં પણ સોનાને પગલે પોઝિટીવ કારોબાર જોવા મળ્યો, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 32 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિ બજારમાં 95,540ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં દબાણ જોવા મળ્યું હતું, જોકે વૈશ્વિક બજારમાં ચાઈનામાં રિફાઈન્ડ કોપરનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચ્યું હોવાથી અને US-ચાઈના વચ્ચે તણાવ ઓછો થવાથી કોપરની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો હતો.
બજારમાં ઓવર સપ્લાઈની ચિંતાએ ક્રૂડમાં ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી, જ્યાં બ્રેન્ટના ભાવ આશરે પા ટકાથી વધુ ઘટીને 65 ડૉલરની પાસે પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 62 ડૉલરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે છેલ્લા 1 સપ્તાહમાં ક્રૂડની કિંમતો 2 ટકા સુધી વધી ગઈ છે.
છેલ્લા 1 સપ્તાહમાં કિંમતો 2 ટકા વધતી દેખાઈ. US-ચાઈના ન્યૂક્લિયર ડીલથી 400,000 બેરલ પ્રતિ દિવસ ઓઈલનો ઉમેરો સંભવ છે. OPEC+ના ઉત્પાદનમાં વધારો થવાને કારણે 2025 માં પુરવઠામાં વધારો થશે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 2 ટકાથી વધુની વેચવાલી સાથે 278ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો.
શુગરનું આઉટલૂક જોઈએ તો ભારતમાં કિંમતોમાં ઉછાળો આવ્યો. વૈશ્વિક બજારમાં ભાવ ઘટી $18/lb થયા. ભારતમાં 2024-25 માટે 261-262 lk ખાંડનું ઉત્પાદન થવાનો અંદાજ છે. સીઝન માટે ઓપનિંગ સ્ટોક 80 લાખ ટન હતો. ક્લોઝિંગ સ્ટોક 52 લાખ ટન રહેવાની અપેક્ષા છે. ઇથેનોલ ડાયવર્ઝન 33 લાખ ટન હોવાનો અંદાજ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.