શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 9 પૈસા નબળો થઈ 95.74 પ્રતિ ડૉલરની સામે 95.83 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 9 પૈસા નબળો થઈ 95.74 પ્રતિ ડૉલરની સામે 95.83 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ક્રૂડ ઓઈલમાં ફરી નીચલા સ્તરેથી સારી રિકવરી આવતા બ્રેન્ટના ભાવ 101 ડૉલરને પાર પહોંચતા દેખાયા, જ્યારે NYMEX ક્રૂડમાં પણ ખરીદદારી જોવા મળી હતી. ઉલ્લેખનિય છે કે, US-ઈરાન વચ્ચે વાતચીતને લઈ અનિશ્ચિતતાએ કિંમતોમાં ફરી ઉછાળો જોવા મળ્યો હતો. ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેહરાન ધમકીઓ સામે ઝૂકશે નહીં કે આર્થિક વિકાસ માટે પરમાણુ ટેક્નોલોજીના પોતાના અધિકારને જતું કરશે નહીં, સાથે જ જ્યાં સુધી અમેરિકાના પ્રતિબંધો અને નાકાબંધી ચાલુ રહેશે ત્યાં સુધી હોર્મુઝ ખોલવા પર તેઓ વિચાર નહીં કરે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો દોઢ ટકાથી વધુ વધીને 292ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.
ડૉલર ઈન્ડેક્સ, ક્રૂડ ઓઈલ અને બૉન્ડ યીલ્ડમાં આવેલી ખરીદદારીના કારણે સોનાની ચમક ફરી ઘટી, જ્યાં સ્થાનિક બજારમાં ભાવ 1 લાખ 51 હજારની પાસે પહોંચ્યા, તો COMEX પર 4300 ડૉલરની નીચે કારોબાર જોવા મળ્યો હતો.
ચાંદીમાં પણ સ્થાનિક બજારમાં વેચવાલી સાથે 2 લાખ 34 હજારની પાસે કારોબાર જોવા મળ્યો, જ્યારે વૈશ્વિક બજારમાં 65 ડૉલરની નીચે કિંમતો પહોંચતી દેખાઈ હતી.
શરૂઆતી કરોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જોકે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતીના કારણે મેટલ્સમાં દબાણ જોવા મળ્યું હતું. પણ અકસ્માત બાદ BHPએ એસ્કોન્ડિડા ખાણમાં કામગીરી અટકાવી દીધી હોવાથી કોપરમાં તેજી યથાવત્ રહેતી દેખાઈ.
સસ્તું થશે ખાદ્ય તેલ
સરકારે સોયાબીન અને પામ ઓઈલ પર ઈંપોર્ટ ડ્યુટી ઘટાડી. ક્રૂડ સોયાબીન અને પામ ઓઈલ પર ડ્યુટી 10% થી ઘટાડી 5% કરી. રિફાઇન્ડ સોયાબીન અને પામ ઓઈલ પર ડ્યુટી 32.5% થી ઘટાડી 27.5% કરી. ક્રૂડ સનફ્લાવર પર ડ્યુટી 10% થી ઘટાડી 0 કરી. રિફાઇન્ડ સનફ્લાવર પર ડ્યુટી 32.5% થી ઘટાડી 22.5% કરી. ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડા આજથી અમલમાં આવી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.