સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં વેચવાલી રહી, સૌથી વધુ દબાણ એલ્યુમિનિયમ અને ઝિંકમાં રહ્યું
દિવસના અંતે રૂપિયો 46 પૈસા નબળો થઇને 85.85/$ પર બંધ થયો. શરૂઆતી કારોબારમાં પણ ડૉલર સામે રૂપિયો 18 પૈસા નબળો થઈ 85.39 પ્રતિ ડૉલરની સામે 85.57 પ્રતિ ડૉલર પર ખૂલ્યો હતો. ઉલ્લેખનિય છે કે ડૉલર ઇન્ડેક્સ 97ના સ્તરની ઉપર પહોંચ્યો હોવાથી રૂપિયા પર દબાણ બન્યું.
સોનાની કિંમતોમાં ઉપલા સ્તરેથી મોટો ઘટાડો આવતા COMEX પર ભાવ આશરે એક ટકા તૂટીને 3300 ડૉલરની નજીક આવ્યા, તો સ્થાનિક બજારમાં પણ આશરે અડધા ટકાના દબાણ સાથે 97000ની નીચે કામકાજ જોવા મળી રહ્યું છે. અહીં ટેરિફને લઈ અનિશ્ચિતતાના કારણે કિંમતોમાં ઉતાર-ચઢાવ દેખાયો, આ સાથે જ USના મજબૂત રોજગાર આંકડાઓથી પણ નરમાશ જોવા મળી રહી છે.
ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળતા વૈશ્વિક બજારમાં ભાવ 37 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં 108000ના સ્તરની નીચે કિંમતો પહોંચતી દેખાઈ હતી.
તો ક્રૂડની કિંમતોમાં નીચલા સ્તરેથી રિકવરી આવતી જોવા મળી. શરૂઆતી દબાણ ઘટતા બ્રેન્ટનો ભાવ 69 ડૉલરની નજીક પહોંચતો દેખાયો. તો સ્થાનિક બજારમાં સૌથી વધારે સવા એક ટકાની ખરીદદારી જોવા મળી. ઉલ્લેખનિય છે કે OPEC+ તરફથી ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવામાં આવતા ક્રૂડની કિંમતોમાં શરૂઆતી કારોબારમાં દબાણ જોવા મળ્યું હતું.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે ત્રણ ટકા ઘટીને 282ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.
સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં વેચવાલી રહી, સૌથી વધુ દબાણ એલ્યુમિનિયમ અને ઝિંકમાં રહ્યું, તો વૈશ્વિક બજારમાં પણ મજબૂત ડૉલર ઇન્ડેક્સના કારણે કોપરની કિંમતોમાં વેચવાલી રહી, જ્યાં ચાઈના અને LME પર ઇન્વેન્ટરી ઘટી રહી છે, પણ USમાં વધી રહી છે, સામે ડિમાન્ડમાં ઘટાડાના કારણે કોપરના સેન્ટિમેન્ટ પર અસર જોવા મળી છે.
2025માં અત્યાર સુધીમાં સોયાબીને આપ્યા સોના અને ચાંદી કરતા પણ વધારે રિટર્ન... 2025માં અત્યાર સુધીમાં ભાવમાં લગભગ 36%નો ઉછાળો.