શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી, જ્યાં સૌથી વધુ દબાણ એલ્યુમિનિયમમાં દેખાયું હતું.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 64 પૈસા મજબૂત થઈ 86.75 પ્રતિ ડૉલરની સામે 86.11 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુદ્ધવિરામના સમાચારથી ક્રૂડ ઓઈલમાં મોટો ઘટાડો આવતા અને ડૉલર ઇન્ડેક્સમાં 99ના સ્તરની નીચે કારોબારથી રૂપિયાને સપોર્ટ મળતો દેખાયો છે.
ભૌગોલિક તણાવ ઓછો થતા સેફ હેવન બાઈંગ ઘટતી દેખાઈ, જ્યાં COMEX પર સોનાની કિંમતો આશરે પા ટકાથી વધુ ઘટીને 3350 ડૉલરની પાસે પહોંચી, તો સ્થાનિક બજારમાં 1200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ કિંમતોમાં ઘટાડો નોંધાયો અને ભાવ 98,280ના સ્તરની પાસે પહોંચતા દેખાયા હતા...આજે હવે બજારની નજર ફેડ ચેરમેનના ટેસ્ટીમની પર બનેલી છે.
વૈશ્વિક બજારમાં ભાવ 3350 ડૉલરની પાસે પહોંચ્યા. MCX પર 1200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ કિંમતો ઘટી. મજબૂત રૂપિયાના કારણે સ્થાનિક બજારમાં કિંમતો ઘટી. ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુદ્ધવિરામના સમાચારથી ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો. આજે બજારની નજર ફેડ અધિકારી પૉવેલના ટેસ્ટીમની પર છે.
ચાંદીની ચમક પણ ઘટતા અહીં વૈશ્વિક બજારમાં ભાવ 36 ડૉલરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાથી વધુના ઘટાડા સાથે કારોબાર જોવા મળ્યો છે.
વૈશ્વિક બજારમાં ભાવ 36 ડૉલરની પાસે પહોંચ્યા. MCX પર 600 રૂપિયા પ્રતિ Kg કિંમતો ઘટી. મજબૂત રૂપિયાના કારણે સ્થાનિક બજારમાં કિંમતો ઘટી. ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુદ્ધવિરામના સમાચારથી ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો થયો.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી, જ્યાં સૌથી વધુ દબાણ એલ્યુમિનિયમમાં દેખાયું હતું.
પશ્ચિમ એશિયામાં શાંતિની સ્થિતીએ ક્રૂડની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો, ગઈકાલના ઉપલા સ્તરેથી કિંમતો આશરે 14% ઘટી, જો ઓગસ્ટ 2022 બાદ બ્રેન્ટમાં સૌથી મોટો ઇન્ટ્રા ડે ઘટાડો હતો, બ્રેન્ટમાં 70 ડૉલરની નીચે અને NYMEXમાં 67 ડૉલરની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે, બ્રેન્ટ અને NYMEX બન્નેમાં અઢી ટકાથી વધુનું દબાણ જોવા મળ્યું છે.
કિંમતો ઘટીને 2 સપ્તાહના નીચલા સ્તરની પાસે પહોંચી. ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુદ્ધવિરામની અસર રહેશે. કતારમાં US બેઝ પર ઈરાનના જવાબી હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. તેહરાને હોર્મુઝ સ્ટ્રેટને નિશાન બનાવવાનું ટાળવાનો નિર્ણય લીધો.
ક્રૂડ ઓઈલ પર બ્રોકરેજનો મત
સિટીએ કહ્યું ઈરાની નિકાસમાં 1.1mbpdના વિક્ષેપનાથી કિંમતો 78 ડોલર સુધી પહોંચી શકે. ઈરાની નિકાસમાં 3 mbpd અટવાથી કિંમતો 90 ડૉલર સુધી પહોંચી શકે. JP મોર્ગને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી કિંમતો $120-$130/બેરલ સુધી આવી શકે. બાર્કલેઝે જો ઈરાન નિકાસ 50% ઘટાડશે તો કિંમતો 85 ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. BoFAએ 2025માં બ્રેન્ટના સરેરાશ ભાવ 75 ડૉલરની પાસે રહી શકે છે. 2030 સુધી કિંમતો 60-80 ડૉલરની વચ્ચે જોવા મળી શકે છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે સવા એક ટકા જેટલી ઘટીને 315ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.