શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 23 પૈસા મજબૂત થઈ 88.05 પ્રતિ ડૉલરની સામે 87.82 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 23 પૈસા મજબૂત થઈ 88.05 પ્રતિ ડૉલરની સામે 87.82 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ગઈકાલે સોનામાં રેકોર્ડ સ્તરે કિંમતો પહોંચતી જેખાઈ, જ્યાં comex પર ભાવ 3700 ડૉલરની ઉપર રહ્યા હતા, અને સ્થાનિક બજારમાં 1 લાખ 10 હજારને પાર કિંમતો પહોંચી હતી, જોકે આજે શરૂઆતી કારોબારમાં સ્થાનિક અને વૈશ્વિક બન્ને બજારોમાં સોનામાં ઉપલા સ્તરેથી મામુલી વેચવાલી જોવા મળી રહી છે.
વૈશ્વિક બજારમાં બુલિયનમાં કેવા લેશો ટ્રેડ?
સોનામાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ભાવ 3700 ડૉલરની ઉપર પહોંચતા જોયા. US ડૉલરમાં વેચવાલીના કારણે વૈશ્વિક બજારમાં સોનાને સપોર્ટ મળ્યો. ફેડના વ્યાજ દર કાપને લઈ નિર્ણય પર બજારની નજર રહેશે. 2025માં હાલ સુધી કિંમતો આશરે 41% વધી. ગોલ્ડમેન સૅક્સે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ 5000 ડૉલર પ્રતિ ઔંસ જઈ શકે.
ક્યારે ઘટશે દરો?
અમેરિકાના બજાર રેકોર્ડ સ્તર પર છે. સોનુ, બિટકોઈન રેકોર્ડ સ્તર પર છે. મોંઘવારીનો દર પર લક્ષ્ય કરતા ઉપર છે. GDP ગ્રોથ રેટમાં મજબૂતી આવી છે. USનું લેબર માર્કેટ પણ નબળું છે.
USમાં વ્યાજ દર ઘટશે?
96% લોકોને 0.25% કાપની આશા છે. ઓક્ટોબરમાં 76.8% લોકોને કાપની આશા નથી. ડિસેમ્બરમાં 71% લોકોને 0.25% કાપની આશા છે.
ઉપલા સ્તરેથી ચાંદીમાં પણ વેચવાલી આવતા વૈશ્વિક બજારમાં ભાવ આશરે દોઢ ટકા જેટલા તૂટીને 42 ડૉલરની નીચે આવ્યા, જ્યારે સ્થાનિક બજારમાં પણ આશરે અડધા ટકાથી વધુની વેચવાલી સાથે 1 લાખ 27 હજારની પાસે કિંમતો જોવા મળી હતી...અહીં રેકોર્ડ સ્તરેથી નફાવસુલીના કારણે કિંમતોમાં દબાણ જોવા મળ્યું હતું.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી, જ્યાં સૌથી વધુ દબાણ કોપરમાં રહ્યું, પણ વૈશ્વિક બજારમાં ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલીના કારણે મેટલ્સને સપોર્ટ મળતો દેખાયો હતો, જ્યાં ઝિંકમાં કિંમતો માર્ચ 2025 બાદથી સૌથી ઉપલા સ્તરે પહોંચતી જોવા મળી હતી.
ફેડના વ્યાજ દરના નિર્ણય પહેલા ક્રૂડ ઓઈલમાં સ્થિરતા, કિંમતો 2 સપ્તાહના ઉપલા સ્તરની પાસે સ્થિર રહેતી દેખાઈ, જ્યાં બ્રેન્ટના ભાવ 68 ડૉલરની ઉપર રહ્યા, તો NYMEX ક્રૂડમાં 64 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો, અહીં આવતીકાલે અને શુક્રવારે વેનેઝુએલામાં OPEC+ની બેઠક પ્રોડક્શન કેપેસિટી પર ચર્ચા કરવા થવાની છે, જેના પર બજારની નજર છે, આ સાથે જ USમાં ક્રૂડ ઇન્વેન્ટરી 3.42 મિલિયન bblથી ઘટી હોવાથી પણ કિંમતો પર અસર દેખાઈ રહી છે.
ક્રૂડ ઓઈલમાં કારોબારની કિંમતો 2 સપ્તાહના ઉપલા સ્તરની પાસે સ્થિર છે. આવતીકાલે અને શુક્રવારે વેનેઝુએલામાં OPEC+ની બેઠક થશે. પ્રોડક્શન કેપેસિટી મુદ્દે OPEC+ બેઠકમાં ચર્ચા કરશે. યુક્રેનએ રશિયાની રિફાઈનરી અને એક્સપોર્ટ ફેસેલિટી પર હુમલા કર્યા. રશિયા પર વધુ પ્રતિબંધો લાગવાના અનુમાન છે. USમાં ક્રૂડની ઇન્વેન્ટરી 3.42 મિલિયન bblથી ઘટી.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો ફ્લેટ રહેતા અહીં 273ના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.
એગ્રી કૉમોડિટી તરફથી નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. મસાલા પેકમાં ધાણાના નવેમ્બર કોટ્રાક્ટમાં વેચવાલી જોવા મળી, પણ ગુવાર પેકમાં આવી તેજી. તો કપાસિયા ખોળ અને એરંડામાં નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.