શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 6 પૈસા મજબૂત થઈ 88.72 પ્રતિ ડૉલરની સામે 88.66 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 6 પૈસા મજબૂત થઈ 88.72 પ્રતિ ડૉલરની સામે 88.66 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.
ટેરિફની અનિશ્ચિતતાના કારણે અને ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલી આવતા સોનાને સપોર્ટ મળ્યો, જ્યાં COMEX પર ભાવ 3790 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં કિંમતો ₹1,14,600 પ્રતિ 10gm સુધી પહોંચતી જોવા મળી હતી. અહીં સેન્ટ્રલ બેન્ક તરફથી ખરીદી અને સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળી રહ્યો છે.
ચાંદીમાં પણ તેજી આગળ વધતા વૈશ્વિક બજારમાં ભાવ આશરે 2 ટકા જેટલા વધીને 46 ડૉલરને પાર પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં પણ સવા એક ટકા જેટલી તેજી સાથે કિંમતો ₹1,42,500 પ્રતિ કિલો પહોંચતી દેખાઈ હતી, અહીં ઓછા રિઅલ ઇન્ટરેસ્ટ રેટની આશાએ અને વધતી ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડના કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
ચાંદીમાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં કિંમતો 46 ડૉલરની ઉપર પહોંચી. ઓછા રિઅલ ઇન્ટરેસ્ટ રેટની આશાએ કિંમતોને સપોર્ટ મળ્યો. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધી 700 મિલિયન ઔંસની ઉપર પહોંચી. સિલ્વર ઇન્સિટ્યૂટ 2025માં સપ્લાઈ કરતા ડિમાન્ડ 100 મિલિયન ઔંસ વધશે. 2025માં હાલ સુધી ચાંદીની કિંમતો 62% જેટલી વધી. 10 વર્ષમાં સૌથી સારો વાર્ષિક વધારો જોવા મળ્યો.
ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે બેઝ મેટલ્સમાં મજબૂતી જોવા મળી, જ્યાં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સ વધ્યા, તો વૈશ્વિક બજારમાં કોપરની કિંમતો વધીને આશરે 2 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચી, અહીં ઇન્ડોનેશિયામાં તેની ગ્રાસબર્ગ ખાણમાંથી ઉત્પાદન બંધ થવાની અસર જોવા મળી હતી.
ગત સપ્તાહે 3 મહિનામાં સૌથી સારો સાપ્તાહિક વધારો દેખાડ્યા બાદ ક્રૂડમાં ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી, અહીં બ્રેન્ટમાં આશરે અડધા ટકાથી વધુના દબાણ સાથે 69 ડૉલરની પાસે કારોબાર જોયો, તો NYMEX ક્રૂડમાં 65 ડૉલરની પાસે કિંમતો પહોંચતી દેખાઈ, આ સાથે જ સ્થાનિક બજારમાં પણ અડધા ટકાથી વધુની વેચવાલી જોવા મળી હતી.
ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો ગત સપ્તાહની તેજી બાદ કિંમતો ઉપલા સ્તરેથી ઘટી. અઢી વર્ષ બાદ ઇરાકના કુર્દીસ્તાને ક્રૂડ ઓઇલની નિકાસ ફરી શરૂ કરી. તુર્કીના સેહાન બંદર સુધી દરરોજ 1,80,000 અને 1,90,000 બેરલની સપ્લાઈ. OPEC ઓક્ટોબરની બેઠકમાં ઉત્પાદન વધારાને મંજૂરી આપી શકે છે. 1,37,000 bpd ના ઉત્પાદન વધારાને મંજૂરી આપે તેવી શક્યતા છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકાથી વધુ ઘટીને 280ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.
ચોખામાં કારોબારની વાત કરીએ તો ફ્યૂચર્સમાં ભાવ ઓગસ્ટ 2019ના નીચલા સ્તરે પહોંચ્યા. રેકોર્ડ હાઈ ગ્લોબલ પ્રોડક્શનનું અનુમાન છે. અમેરિકામાં ઝડપી પાકના કારણે બજાર પર દબાણ આવ્યું. ભારતમાં ચોખાનો સ્ટોક 48 મિલિયન ટનથી વધુ છે. USDA એ કહ્યું એન્ડિગ સ્ટોક રેકોર્ડ સ્તરે રહેવાનો અંદાજ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.