આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર ફોકસ રહ્યું, જ્યાં પાછલા 9 મહિનામાં ખાદ્ય તેલનો ઇમ્પોર્ટ આશરે 7% ઘટ્યો, તો ઇમ્પોર્ટ ડ્યૂટી વધવાથી પામોલીનના ઇમ્પોર્ટમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે જ કૉટન પર પણ ફોકસ રહ્યું, જ્યાં ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતોમાં વધારો જોવા મળ્યો હતો. હવે ખાદ્ય તેલ સાથે તેલિબીયા અને કૉટનનું આગળ આઉટલૂક કેવું બની રહ્યું છે, તે અંગે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું.
ખાદ્ય તેલ ઇમ્પોર્ટમાં ઘટાડો
ખરીફમાં ઓઇલસીડની વાવણી - સોયાબીનમાં ઘટ્યો છે. sEAના હાલમાં જ રિપોર્ટ આવ્યો છે, ખાદ્યતેલના ઇમ્પોર્ટ વિશે, તો ઇમ્પોર્ટના આંકડા કેવા રહ્યાં છે. તહેવારો પહેલા ખાદ્યતેલની ઇન્વેન્ટરી પર્યાપ્ત છે. તહેવારોમાં કિંમતો કેવી રહેશે.
ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતોમાં તેજી રહી. ICE ફ્યૂચર્સ 3 સપ્તાહના ઉપલા સ્તરે જોવા મળ્યો. ડૉલરમાં નરમાશથી કિંમતોને સપોર્ટ મળ્યો. US ફેડ દ્વારા વ્યાજ દર કાપ થવાથી સપોર્ટ મળ્યો. USમાં 52% પાકની ક્વાલિટી ઘણી સારી છે.