સોનાની તેજી આગળ વધતા comex પર ભાવ 3330 ડૉલરને પાર પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પણ આશરે અડધા ટકાથી વધુની તેજી સાથે 96,200ને પાર કારોબાર જોવા મળ્યો હતો. અહીં ડૉલરમાં નરમાશ અને સેફ હેવન ડિમાન્ડનો સપોર્ટ મળતા કિંમતોમાં તેજી આગળ વધતી જોવા મળી.
કોપરમાં કારોબાર જોઈએ તો ચાઈના તરફથી રાહત પેકેજની આશાએ કિંમતોને સપોર્ટ મળ્યો છે. ડૉલર ઇન્ડેક્સમાં નરમાશથી મેટલ્સમાં તેજી છે. 2025માં સપ્લાય વધવાની આશા છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 5 પૈસા મજબૂત થઈ 85.64 પ્રતિ ડૉલરની સામે 85.59 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે, ઉલ્લેખનિય છે કે ડૉલર ઇન્ડેક્સ 100ના સ્તરની નીચે પહોંચ્યો હોવાથી રૂપિયાને સપોર્ટ મળી રહ્યો છે.
સોનાની તેજી આગળ વધતા comex પર ભાવ 3330 ડૉલરને પાર પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પણ આશરે અડધા ટકાથી વધુની તેજી સાથે 96,200ને પાર કારોબાર જોવા મળ્યો હતો. અહીં ડૉલરમાં નરમાશ અને સેફ હેવન ડિમાન્ડનો સપોર્ટ મળતા કિંમતોમાં તેજી આગળ વધતી જોવા મળી.
અમેરિકાનું ક્રેડિટ રેટિંગ ડાઉનગ્રેડ કર્યું. અમેરિકાનું રેટિંગ AAAથી ઘટાડીને Aa1 કર્યું. વધી રહેલા સરકારી દેવાના કારણે USની 'સેફ હેવન' છબિ પર ખતરો. છેલ્લા 2 વર્ષથી USની ખોટ GDPના 6%થી ઉપર છે. એપ્રિલથી માર્ચ સુધી $9.1 ટ્રિલિયનનું USનું દેવું મેચ્યોર થશે. USમાં નાણાકીય સંકટની ચિંતાથી સોનામાં વધ્યું રોકાણ.
ચાંદીમાં પણ મજબૂતી આગળ વધતા અહીં સ્થાનિક બજારમાં ભાવ ફરી 1 લાખ રૂપિયાના સ્તરની નજીક પહોંચ્યા, તો વૈશ્વિક બજારમાં કિંમતો વધીને 3 સપ્તાહના ઉપલા સ્તર 33 ડૉલરને પાર પહોંચતી દેખાઈ હતી. અહીં ચાઈના અને યુરોપિયન યુનિયન તરફથી ખરીદદારી વધતા કિંમતોને સપોર્ટ મળતો દેખાયો છે.
ચાંદીમાં કારોબારની વાત કરીએ તો કિંમતો વધીને 3 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી. US લરમાં ઘટાડાથી કિંમતોને સપોર્ટ મળ્યો. સેફ હેવન ડિમાન્ડ વધતા કિંમતોને સપોર્ટ મળ્યો. ચાઈના અને યુરોપિયન યુનિયનની સોલાર ઇન્ડસ્ટ્રી તરફથી માગ વધી. 2025માં સતત પાંચમાં વર્ષે ચાંદીની અછત છે. 2024માં ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ 4% વધીને રેકોર્ડ સ્તરે પહોંચી હતી.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં સારી ખરીદદારી જોવા મળી, જ્યાં સૌથી વધારે તેજી કોપર અને ઝિંકમાં હતી. ચાઈના તરફથી રાહત પેકેજની આશા અને નબળા ડૉલર ઇન્ડેક્સનો સપોર્ટ મેટલ્સને મળતો દેખાયો છે.
કોપરમાં કારોબાર જોઈએ તો ચાઈના તરફથી રાહત પેકેજની આશાએ કિંમતોને સપોર્ટ મળ્યો છે. ડૉલર ઇન્ડેક્સમાં નરમાશથી મેટલ્સમાં તેજી છે. 2025માં સપ્લાય વધવાની આશા છે.
ગઈકાલની તેજી બાદ ક્રૂડમાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતા બ્રેન્ટના ભાવ 65 ડૉલરની નીચે આવતા દેખાયા, તો NYMEX ક્રૂડમાં પણ 62 ડૉલરની નીચે કારોબાર જોવા મળ્યો, અહીં USમાં ઇન્વેન્ટરી વધવા સામે ડિમાન્ડની ચિંતાએ કિંમતો પર અસર જોવા મળી છે.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
USમાં ક્રૂડની ઇન્વેન્ટરી વધતા કિંમતોમાં દબાણ જોવા મળશે. US ઇન્વેન્ટરી 1.32 મિલિયન bblથી વધી. US ઇક્વિટીમાં દબાણના કારણે કિંમતો પર અસર છે. કઝાકિસ્તાન તેલ ઉત્પાદનમાં 2% નો વધારો છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકા જેટલી ઘટીને 288ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.
એગ્રી કૉમોડિટી તરફથી મિશ્ર સંકેતો, મસાલા પેકમાં હળદરમાં મામુલી તેજી, પણ ધાણા અને જીરામાં નરમાશ, ગુવાર સીડમાં પણ મિશ્ર કારોબાર જોવાને મળ્યો છે.