કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી દબાણ, ક્રૂડમાં ઘટાડો, બ્રેન્ટ $65ની નીચે | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી દબાણ, ક્રૂડમાં ઘટાડો, બ્રેન્ટ $65ની નીચે

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં વેચવાલી જોવા મળી, પણ વૈશ્વિક બજારમાં ઝિંક અને એલ્યુમિનિયમ ફ્યૂચર્સમાં ભાવ વધ્યા, આઈસલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના સ્મેલ્ટર્સને સમસ્યા પડતા ત્યાં એલ્યુમિનિયમનું ઉત્પાદન પ્રભાવિત થઈ શકે તેવી આશંકાએ કિંમતોને સપોર્ટ મળતો દેખાયો હતો.

અપડેટેડ 02:01:09 PM Nov 04, 2025 પર
Story continues below Advertisement
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકાથી વધુના ઘટાડા સાથે 375ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 37 પૈસા મજબૂત થઈને 88.78 પ્રતિ ડૉલરની સામે 88.41 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે, વાસ્તવમાં USના નબળા મેન્યુફેક્ચરિંગ PMI આંકડાઓના કારણે ડૉલર ઇન્ડેક્સમાં દબાણ જોવા મળ્યું.

ક્રૂડ ઓઈલમાં ગઈકાલની તેજી ઓછી થતા બ્રેન્ટના ભાવ 65 ડૉલરની નીચે આવ્યા, NYMEX ક્રૂડમાં પણ દબાણ દેખાઈ રહ્યું છે..તો સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો, 2026ના પહેલા ત્રિમાસિકમાં OPEC+ ઓઈલ ઉત્પાદનમાં વધારો અટકાવશે તેવા સમાચારના કારણે અહીં કિંમતો પર અસર દેખાઈ રહી છે.

ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો કિંમતો ઉપલા સ્તરેથી ઘટી. Q1 2026માં OPEC+ ઉત્પાદનમાં વધારો અટકાવશે. OPEC+ સભ્યોએ હજુ સુધી 1.2 mbpd આઉટપુટ રી-સ્ટોર નથી કર્યું. તુઆપ્સમાં રશિયન ટેન્કર અને સુવિધાઓ પર યુક્રેનનો ડ્રોન હુમલો થયો.


શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકાથી વધુના ઘટાડા સાથે 375ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.

નેચરલ ગેસમાં કારોબારની વાત કરીએ તો USમાં ભાવ વધીને $4.30 સુધી પહોંચ્યા. ભારતમાં ભાવ 45% વધીને ₹375/mmBtu પર પહોંચ્યા. ઠંડા હવામાન વચ્ચે મજબૂત હિટિંગ ડિમાન્ડથી સપોર્ટ છે. યુરોપ, એશિયામાં મજબૂત LNG નિકાસ છે. ઓક્ટોબરમાં US LNG નિકાસ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી. મુખ્ય કેન્દ્રોમાં રશિયન પુરવઠો અને ઇન્વેન્ટરીમાં ઘટાડો થયો. USમાં ઉત્પાદન 107 બિલિયન ct પ્રતિ દિવસના ઉપલા સ્તરે રહ્યા.

સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી, જ્યાં COMEX પર ભાવ 4000 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં મજબૂત રૂપિયાના કારણે કિંમતો આશરે 600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તૂટીને 1 લાખ 20 હજારની પાસે પહોંચતી જોવા મળી હતી.

સોનામાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ભાવ 4000 ડૉલરની નીચે આવ્યા. ઓક્ટોબરમાં 4,382 ડૉલરના રેકોર્ડ સ્તર જોયા હતા. US પેરોલના આંકડા પહેલા ડૉલર ઇન્ડેક્સમાં તેજી. ડૉલર ઇન્ડેક્સ 3 મહિનાના ઉપલા સ્તરની પાસે સ્થિર રહ્યા.

ચાંદીમાં પણ નાની રેન્જમાં કારોબાર રહ્યો, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 48 ડૉલરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાથી વધુની વેચવાલી સાથે 1 લાખ 47 હજારની પાસે કિંમતો પહોંચતી દેખાઈ, MCX પર શરૂઆતી કારોબારમાં ભાવ આશરે 1200 રૂપિયા પ્રતિ કિલો ઘટ્યા હતા.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં વેચવાલી જોવા મળી, પણ વૈશ્વિક બજારમાં ઝિંક અને એલ્યુમિનિયમ ફ્યૂચર્સમાં ભાવ વધ્યા, આઈસલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના સ્મેલ્ટર્સને સમસ્યા પડતા ત્યાં એલ્યુમિનિયમનું ઉત્પાદન પ્રભાવિત થઈ શકે તેવી આશંકાએ કિંમતોને સપોર્ટ મળતો દેખાયો હતો.

બેઝ મેટલ્સમાં કારોબારની વાત કરીએ તો ઝિંક ફ્યૂચર્સમાં ભાવ વધ્યા. ઝિંકની કિંમતો વધીને 11 મહિનાના ઉપલા સ્તરે પહોંચી. એલ્યુમિનિયમ ફ્યૂચર્સના ભાવ 3 વર્ષના ઉપલા સ્તરે પહોંચી. ઇન્ડોનેશિયા ઊંચા એનર્જી ખર્ચ સાથે પડકારોનો સામનો કરી રહ્યું છે. આઇસલેન્ડ, ઓસ્ટ્રેલિયાના સ્મેલ્ટર્સ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

ઘઉંમાં કારોબારની વાત કરીએ તો ફ્યૂચર્સમાં ભાવ 3 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યા. ચીનમાં US ઘઉંની માંગમાં વધારો જોવા મળ્યો. ચીને છેલ્લા એક વર્ષમાં અમેરિકા પાસેથી ઘઉં ખરીદ્યા નથી. રશિયામાં 2025માં ઘઉંનું ઉત્પાદન 87.8 મિલિયન ટન થવાનો અંદાજ રહ્યો. આર્જેન્ટિના ઘઉંનું ઉત્પાદન 23 મિલિયન ટન થવાનો અંદાજ રહ્યો.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 04, 2025 2:01 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.