કમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર, ક્રૂડ ઓઈલમાં દબાણ | Moneycontrol Gujarati
Get App

કમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર, ક્રૂડ ઓઈલમાં દબાણ

બેઝ મેટલ્સમાં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં વેચવાલી રહી, જોકે વૈશ્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાશથી થોડા સેન્ટિમેન્ટ સુધરતા દેખાયા હતા.

અપડેટેડ 12:22:14 PM Nov 17, 2026 પર
Story continues below Advertisement
સ્થાનિક બજારમાં સોનાને પગલે ચાંદીમાં પણ ખરીદદારી આવકા ભાવ આશરે અડધા ટકાથી વધુ વધીને 1 લાખ 68 હજારને પાર પહોંચતા દેખાયા

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 20 પૈસા મજબૂત થઈ 93.92 પ્રતિ ડૉલરની સામે 93.72 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ક્રૂડ ઓઈલમાં આવેલી વેચવાલીનો સપોર્ટ રૂપિયાને મળી રહ્યો છે.

ગઈકાલના ઘટાડા બાદ સોનામાં સ્થાનિક બજારમાં આજે સામાન્ય સ્થિરતા જોવા મળી જ્યાં ભાવ 1 લાખ 34 હજારની પાસે જોવા મળ્યા, તો COMEX પર પણ 3871 ડૉલરની ઉપર મજબૂતી સાથેનો કારોબાર રહ્યો, અહીં ડૉલર ઈન્ડેક્સમાં દબાણ અને ક્રૂડમાં વેચવાલીથી મોંઘવારીની ચિંતા ઓછી થતા કિંમતો પર અસર જોવા મળી રહી છે.

સ્થાનિક બજારમાં સોનાને પગલે ચાંદીમાં પણ ખરીદદારી આવકા ભાવ આશરે અડધા ટકાથી વધુ વધીને 1 લાખ 68 હજારને પાર પહોંચતા દેખાયા, તો વૈશ્વિક બજારમાં પણ અડધા ટકાથી વધુની તેજી સાથે 47 ડૉલરને પાર કારોબાર જોવા મળ્યો હતો.


બેઝ મેટલ્સમાં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં વેચવાલી રહી, જોકે વૈશ્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાશથી થોડા સેન્ટિમેન્ટ સુધરતા દેખાયા હતા.

ક્રૂડ ઓઈલમાં દબાણ આવતા બ્રેન્ટના ભાવ ઘટીને 91 ડૉલરની પાસે આવ્યા, તો NYMEX ક્રૂડમાં પણ દબાણ રહ્યું, અહીં વૈશ્વિક બજારમાં સપ્લાય વધવાની આશા અને વેસ્ટ એશિયાથી ઓઈલ એક્સપોર્ટમાં તેજીના કારણે કિંમતો પર દબાણ જોવા મળ્યું હતું.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો દોઢ ટકાથી વધુ ઘટીને 289ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

એગ્રી કૉમોડિટીમાં સોફ્ટ કૉમોડિટી પર ફોકસ છે. પામ ઓઈલના ભાવ વધીને 2 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચ્યા. મોસમી પુરવઠામાં ફેરફાર અને મજબૂત આંતરરાષ્ટ્રીય નીતિ સમર્થનના કારણે કિંમતો વધી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 17, 2026 12:22 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.