બેઝ મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર છે.. ટ્રમ્પે એલ્યુમિનિયમ અને કોપર પર વધારાના ટેરિફ લગાવવાની વાત કરી છે જેને કારણે LME પર એલ્યુમિનિયમમાં ઘટાડો છે
રૂપિયામાં આજે સારી મજબૂતી જોવા મળી છે. શુક્રવારે 85.58ના સ્તરની સામે 6 પૈસાની મજબૂતી સાથે 85.52ના સ્તર પર શરૂઆત થતી જોવા મળી હતી. જોકે ત્યારે દિવસ દરમિયાન મજબૂતી જોવા મળી હતી. 85.40ની નીચે રૂપિયો આવ્યો હતો. ડોલર ઈન્ડેક્સમાં આવેલા ઘટાડાને પગલે ફરી એક વખત રૂપિયામાં મજબૂતી આવતી જોવા મળી છે.
સોના અને ચાંદીમાં આજે સારી તેજી જોવા મળી રહી છે. કોમેક્સ પર ભાવ 3340ને પાર છે જ્યારે MCX પર પણ ભાવ 96300ને પાર પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે 2 ટકાનો સોનામાં આવેલા ઘટાડા બાદ આજે ઉછાળો છે. US અને ચીન વચ્ચે ફરી ટ્રેડ વાર્તા પર વિવાદ ઊભો થયો છે. બીજી તરફ સરકારી બોન્ડ યીલ્ડમાં પણ વધારો થઈ રહ્યો છે જેના પગલે સોનામાં ખરીદી જોવા મળી રહી છે.
ચાંદીમાં મે મહિનામાં 2 ટકાની તેજી આવ્યા બાદ આજે પણ ઉછાળા સાથે કારોબાર છે. આજે પણ કોમેક્સ પર ચાંદીમાં અડધા ટકાના ઉછાળા બાદ 33.23ની આસપાસ કામકાજ છે.
બેઝ મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર છે.. ટ્રમ્પે એલ્યુમિનિયમ અને કોપર પર વધારાના ટેરિફ લગાવવાની વાત કરી છે જેને કારણે LME પર એલ્યુમિનિયમમાં ઘટાડો છે અને સાથે જ MCX પર પણ દબાણ છે.. આ સાથે જ ચીનમાં કોપરની માગ વધે તેવા સંકેતને પગલે કોપરમાં સારી તેજી જોવા મળી રહી છે.
ક્રૂડમાં આજે તેજી જોવા મળી રહી છે. બે સપ્તાહમાં ક્રૂડમાં ઘટાડા બાદ આજે તેજી છે. યુક્રેને રશિયા પર કરેલા હુમલાને પગલે ફરી એક વખત તણાવ વધ્યો છે. તો બીજી તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે પણ ખટરાગ વધે તેવા સંકેતો છે.
એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, આજે સૌથી મોટુ ફોકસ પામ તેલ પર છે. સરકારે એક તરફ પામ તેલ, સોયાબિન તેલ અને સનફ્લાવર તેલ પર ડ્યૂટી ઘટાડી છે. એક તરફ પામ તેલના ભાવ 7 મહિનાના નીચલા સ્તર પહોંચ્યા છે. મલેશિયા અને ઈન્ડોનેશિયામાં ઉત્પાદનમાં વધારો થયો છે જેના કારણે આ ભાવમાં ઘટાડો નોંધ્યા છે. ટ્રેડેડ કૉમોડિટીની વાત કરીએ તો જીરા, હળદર અને ધાણામાં ઘટાડો છે. તો એરંડા અને ગુવાર પેકમાં પણ દબાણ છે.
આયાત ડ્યૂટીમાં ઘટાડો
સરકારે કાચા ખાદ્ય તેલોની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી 10% કરી. કિંમતોને અંકુશમાં લેવા માટે સરકારે પગલું લીધું. નવા દરો તાત્કાલીક અસરથી લાગૂ થશે. પામ, સોયાબીન અને સૂર્યમુખીના તેલ પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો થયો. ખાદ્ય તેલોની રિટેલ કિંમતોમાં ઘટાડા માટે ડ્યૂટીમાં કાપ મૂક્યો. ભારતમાં ખાદ્ય તેલોની સ્થાનિક માગના 50%થી વધારાની આયાત થાય છે.