મહારાષ્ટ્રમાં કુલ વાવણીમાં 83.98% નો વધારો થયો. અડદની વાવણીમાં સૌથી વધારે ઉછાળો થશે. મગની વાવણીમાં પણ 73.55%નો વધારો થયો. મગની વાવણી 11,778 હેક્ટરથી વધી 20,441 હેક્ટર રહી. અન્ય દાળની વાવણી 1,127 હેક્ટરથી વધી 2,360 હેક્ટર રહી.
શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકાથી વધુ વધીને 280ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 6 પૈસા નબળો થઈ 85.09 પ્રતિ ડૉલરની સામે 85.15 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો, ઉલ્લેખનિય છે કે ડૉલર ઇન્ડેક્સ સતત બીજા દિવસે 99ના સ્તરની નીચે હોવા છતા રૂપિયાને સપોર્ટ નથી મળ્યો.
સોનામી કિંમતોમાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર રહ્યો, જ્યાં comex પર ભાવ 3340 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં કિંમતો નીચલા સ્તરેથી સુધરીને 96,040ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી. અહીં ગઈકાલે અમેરિકાએ EU ટેરિફ 9 જુલાઈ સુધી લંબાવવાની જાહેરાત કર્યા બાદ કિંમતોમાં વેચવાલી જોઈ હતી, જોકે ત્યાર બાદ ફરી રિકવરી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.
સોનામાં કારોબારની વાત કરીએ તો કિંમતોમાં વોલેટાલિટી જોવા મળી. USએ EU ટેરિફ 9 જુલાઈ સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. USની બજેટ ખાધમાં વધારાથી ચિંતા છે. પશ્ચિમ એશિયા અને યુક્રેનમાં ભૌગોલિત તણાવોની ચિંતા છે. આવતીકાલે જાહેર થનાર FOMCની બેઠક પર બજારની નજર રહેશે. ડોલર ઇન્ડેક્સ લગભગ એક મહિનાના નીચલા સ્તરની પાસે છે.
ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર રહેતા વૈશ્વિક બજારમાં ભાવ 33 ડૉલરના સ્તરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં નેગેટીવ સેટઅપ સાથે 97,900ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી નબળા સંકેતો મળ્યા, જ્યાં કોપર સહિત તમામ મેટલ્સમાં નરમાશ રહી, જોકે વૈશ્વિક બજારમાં નબળા ડૉલરના કારણે કોપરની કિંમતોને સપોર્ટ મળતા ભાવ 4 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચતા દેખાયા.
ક્રૂડ ઓઈલમાં પણ ઉપલા સ્તરેથી વેચવાલી આવતા બ્રેન્ટના ભાવ 65 ડૉલરની નીચે પહોંચતી દેખાઈ, તો NYMEX ક્રૂડમાં અડધા ટકાથી વધુની વેચવાલી સાથે 62 ડૉલરની નીચે કિંમતો પહોંચતી દેખાઈ હતી. બજારની નજર હવે OPEC+ની બેઠક પર છે, જે 31 મેના રોજ થશે. આ બધાની વચ્ચે ટ્રમ્પની ટેરિફ નીતિઓની ઘણી અસર કિંમતો પર જોવા મળી રહી છે.
ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો કિંમતો ઉપલા સ્તરેથી ઘટી. બ્રેન્ટના ભાવ 65 ડૉલરની નીચે આવ્યા. 31 મેના રોજ થનારી OPEC+ની બેઠક પર બજારની નજર રહેશે. USએ EU પર 50% ના પારસ્પરિક ટેરિફ માટે સમયમર્યાદા લંબાવી. ટ્રેમ્પે કહ્યું રશિયા પર પ્રતિબંધો પર વિચાર કરી રહ્યા છીએ.
શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકાથી વધુ વધીને 280ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.
વધી પ્રી-મોનસૂન દાળની વાવણી
મહારાષ્ટ્રમાં કુલ વાવણીમાં 83.98% નો વધારો થયો. અડદની વાવણીમાં સૌથી વધારે ઉછાળો થશે. મગની વાવણીમાં પણ 73.55%નો વધારો થયો. મગની વાવણી 11,778 હેક્ટરથી વધી 20,441 હેક્ટર રહી. અન્ય દાળની વાવણી 1,127 હેક્ટરથી વધી 2,360 હેક્ટર રહી.
જીરાનું ઉત્પાદન ઘટવાનો અંદાજ
2024-25માં ભારતમાં જીરાનું ઉત્પાદન ઘટી શકે છે. વાવણી ક્ષેત્રમાં ઘટાડો અને ખરાબ હવામાનની અસર સંભવ છે. આ વર્ષે જીરાનું ઉત્પાદન 65 થી 90 લાખ બેગ સંભવ છે. 2023-24માં જીરાનું ઉત્પાદન 1.15 કરોડ બેગ હતું.
મસાલાની નિકાસ
ભારતથી દર વર્ષે 15 લાખ ટન મલાસાની નિકાસ થાય છે. દર વર્ષે સરેરાશ $4.5 બિલિયનના મસાલાની નિકાસ થાય છે. ભારતમાં તૈયાર થતા 85% મસાલાનો ઉપયોગ સ્થાનિક સ્તરે થાય છે.