શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 9 પૈસા નબળો થઈ 88.09 પ્રતિ ડૉલરની સામે 88.18 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 9 પૈસા નબળો થઈ 88.09 પ્રતિ ડૉલરની સામે 88.18 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનામાં ઓલ ટાઈમ હાઈના સ્તરની પાસે કારોબાર રહેતા, comex પર ભાવ 3691 ડૉલરના સ્તરની ઉપર રહ્યો, જ્યારે સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાથી વધુની ખરીદદારી સાથે 1 લાખ 10 હજારને પાર કારોબાર નોંધાયો છે. અહીં US ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપ થતા કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે, આ સાથે જ ચાઈના ગોલ્ડ ડિસ્કાઉન્ટ 5 વર્ષના ઉપલા સ્તરે રહેતું દેખાયું.
સોનામાં કારોબારની વાત કરીએ તો કિંમતો ઓલ ટાઈમ હાઈના સ્તરની નજીક પહોંચી. COMEX પર $3,707/ozના સ્તરે કિંમતો પહોંચી હતી. આ વર્ષે ફેડ દ્વારા વધુ 2 વખત વ્યાજ દરમાં કાપની આશા છે. આ વર્ષે હાલ સુધી સોનામાં 40%ની તેજી જોવા મળી. સેફ હેવન ડિમાન્ડનો સપોર્ટ મળતા સોનામાં તેજી જોવા મળી. ભૌગોલિક તણાવ વધવાથી સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી. સ્થાનિક બજારમાં સોનાની કિંમતો 1 લાખ 10 હજારને પાર પહોંચી. ભારતમાંથી ભૌતિક માંગને કારણે પ્રીમિયમ 10 મહિનાની ઊંચી સપાટીએ છે. USના મોંઘવારીના આંકડા અને 9 ફેડ અધિકારીઓના ભાષણ પર નજર રહેશે.
ચાંદીમાં પણ તેજી આગળ વધતા અહીં વૈશ્વિક બજારમાં 14 વર્ષના નવા ઉચ્ચત્તમ સ્તર બન્યા, જ્યાં ભાવ 43 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં પણ આશરે 1 ટકાથી વધુની તેજી સાથે 1 લાખ 32 હજારને પાર કારોબાર જોવા મળ્યો હતો. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધતા કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
ચાંદીમાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ભાવ 14 વર્ષના નવા ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યા. COMEX પર ચાંદી 43 ડૉલર પ્રતિ ઔંસને પાર છે. US ફેડ અને બેન્ક ઑફ કેનેડા દ્વારા વ્યાજ દરમાં કાપ થયા. આ વર્ષે વધુ 2 વખત વ્યાજ દરમાં કાપ, 2026માં એક વ્યાજ દર કાપની આશા છે. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધતા ચાંદીને સપોર્ટ મળ્યો.
શરૂઆતી કારોબારમાં બેઝ મેટલ્સમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો, પણ વૈશ્વિક બજારમાં ડૉલર ઇન્ડેક્સમાં આવેલી રિકવરીની અસર થોડી નેગેટીવ જોવા મળી.. સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમમાં સૌથી સારી ખરીદદારી જોવા મળી હતી.
ક્રૂડ ઓઈલમાં ફરી રિકવરી આવતા, બ્રેન્ટના ભાવ 67 ડૉલરની ઉપર પહોંચ્યા, nymex ક્રૂડમાં પણ અડધા ટકાથી વધુની તેજી જોવા મળી, અહીં યુરોપ અને વેસ્ટ એશિયા વચ્ચે તણાવ વધતા કિંમતોને સપોર્ટ મળતો દેખાયો છે.
ક્રૂડ ઓઈલમાં કારોબારની કિંમતોમાં નીચલા સ્તરેથી રિકવરી આવતા ભાવ સુધર્યા. યુરોપ અને વેસ્ટ એશિયામાં ભૌગોલિક તણાવ વધતા સપોર્ટ. તોફાન ગેબ્રિયલ વધુ મજબૂત બનીને વાવાઝોડામાં ફેરવાયું. એટલાન્ટિક મહાસાગરમાં 2025ના વાવાઝોડાની સીઝનમાં ગેબ્રિયલ બીજા ક્રમે છે. પશ્ચિમ યુક્રેનમાં રશિયન હવાઈ હુમલાઓથી પોલેન્ડ સરહદને જોખમ છે. 4 પશ્ચિમી દેશોએ પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપી. EUએ રશિયા સામે 19મા પ્રતિબંધ પેકેજનો પ્રસ્તાવ મૂક્યો. 1 જાન્યુ.2027થી રશિયા દ્વારા EUમાં LNGની આયાત પર પ્રતિબંધ મૂક્યો. તેલ ખરીદતી ચીની કંપનીઓ, 118 શેડો જહાજો પર પ્રતિબંધો. ઇરાકે નિકાસ વધારીને 3.38 mbpd કરી, જેનાથી પુરવઠા પર દબાણ વધ્યું.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 1 ટકાથી વધુ વધાને 257ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી.
એગ્રી કૉમોડિટી પર ફોકસ છે, મસાલા પેકમાં હળદર અને ધાણામાં સારી પોઝિટીવિટી જોવા મળી, ગુવાર પેકમાં પણ તેજી જોવા મળી, પણ એરંડામાં નરમાશ જોવા મળી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.