કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં સેફ હેવન ખરીદદારી ઘટી, ટેરિફની અનિશ્ચિતતાએ ક્રૂડમાં ઘટાડો | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં સેફ હેવન ખરીદદારી ઘટી, ટેરિફની અનિશ્ચિતતાએ ક્રૂડમાં ઘટાડો

ફ્યૂચર્સમાં ભાવ 3 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચ્યા. US કપાસનું વાવેતર 20 વર્ષમાં સૌથી ઓછા વાવેતર વિસ્તારમાં થયું. 2024-25માટે ભારતમાં કપાસનું ઉત્પાદન 291 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે.

અપડેટેડ 12:42:19 PM May 28, 2025 પર
Story continues below Advertisement
સરકારે હાલ સુધી કુલ 5.62 લાખ તુવેરની ખરીદી કરી. સરકારે કુલ સરકારી લક્ષ્યના 42.37% ખરીદી કરી છે.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 31 પૈસા નબળો થઈ 85.33 પ્રતિ ડૉલરની સામે 85.64 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.

રિસ્ક સેન્ટિમેન્ટ સુધરતા કિંમતોમાં દબાણ આવ્યું. ગત સપ્તાહે કિંમતો 5 ટકા જેટલી વધી હતી. ડૉલર ઇન્ડેક્સમાં રિકવરી અને ઇક્વિટી બજારમાં મજબૂતીની અસર રહેશે. આજે મે મહિનાની FOMCની મિનિટ્સ પર બજારની નજર રહેશે. આ સપ્તાહે USના Q1 GDPના આંકડા પર ફોકસ રહેશે. વિશ્વના GDP ના 0.5% હાલમાં સોના પર ખર્ચાય છે, 50 વર્ષમાં સૌથી વધુ છે.

સોના પર સિટીનો મત


ટૂંકા ગાળાના લક્ષ્યને સુધારીને $3,500/ઔંસ કર્યા. કિંમતો $3,100-3,500/ઔંસ વચ્ચે કન્સોલિડેટ થઈ શકે.

MCX- ALL ARE POSITIVE, BUT ALUMINIUM NAGATE, ડ઼ૉલર ઇન્ડેક્સમાં તેના કારણે વૈશ્વિક બજારમાં કિંમતો ઘટી.

28 મે એ OPEC+ના મિનિસ્ટક બેઠક કરશે. 31 મે એ OPEC+ સભ્યો બેઠક કરશે. એશિયાઈ ખરીદદારો માટે ઇરાનએ ભાવ વધારો કર્યો. રશિયા પર અમેરિકાના નવા પ્રતિબંધોની શક્યતા. અમેરિકાએ શેવરોનને વેનેઝુએલા ક્રૂડ ઓઇલની નિકાસ કરવાથી પ્રતિબંધિત કર્યો.

તુવેર દાળની ખરીદી

સરકારે હાલ સુધી કુલ 5.62 લાખ તુવેરની ખરીદી કરી. સરકારે કુલ સરકારી લક્ષ્યના 42.37% ખરીદી કરી છે. ખેડૂતોને સારી કિંમતો આપવા અને બજારમાં સ્થિરતા માટે થઈ ખરીદી. સરકારી ખરીદીથી તુવેર દાળની ઉપલબ્ઘતા વધશે. અલગ-અલગ રાજ્યોમાં ખરીદ કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. ખેડૂતો પાસેથી થઈ રહી છે દાળની ખરીદી. ખરીદ અભિયાન જૂનના પહેલા સપ્તાહ સુધી ચાલશે. IPGAએ સરકારની આ પહેલનું સ્વાગત કર્યું. ઇન્ડિયન પલ્સેસ એન્ડ ગ્રેન્સ અસોસિએશન.

કૉટનમાં કારોબાર

ફ્યૂચર્સમાં ભાવ 3 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચ્યા. US કપાસનું વાવેતર 20 વર્ષમાં સૌથી ઓછા વાવેતર વિસ્તારમાં થયું. 2024-25માટે ભારતમાં કપાસનું ઉત્પાદન 291 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે.

MoneyControl News

MoneyControl News

First Published: May 28, 2025 12:42 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.