કોમોડિટી લાઇવ: ક્રૂડમાં ઉછાળો, બ્રેન્ટ $106ને પાર, સોના-ચાંદીમાં વેચવાલી વધી | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં ઉછાળો, બ્રેન્ટ $106ને પાર, સોના-ચાંદીમાં વેચવાલી વધી

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, તો વૈશ્વિક બજારમાં મજબૂત ડૉલર ઈન્ડેક્સના કારણે કોપરમાં 1 સપ્તાહના નીચલા સ્તરે કારોબાર નોંધાયો, જોકે ચાઈનામાં ઝિંકનું આઉટપુટ ઘટતા કિંમતોને સપોર્ટ મળ્યો હતો.

અપડેટેડ 01:49:15 PM Sep 28, 2026 પર
Story continues below Advertisement
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે સવા 3 ટકા ઘટીને 300ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 7 પૈસા નબળો થઈ 95.81 પ્રતિ ડૉલરની સામે 95.88 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળો આવતા બ્રેન્ટના ભાવ સવા 2 ટકાથી વધુ વધીને 106 ડૉલરને પાર પહોંચ્યા, તો nymex ક્રૂડમાં દોઢ ટકાથી વધુની મજબૂતી સાથે 93 ડૉલરને પાર કારોબાર જોવા મળ્યો હતો. અહીં ટ્રમ્પ દ્વારા હોર્મુઝને લઈ ઈરાનનો પ્રસ્તાવ ફગાવ્યો હોવાથી ફરી પશ્ચિમ એશિયામાં તણાવ વધવાના સંકેતો મજબૂત બન્યા, જેથી ક્રૂડને સપોર્ટ મળી રહ્યો છે.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે સવા 3 ટકા ઘટીને 300ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.


ક્રૂડની કિંમતો વધતા મોંધવારી વધવાની આશંકાએ સોનાની કિંમતો પર દબાણ વધ્યું, જ્યાં સ્થાનિક બજારમાં ભાવ દોઢ ટકાથી વધુ ઘટીને 1 લાખ 49 હજારની નીચે પહોંચ્યા, જ્યારે COMEX પર 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો, અને ભાવ 4200 ડૉલરની નીચે આવ્યા, 5 ઓગસ્ટ બાદ COMEX પર સોનાની કિંમતો 4200 ડૉલરની નીચે આવતી દેખાઈ હતી.

સોનાને પગલે ચાંદીમાં પણ દબાણ આવતા સ્થાનિક બજારમાં પોણા 3 ટકા જેટલા ઘટાડા સાથે 2 લાખ 28 હજારની પાસે કારોબાર નોંધાયો, જ્યારે વૈશ્વિક બજારમાં સાડા 3 ટકાથી વધુના દબાણ સાથે ભાવ 62 ડૉલરની નીચે પહોંચતા દેખાયા હતા, અહીં બેઝ મેટલ્સ તરફથી પણ સપોર્ટ નથી મળી રહ્યો.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, તો વૈશ્વિક બજારમાં મજબૂત ડૉલર ઈન્ડેક્સના કારણે કોપરમાં 1 સપ્તાહના નીચલા સ્તરે કારોબાર નોંધાયો, જોકે ચાઈનામાં ઝિંકનું આઉટપુટ ઘટતા કિંમતોને સપોર્ટ મળ્યો હતો.

એગ્રી કૉમોડિટીમાં દબાણ સાથેનો કારોબાર, મસાલા પેકમાં માત્ર હળદરમાં જોવા મળી ખરીદદારી, જોકે ગુવાર પેક અને એરંડામાં જોવા મળ્યું અડધા ટકાનું દબાણ જોવા મળ્યું.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 28, 2026 1:49 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.