કોમોડિટી લાઇવ: સોનામાં ખરીદદારી, ચાંદીમાં રેકોર્ડ તેજી, ક્રૂડ ઓઈલમાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: સોનામાં ખરીદદારી, ચાંદીમાં રેકોર્ડ તેજી, ક્રૂડ ઓઈલમાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર

ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા. બ્રેન્ટના ભાવ 63 ડૉલરની નીચે આવ્યા. અમેરિકાએ વેનેઝુએલા નજીક એક પ્રતિબંધિત ટેન્કરને અટકાવ્યું. OPEC+ અને સાથી તરફથી આઉટપુટમાં વધારાની અસર છે. બજારની નજર OPEC અને IEAના માસિક રિપોર્ટ પર છે. US ક્રૂડની ઇન્વેન્ટરી 1.8 મિલિયન બેરલથી ઘટી.

અપડેટેડ 11:32:23 AM Dec 11, 2025 પર
Story continues below Advertisement
ચાંદીમાં કારોબારની વાત કરીએ તો સ્થાનિક બજારમાં 1 લાખ 93 હજારને પાર કારોબાર જોવા મળ્યો હતો. ETF ઇનફ્લો અને એશિયામાં સ્પોટ ખરીદદારી વધતા કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 1 પૈસા નબળો થઈને 89.97 પ્રતિ ડૉલરની સામે 89.98 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપના નિર્ણય બાદ ડૉલર ઇન્ડેક્સમાં 98 ના સ્તરની ઉપર કારોબાર સ્થિર રહેતા રૂપિયા પર મામુલી અસર જોવા મળી હતી.

US ફેડ દ્વારા અનુમાન મુજબ વ્યાજ દરમાં કાપના કારણે સોનાની ચમક વધી, જ્યાં COMEX પર સોનું 4200 ડૉલરની ઉપર સ્થિર રહ્યું, તો સ્થાનિક બજારમાં 1 લાખ 30 હજારના સ્તરની ઉપર કારોબાર જોવા મળ્યો હતો.

સોનામાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં 4200 ડૉલરના સ્તર જળવાયા. US ફેડએ વ્યાજ દરમાં અનુમાન મુજબ કાપ કર્યો. સ્થાનિક બજારમાં નબળા રૂપિયાનો સપોર્ટ મળ્યો.


ચાંદીમાં તોફાની તેજી આગળ વધી, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 62 ડૉલરને પાર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 93 હજારને પાર કારોબાર જોવા મળ્યો હતો. ETF ઇનફ્લો અને એશિયામાં સ્પોટ ખરીદદારી વધતા કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

ચાંદીમાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં નવા રેકોર્ડ સ્તરે કારોબાર નોંધાયો. COMEX પર 62 ડૉલરને પાર કિંમતો પહોંચી. US ફેડ દ્વારા વ્યાજ દરમાં અનુમાન મુજબનો કાપ છે. ETF ઇનફ્લો અને એશિયામાં ખરીદદારી વધતા સપોર્ટ છે. સ્પેક્યુલેટીવ ઇનફ્લોના કારણે પણ કિંમતોને સપોર્ટ મળ્યો.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં ઝિંક સહિત તમામ મેટલ્સમાં ખરીદદારી જોવા મળી, સૌથી વધુ તેજી કોપર અને લેડમાં રહી, તો વૈશ્વિક બજારમાં પણ મેટલ્સના સેન્ટિમેન્ટ સુધરતા જોવા મળ્યા હતા.

ક્રૂડ ઓઈલમાં ગઈકાલના ઉપલા સ્તરેથી વેચવાલી આવતા બ્રેન્ટના ભાવ 63 ડૉલરની નીચે આવ્યા, તો NYMEX ક્રૂડમાં 59 ડૉલરની નીચે ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, USમાં ક્રૂડની ઇન્વેન્ટરી 1.8 મિલિયન બેરલથી ઘટી હોવાથી કિંમતો પર અસર દેખાઈ રહી છે, આ સાથે જ બજારની નજર OPEC અને IEAના માસિક રિપોર્ટ પર બનેલી છે.

ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા. બ્રેન્ટના ભાવ 63 ડૉલરની નીચે આવ્યા. અમેરિકાએ વેનેઝુએલા નજીક એક પ્રતિબંધિત ટેન્કરને અટકાવ્યું. OPEC+ અને સાથી તરફથી આઉટપુટમાં વધારાની અસર છે. બજારની નજર OPEC અને IEAના માસિક રિપોર્ટ પર છે. US ક્રૂડની ઇન્વેન્ટરી 1.8 મિલિયન બેરલથી ઘટી.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 1 ટકાથી વધુ ઘટીને 415ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ.

Gold Rate Today: સોનામાં આવી તેજી, ચાંદી પણ વધી, ચેક કરો નવા રેટ

MoneyControl News

MoneyControl News

First Published: Dec 11, 2025 11:32 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.