ટ્રેડ વોરની અનિશ્ચિતતાના કારણે સોનાની ચમક આજે વધતી જોવા મળી. સેફ હેવેન ખરીદી વધવાથી પણ સોનાની કિંમતોને આજે સપોર્ટ મળતો જોવા મળ્યો. સ્થાનિક બજારમાં સોનામાં બે ટકાની તેજી સાથે ભાવ 96600ના સ્તરની નજીક જોવા મળ્યો. તો કોમેક્સ પર પણ લગભગ દોઢ ટકાની તેજી સાથે ભાવ 3400ના સ્તરની નજીક પહોંચ્યા.
સોનાના પગલે ચાંદીમાં તેજી સાથેનો જ કારોબાર રહ્યો. ચાંદીમાં સ્થાનિક બજારમાં બે ટકાની તેજી સાથે ભાવ 96350ના સ્તરની નજીક પહોંચ્યો. તો કોમેક્સ પર પણ 33 ડૉલરની નજીક ફરી ભાવ પહોંચતા દેખાયા.
નેચરલ ગેસમાં પણ આજે તેજી સાથેનો કારોબાર રહ્યો. સ્થાનિક બજારમાં કિંમત બે ટકા ઉછળીને 305ના સ્તરની નજીક પહોંચી.
બેઝ મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર રહ્યો. સ્થાનિક બજારમાં કોપર અને ઝિંકમાં મામુલી તેજી જોવા મળી તો એલ્યુમિનિયમ અને લેડમાં પા ટકાથી વધારેનો ઘટાડો નોંધાયો.
માવઠા અંગે હવામાન વિભાગની મોટી આગાહી
હવે વાત કરીએ માવઠાની મારની તો ગુજરાતના માથે માવઠાનું સંકટ હજૂ પણ યથાવત્ છે. રાજ્યમાં હજૂ પણ કરા અને ભારે પવન સાથે અતિભારે વરસાદની શક્યતા છે. ભરૂચ, સુરત, ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે સિવિયર થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થશે. જેના કારણે આગામી 5 દિવસ ભારે પવન, ગાજવીજ, અને વરસાદ પડી શકે.