ભારત દુનિયાનો સૌથી મોટો ખરીદદાર છે. માગનો 60% ઇમ્પોર્ટ ભારત કરે છે. દર વર્ષે લગભગ 2.4 કરોડની માગ છે.
ખાદ્ય તેલ અંગે રાહતના સમાચાર છે, કેન્દ્ર સરકારે સોયાબીન અને સનફ્લાવર ઓઈલના ઇમ્પોર્ટ પર કસ્ટમ ડ્યૂટીમાં રાહત આપી છે, જેથી આવનાર દિવસોમાં ખાદ્ય તેલની કિંમતોમાં ઘટાડાના અનુમાન બની રહ્યા છે. સરકારે સોયાબીન ઓઈલ અને સનફ્લાવર ઓઈલ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 17.5%થી ઘટાડીને 12.5% કરી દીધી છે.
ખાદ્ય તેલ પર રાહત
ખાદ્ય તેલ પર ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવામાં આવી. સોયાબીન ઓઈલ અને સનફ્લાવર ઓઈલ પર ડ્યૂટી ઘટી. ઇમ્પોર્ટ ડ્યૂટી 17.5%થી ઘટાડીને 12.5% કરવામાં આવી. ઓઈલ ઇન્ડસ્ટ્રીએ ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવાની માગ કરી હતી.
ખાદ્ય તેલ અને ભારત
ભારત દુનિયાનો સૌથી મોટો ખરીદદાર છે. માગનો 60% ઇમ્પોર્ટ ભારત કરે છે. દર વર્ષે લગભગ 2.4 કરોડની માગ છે. ભારત વાર્ષિક લગભગ 1.14 કરોડનો ઇમ્પોર્ટ કરે છે.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, ગુવાર પેકમાં આજે પણ દબાણ છે, જ્યાં ગુવારગમની કિંમતો આશરે 2 ટકાથી વધુ તૂટતી દેખાઈ, જ્યારે મસાલા પેકમાં હળદરમાં સારી એક્શન જોવા મળી. જીરા અને ધાણામાં પણ મજબૂતી દેખાઈ રહી છે.
ફેડ દ્વારા આ વર્ષે હજી 2 વાર વ્યાજ દર વધારાના સંકેતો અપાતા સોનામાં નરમાશ જોના મળી, જ્યાં COMEX પર ભાવ 1935ના સ્તરની પાસે પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પણ લગભગ પા ટકાથી વધુનું દબાણ જોવા મળી રહ્યું છે. આ સાથે જ COMEX પર ઓગસ્ટ વાયદો માર્ચ બાદથી સૌથી નીચલા સ્તરે પહોંચતો દેખાયો. તો બીજી બાજું સરકારે 2023-24 માટે સૉવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની જાહેરાત કરી દીધી છે, ગોલ્ડ બોન્ડનો પહેલો તબક્કો 19-23 જૂન વચ્ચે રહેશે, તો બીજો તબક્કો 11-15 સપ્ટેમ્બરની વચ્ચે રહેશે અને સ્કીમમાં વાર્ષિક 2.50%નું વ્યાજ મળશે.
નવી સૉવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ જાહેર
સરકારે 2023-24 માટે સૉવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની જાહેરાત કરી. ગોલ્ડ બૉન્ડ સ્કીમ : પહેલો તબક્કો 19-23 જૂન વચ્ચે રહેશે. ગોલ્ડ બૉન્ડનો બીજો તબક્કો 11-15 સપ્ટેમ્બરની વચ્ચે રહેશે. ગોલ્ડ બૉન્ડ સ્કીમમાં વાર્ષિક 2.50%નું વ્યાજ મળશે.
ચાંદીમાં પણ દબાણ વધતું દેખાયું, અહીં વૈશ્વિક બજારમાં કિંમતો 24 ડૉલરની ઘણી નીચે આવતી દેખાઈ, તો સ્થાનિક બજારમાં પણ એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ચાઈના તરફથી નબળા આર્થિક આંકડા અને USમાં ઇન્વેન્ટરી વધતા ક્રૂડની કિંમતો પર દબાણ બન્યું, બ્રેન્ટના ભાવ ફરી ઘટીને 73 ડૉલરના સ્તરની પાસે પહોંચતા દેખાયા, જ્યારે NYMEX ક્રૂડમાં પણ ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર જોવા મળી રહ્યો છે..આ સાથે જ આવતીકાલથી MCX ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના વાયદા કોન્ટ્રાક્ટ પર વધારાના 10-10%ના માર્જિન લગાવશે. જેની અસર પણ કિંમતો પર જવા મળશે.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
કિંમતોમાં દબાણ આગળ વધ્યું. US ઇન્વેન્ટરી 17 સપ્તાહમાં સૌથી વધારે વધી. US ઇન્વેન્ટરીમાં 7.9 મિલિયન bblનો વધારો. ગેસોલિનના સ્ટોકમાં વધારો નોંધાયો.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુના દબાણ સાથે 191ના સ્તરની આસપાસ કિંમતો પહોચતી જોવા મળી રહી છે.
ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતી અને ચાઈના તરફથી નબળા આર્થિક આંકડાઓના કારણે LME અને સ્થાનિક બન્ને બજારોમાં નરમાશ જોવા મળી, LME પર કોપરની કિંમતો આશરે 1 ટકા સુધી ઘટી, તો સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં નેગેટીવ કારોબાર થઈ રહ્યો છે.