ક્રૂડ ઓઈલમાં ફરી નીચલા સ્તરેથી ખરીદદારી આવતા બ્રેન્ટના ભાવ 65 ડૉલરની ઉપર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 62 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. આ સાથે જ શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં પણ કિંમતોમાં મજબૂતી દેખાઈ હતી...OPEC+ વર્તમાન આઉટપુટ ક્વોટા જાળવી રાખે તેવી આશાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
રાતોરાત આશરે 1 ટકાના ઘટાડા સાથે COMEX પર ભાવ 3300 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં 94,731ના સ્તરની પાસે કામકાજ થઈ રહ્યું છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 14 પૈસા નબળો થઈ 85.36 પ્રતિ ડૉલરની સામે 85.50 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે US ફેડરલ કોર્ટે ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલએ લગાવેલા રેસિપ્રોકલ ટેરિફ પર પ્રતિબંધ મૂક્યો જેના કારણે ડૉલર ઇન્ડેક્સ ફરી 100ના સ્તરને પાર પહોંચ્યો અને પરિણામે રૂપિયામાં નરમાશ બનતી દેખાઈ.
US કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો
ટ્રમ્પ વહીવટીતંત્રના વૈશ્વિક ટેરિફ પર પ્રતિબંધ છે. US કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે પારસ્પરિક ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યા. ડેમોક્રેટિક રાજ્યો અને નાના બિઝનેસ ગ્રુપએ ટેરિફ સામે દાવો દાખલ કર્યો હતો. ટ્રમ્પ પર ટેરિફ લાદવા માટે કટોકટી કાયદાનો દુરુપયોગ કરવાનો આરોપ છે. ટ્રમ્પ વહીવટીતંત્રે નિર્ણય સામે ફેડરલ કોર્ટમાં અપીલ દાખલ કરી.
સોનામાં કારોબાર
રેસિપ્રોકલ ટેરિફ પર US ફેડરલની એક્શનથી સોનાની ચમક ઘટી, જ્યાં રાતોરાત આશરે 1 ટકાના ઘટાડા સાથે COMEX પર ભાવ 3300 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં 94,731ના સ્તરની પાસે કામકાજ થઈ રહ્યું છે.
કિંમતો ઉપલા સ્તરેથી આશરે 1 ટકા ઘટી. COMEX પર ભાવ 3300 ડૉલરની નીચે આવ્યા. સ્થાનિક બજારમાં પણ જોવા મળ્યું દબાણ. ડૉલર ઇન્ડેક્સ ફરી 100ના સ્તરને પાર પહોંચ્યો. રિસ્ક સેન્ટિમેન્ટ ઓછા થતા સોનાની કિંમતો ઘટી.
જોકે ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર રહ્યો, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 33 ડૉલરની રેન્જમાં યથાવત્ રહ્યા, તો સ્થાનિક બજારમાં પણ શરૂઆતી કારોબારમાં 97,700ના સ્તરની પાસે કામકાજ થઈ રહ્યું હતું, ટેરિફને લઈ અનિશ્ચિતતાના કારણે કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો.
મેટલ્સમાં કારોબાર
ડૉલર ઇન્ડેક્સમાં નીચલા સ્તરેથી રિકવરીના કારણે બેઝ મેટલ્સની ચમક ઘટી, જ્યાં વૈશ્વિક બજારમાં કોપરના ભાવ 4 સપ્તાહના ઉપલા સ્તરેથી ઘટ્યા, તો નિકલમાં કિંમતો 6 સપ્તાહના નીચલા સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી. જોકે સ્થાનિક બજારમાં જૂન કોન્ટ્રાક્ટમાં મોટાભાગની મેટલ્સમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો છે. ઓછી ડિમાન્ડ સામે નોર્થ અમેરિકાથી વધુ સપ્લાઈની ચિંતાએ કોપરના ભાવ ઘટ્યા, તો ઇન્ડોનેશિયાએ નિકલ માઈનિંગ કોટા 120 mtથી ઘટાડી 150 mt કર્યું હોવાથી નિકલમાં પણ નરમાશ જોવા મળી રહી છે.
કોપરની કિંમતો 4 સપ્તાહના ઉપલા સ્તરેથી ઘટી. ઓછી ડિમાન્ડ અને વધુ સપ્લાઈની ચિંતાએ કોપરમાં દબાણ છે. નોર્થ અમેરિકાથી કોપરની સપ્લાઈ વધવાનો અંદાજ છે. 2025ના Q1માં કોપરનું સરપ્લસ 289,000 ટન રહ્યું- ICSG ડેટા. નિકલના ભાવ 6 સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યા. ઇન્ડોનેશિયાએ નિકલ માઇનિંગ ક્વોટા ઘટાડ્યો. નિકલ માઇનિંગ ક્વોટા ઘટાડી150Mt કર્યો હોવાથી નિકલમાં દબાણ છે.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
ક્રૂડ ઓઈલમાં ફરી નીચલા સ્તરેથી ખરીદદારી આવતા બ્રેન્ટના ભાવ 65 ડૉલરની ઉપર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 62 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. આ સાથે જ શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં પણ કિંમતોમાં મજબૂતી દેખાઈ હતી...OPEC+ વર્તમાન આઉટપુટ ક્વોટા જાળવી રાખે તેવી આશાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.