સોનામાં નવા રેકોર્ડ બન્યા બાદ કિંમતો ઉપલા સ્તરેથી થોડી ઘટી, જ્યાં comex પર ભાવ 3763 ડૉલરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં આશરે પા ટકાથી વધુની વેચવાલી જોવા મળી હતી. અહીં ETF હોલ્ડિંગ 3 વર્ષના ઉપલા સ્તરે પહોંચી હોવાથી અને સેફ હેવન ડિમાન્ડ વધવાના કારણે સોનાને સપોર્ટ મળતો દેખાયો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 2 પૈસા મજબૂત થઈ 88.76 પ્રતિ ડૉલરની સામે 88.74 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં ગઈકાલે US FED ચેરમેન જેરોમ પૉવેલની ગ્રોથ અને મોંઘવારીને લઈ ચેતાવણી બાદ ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલી વધતી દેખાઈ હતી.
સોનામાં નવા રેકોર્ડ બન્યા બાદ કિંમતો ઉપલા સ્તરેથી થોડી ઘટી, જ્યાં comex પર ભાવ 3763 ડૉલરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં આશરે પા ટકાથી વધુની વેચવાલી જોવા મળી હતી. અહીં ETF હોલ્ડિંગ 3 વર્ષના ઉપલા સ્તરે પહોંચી હોવાથી અને સેફ હેવન ડિમાન્ડ વધવાના કારણે સોનાને સપોર્ટ મળતો દેખાયો છે.
સોનામાં નવા શિખર
સતત ત્રીજા દિવસે સોનામાં નવા શિખર બન્યા. ETF હોલ્ડિંગ 3 વર્ષોના સૌથી ઉપલા સ્તરે છે. આ વર્ષે MCX પર ભાવ દર મહિને વધ્યા છે.
ચાંદીમાં વૈશ્વિક બજારમાં ભાવ 44 ડૉલરને પાર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 34 હજારને પાર કારોબાર જોવા મળ્યો હતો. અહીં ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધતા કિંમતોમાં તેજી જોવા મળી રહી છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી હતી, જોકે વૈશ્વિક બજારમાં નબળા ડૉલરના કારણે મામુલી સપોર્ટ કિંમતોને મળ્યો હતો.
ક્રૂડ ઓઈલમાં ગઈકાલના સ્તરેથી સુધારો આવતા બ્રેન્ટના ભાવ 67 ડૉલરની ઉપર પહોંચ્યા, તો nymex ક્રૂડમાં પણ 63 ડૉલરની ઉપર કિંમતો પહોંચતી દેખાઈ, અને સ્થાનિક બજારમાં પણ આશરે અડધા ટકાથી વધુની તેજી જોવા મળી હતી. અહીં એક તરફ usમાં ક્રૂડની ઇન્વેન્ટરી ઘટી હોવાથી અને બીજી તરફ ઇરાકના કુર્દીસ્તાનમાંથી તેલ નિકાસ ફરી શરૂ કરવાની ચર્ચા અટકી હોવાથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો બ્રેન્ટના ભાવ રાતોરાત 1.6% વધ્યા. US ક્રૂડની ઇન્વેન્ટરી 3.8 મિલિયન bblથી ઘટી. ઇરાકના કુર્દીસ્તાનમાંથી તેલ નિકાસ ફરી શરૂ કરવાની ચર્ચા અટકી. રશિયન હવાઈ હુમલાનો કડક જવાબ આપવા માટે નાટોનું વચન. યુક્રેનિયન ડ્રોન દ્વારા રશિયન રિફાઇનરીઓ અને પાઇપલાઇનો પર નિશાન છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો મામુલી ખરીદદારી સાથે 254ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.
એગ્રી કૉમોડિટીમાં સોયાબીન અને શુગર પર ફોકસ, સોયાબીન ફ્યૂચર્સ ઘટીને 2 સપ્તાહના નીચલા સ્તરે, તો શુગરના ભાવ સાડા 4 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા, ચાઈના તરફથી સોફ્ટ ખરીદદારીના કારણે સોયાબીન પર જોવા મળી.
સોયાબીનમાં કારોબારની વાત કરીએ તો ફ્યૂચર્સમાં ભાવ 2 સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યા. ચીને ખરીદી માટે દક્ષિણ અમેરિકા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. આર્જેન્ટિનાએ 31 ઓક્ટોબર સુધી તમામ અનાજ પરની નિકાસ જકાત રદ કરી.