ગુજરાતમાં આગામી 7 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે, જે માટે 14 જિલ્લાઓમાં ઓરેન્જ, તો 19 જિલ્લાઓમાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ક્રૂડ ઓઈલમાં વેચવાલી વધતા બ્રેન્ટના ભાવ 60 ડૉલરની નીચે આશરે સાડા 3 ટકા ઘટીને પહોંચતા દેખાયા, તો nymex ક્રૂડમાં 4 ટકા જેટલા દબાણ સાથે 56 ડૉલરની નીચે કારોબાર જોવા મળ્યો હતો. અહીં, OPEC+ દ્વારા ઉત્પાદનમાં વધારો કરવાના નિર્ણય બાદ કિંમતો પર દબાણ બન્યું, સાથે જ opec+ના નિર્ણય બાદ બાર્કલેઝે વર્ષ 2025, 2026 માટે બ્રેન્ટ ક્રૂડની કિંમતોની આગાહીમાં ઘટાડો કર્યો છે.
OPEC+ જૂનમાં ઉત્પાદનમાં 4,11,000 BPDનો વધારો કરશે. સાઉદી અરેબિયાએ જો ઉત્પાદન મર્યાદાનો ભંગ થશે, તો વધુ વધારો થશે. લાંબા સમય સુધી તેલના નીચા ભાવ સહન કરવા તૈયાર છે. OPEC+ 1 જૂને તેની બેઠકમાં જુલાઈના ઉત્પાદન અંગે નિર્ણય લેશે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 1 ટકાથી વધુ વધીને 310ના સ્તરની આસપાસ પહોંચતી દેખાઈ હતી.
અખાત્રીજ બાદ સોનાની કિંમતોમાં સતત દબાણ જોવા મળ્યું, આજે પણ શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં ભાવ 93,140ના સ્તરની પાસે પહોંચતા દેખાયા, જ્યારે વૈશ્વિક બજારમાં કિંમતો 3255 ડૉલરની પાસે સ્થિર રહેતી જોવા મળી, વૈશ્વિક બજારમાં ડૉલરમાં નરમાશ અને USમાં વ્યાજ દરની અનિશ્ચિતતાએ સપોર્ટ મળી રહ્યો છે.
ચાંદીમાં પણ સિમિત રેન્જમાં કારોબાર રહ્યો, જ્યાં સ્થાનિક બજારમાં ભાવ 93,130ના સ્તરની પાસે પહોંચતા દેખાયા હતા, તો વૈશ્વિક બજારમાં 32 ડૉલરની ઉપર કામકાજ સ્થિર જોવા મળ્યું હતું.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં એલ્યુમિનિયમ અને લેડમાં નરમાશ હતી, તો કોપર અને ઝિંકમાં પોઝિટીવ કામકાજ જોવા મળ્યું હતું, આજે હવે ચાઈનાના બજાર બંધ છે એટલે, વૈશ્વિક બજારથી કોઈ મોટા ક્યૂઝ નથી મળી રહ્યા, પણ સ્થાનિક બજારમાં કિંમતોમાં વોલેટાલિટી જોવા મળી હતી.
ગુજરાતમાં આગામી 7 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે, જે માટે 14 જિલ્લાઓમાં ઓરેન્જ, તો 19 જિલ્લાઓમાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં 7 દિવસ માવઠાની આગાહી છે. સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી છે. 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. આજથી 2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 2 દિવસ બાદ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી છે. 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં 8 મે સુધી કમોસમી વરસાદની આગાહી છે. ગુજરાતમાં 5 દિવસ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટશે. કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડવાની પણ શક્યતા છે.
બનાસકાંઠા જિલ્લામાં સર્જાયો ચોમાસા જેવો માહોલ છે. મોડીરાત્રે વીજળી સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. બનાસકાંઠામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. પાલનપુર-અંબાજી હાઈવે પર 2-3 ફૂટ જેટલા પાણી ભરાયા.
બનાસકાંઠા જિલ્લામાં ભરઉનાળે સર્જાયો ચોમાસા જેવો માહોલ છે. મોડીરાત્રે જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. વરસાદના કારણે પાલનપર-અંબાજી હાઈવે બેથી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયા.
એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, આજે ગુવાર પેકમાં અડધા ટકાથી વધુના ઘટાડા સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યારે મસાલા પેકમાં હળદરમાં આશરે અડધા ટકાથી વધુની વેચવાલી રહી, પણ ધાણા અને જીરામાં પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ રહ્યો છે. જોકે કપાસિયા ખોળ અને એરંડામાં દબાણ વધતું દેખાયું હતું.