US મોંઘવારીના આંકડા પહેલા સોનામાં સુસ્ત કારોબાર જોવા મળ્યો, જ્યાં COMEX પર ભાવ 1926 ડૉલરના સ્તરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર થતો દેખાઈ રહ્યો છે.
US મોંઘવારીના આંકડા પહેલા સોનામાં સુસ્ત કારોબાર જોવા મળ્યો, જ્યાં COMEX પર ભાવ 1926 ડૉલરના સ્તરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર થતો દેખાઈ રહ્યો છે.
ચાંદીમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર જોવા મળ્યો, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની પાસે સ્થિર છે, તો સ્થાનિક બજારમાં 71,430 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર નોંઘાઈ રહ્યો છે.
ચાઈના તરફથી રાહત પેકેજ મળવાની આશાએ LME પર કોપરમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, તો સ્થાનિક બજારમાં પણ એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં સુધારા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.
ક્રૂડ ઓઈલમાં ગઈકાલની તેજી યથાવત્ રહેતા બ્રેન્ટમાં 78 ડૉલરના સ્તરની ઉપર કામકાજ યથાવત્ છે, તો NYMEX ક્રૂડમાં પણ અડધા ટકાની તેજી સાથે 73 ડૉલરના સ્તરની ઉપર કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. અહીં OPEC+ દ્વારા સપ્લાય કાપના નિર્ણયથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
ગઈકાલની સારી તેજી બાદ આજે સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ઉપલા સ્તરેથી દબાણ નોંધાયું, અહીં કિંમતો 220ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, ગુવાર પેકમાં આજે સારી એક્શન આવતા ભાવ ફરી એક ટકાથી વધુ વધતા દેખાયા, તો મસાલા પેકમાં જીરામાં દોઢ ટકા જેટલો ઘટાડો નોંધાયો, પણ સામે હળદરમાં 3 ટકાથી વધુની તેજી જોવા મળી, ધાણામાં પણ રિકવરી દેખાઈ રહી છે.
હળદરમાં તેજી વધી. દોઢ વર્ષની ઉંચાઈ પર કિંમતો પહોંચી. ઓગસ્ટ વાયદો 10880 રૂપિયા સુધી પહોંચ્યો. 3 દિવસોમાં 11%થી વધારે કિંમતો વધી. જુલાઈમાં હાલ સુધી લગભગ 9% ભાવ વધ્યા. જૂનમાં 24% સુધી હળદરની કિંમતો વધી હતી. જાન્યુઆરી-એપ્રિલ 2023 સુધી 20% કિંમતો ઘટી હતી. જાન્યુઆરીના નીચલા સ્તરેથી ભાવ 52% ઉપર છે. સપ્લાય ઘટવાથી કિંમતોને સપોર્ટ છે. વાવણી ઘટવાની આશંકાથી કિંમતોને સપોર્ટ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.