કોમોડિટી લાઈવ: રેકોર્ડ ઉંચાઇ પર પહોંચ્યું ચાંદી, નબળા ડૉલરના કારણે સોનામાં પણ તેજી
કોપરમાં 10 સપ્તાહની ઉંચાઇએ કારોબાર કર્યો. અમેરિકા-ચીનના ટ્રેડ ટૉકને લઇને પોઝિટીવ સંકેત છે. અમેરિકામાં કોપરની આયાત પર ટેરિફ લગાવવાની શક્યતા છે. અમેરિકામાં કોપરમાં પ્રીમિયમ પર ટ્રેડ કરી. દક્ષિણ અમેરિકા, આફ્રિકામાં સપ્લાઇની ચિંતાઓ છે.
નબળા ડૉલરના કારણે કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. રશિયાએ યૂક્રેનના મધ્યના વધુ પ્રદેશો પર કબજો કર્યો.
સોનામાં આજે નરમાશ સાથેનો કારોબાર જોવા મળ્યો. નબળા ડૉલરના કારણે આવેલી કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યાં છે.. જ્યાં સ્થાનિક બજારમાં ભાવમાં લગભગ એક ટકાનો ઘટાડો નોંધાયો. તો કોમેક્સ પર પણ અડધા ટકાનું દબાણ રહ્યું પરંતુ તેમ છતા કોમેક્સ પર 3310 ડૉલરના સ્તર જળવાયેલા છે. ઉલ્લેખનિય છે કે આ શુક્રવારે આવનારા US કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા પર હવે નજર રહેશે.
સોનામાં કારોબાર
નબળા ડૉલરના કારણે કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. રશિયાએ યૂક્રેનના મધ્યના વધુ પ્રદેશો પર કબજો કર્યો. ચીનની સેન્ટ્રલ બેન્કે મે મહિનામાં સતત સાતમા મહિને ગોલ્ડ રિઝર્વ કર્યું. આ શુક્રવારે આવનારા US કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા પર નજર રહેશે.
પ્લેટિનમના ભાવમાં ઉછાળો
પ્લેટિમનો ભાવ 4% ઉછળીને 4 વર્ષની ઉંચાઇએ પહોંચ્યો. કિંમતો $1,200/ozની નજીક પહોંચી. ડિમાન્ડમાં વધારો અને સપ્લાઇમાં ઘટાડાથી કિંમતોને અસર રહેશે.
પરંતુ ચાંદીમાં રેકોર્ડ રેલી જોવા મળી. કિંમતો રાતોરાત 2% ઉછળતી દેખાઇ. જેના કારણે ચાંદીનો ભાવ ફેબ્રુઆરી 2012ના ઉચ્ચતમ સ્તરે પહોંચતા જોવા મળ્યો. અહીં રોકાણકારોનો મજબૂત ઇન્ટરેસ્ટ અને સપ્લાઇની અછતના કારણે સપોર્ટ મળી રહ્યો છે. કારોબાર પર નજર કરીએ મામુલી ઘટાડા સાથે હાલ લાલ નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે.
રેકોર્ડ ઉંચાઇ પર ચાંદી
ભાવ ફેબ્રુઆરી 2012 બાદના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા. રોકાણકારોનો ચાંદીમાં રોકાણ માટે મજબૂત ઇન્ટરેસ્ટ છે. સપ્લાઇની સતત અછતના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો. 2025નું વર્ષ સિલ્વર ડેફિસેટનું પાંચમું વર્ષ હશે. 2025માં હાલ સુધી કિંમતો આશરે 27% ટકા વધી.
નબળા ડૉલરના કારણે મેટલ્સની કિંમતોને અસર થતી જોવા મળી. સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં વેચવાલી આવતી જોવા મળી. પરંતુ વૈશ્વિક બજારમાં કોપરમાં પૉઝિટીવ એક્શન રહ્યું. અને કિંમતો 10 સપ્તાહની ઉંચાઇ જોવા મળી. કોપરમાં અમેરિકા-ચીનના ટ્રેડ ટૉકને લઇને પોઝિટીવ સંકેત આવતા જોવા મળી શકે છે.
કોપરની ચમક વધી
કોપરમાં 10 સપ્તાહની ઉંચાઇએ કારોબાર કર્યો. અમેરિકા-ચીનના ટ્રેડ ટૉકને લઇને પોઝિટીવ સંકેત છે. અમેરિકામાં કોપરની આયાત પર ટેરિફ લગાવવાની શક્યતા છે. અમેરિકામાં કોપરમાં પ્રીમિયમ પર ટ્રેડ કરી. દક્ષિણ અમેરિકા, આફ્રિકામાં સપ્લાઇની ચિંતાઓ છે.
તો ક્રૂડમાં પણ આજે તેજી સાથેનો કારોબાર રહ્યો. ભાવ 7 સપ્તાહની ઉંચાઇએ પહોંચ્યા. અમેરિકા-ચીનના ટ્રેડ ટૉકને લઇને પોઝિટીવ સંકેતના કારણે કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો. બ્રેન્ટનો ભાવ 67 ડૉલરને પાર યથાવત્ રહ્યો.
ક્રૂડના ભાવમાં ઉછાળો
ભાવ 7 સપ્તાહની ઉંચાઇએ પહોંચ્યા. અમેરિકા-ચીનના ટ્રેડ ટૉકને લઇને પોઝિટીવ સંકેત છે. US અને કેનેડામાં ઉનાળાના ટ્રાવેલની સિઝનલ ડિમાન્ડ વધી. યુક્રેન દ્વારા એરબેઝ પર હુમલો કરવા પર રશિયાની પ્રતિક્રિયા છે.
તો શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસમાં પણ આજે નાની રેન્જમાં કારોબાર રહ્યો. સ્થાનિક બજારમાં ભાવ પા ટકા ઘટીને 310ના સ્તર પર જોવા મળ્યો.
શુગરની મીઠાશ ફિક્કી પડી
શુગર ફ્યુચર્સ 4 વર્ષના નીચલા સ્તરે છે. ગ્લોબલ સપ્લાઇમાં વધારાનું અનુમાન છે.