કોમોડિટી રિપોર્ટ: નોન એગ્રી કૉમોડિટીના આઉટલૂક પર ચર્ચા
કિંમતો ઉપલા સ્તરેથી ઘટી. USના રોજગાર આંકડા અનુમાન કરતા મજબુત રહ્યા. આ સપ્તાહ દરમિયાન કિંમતોમાં દબાણ જોવા મળ્યું હતું. ડૉલર ઇન્ડેક્સમાં રિકવરીના કારણે કિંમતો તૂટી હતી. ઇક્વિટી માર્કેટમાં રિસ્ક સેન્ટિમેન્ટ સુધરવાની પણ અસર જોઈ.
આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી ફોકસમાં રહી, એક તો US સરકારનું શટડાઉન પૂર્ણ થયા બાદ પહેલીવાર USના આર્થિક આંકડાઓની અસર મોટાભાગની કૉમોડિટી પર જોવા મળી
આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી ફોકસમાં રહી, એક તો US સરકારનું શટડાઉન પૂર્ણ થયા બાદ પહેલીવાર USના આર્થિક આંકડાઓની અસર મોટાભાગની કૉમોડિટી પર જોવા મળી, જ્યાં સોના-ચાંદીમાં નાની પણ પોઝિટીવ રેન્જમાં કારોબાર નોંધાયો, જોકે ભૌગોલિક તણાવો ઓછા થવાની આશંકા અને ઇન્વેન્ટરીમાં ઉછાળાના કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં પણ વોલેટાઈલ કારોબાર જોયો છે. આ બધાની વચ્ચે હવે આવતા સપ્તાહ માટે કઈ નોન એગ્રી કૉમોડિટી પર કરવું ફોકસ, અને કેવું બની રહ્યું છે રોકાણ માટેનું આઉટલૂક તેની ચર્ચા કરીએ.
ફેડની મિનિટ્સમાં શું આવ્યું?
વ્યાજ દરોમાં કાપ પર ફેડ અધિકારીઓના અલગ મત છે. લેબર માર્કેટમાં નરમાશ અથવા મોંઘવારી પર અલગ મત છે. ઘણા અધિકારીઓ ડિસેમ્બરમાં કાપના પક્ષમાં નથી. 19માંથી 12 અધિકારીઓ જ વોટ કર્યા. વ્યાજ દર પર નિર્ણય માટે વોટ કર્યા હતા. ડિસેમ્બરમાં દર ઘટશે કે નહીં તેના પર અનિશ્ચિતતા રહેશે. 10 ડિસેમ્બરે દરો પર નિર્ણય લેશે ફેડ. માત્ર 30% લોકોને 0.25% કાપની આશા છે.
પ્રિશિયસ મેટલ્સમાં કારોબાર
કિંમતો ઉપલા સ્તરેથી ઘટી. USના રોજગાર આંકડા અનુમાન કરતા મજબુત રહ્યા. આ સપ્તાહ દરમિયાન કિંમતોમાં દબાણ જોવા મળ્યું હતું. ડૉલર ઇન્ડેક્સમાં રિકવરીના કારણે કિંમતો તૂટી હતી. ઇક્વિટી માર્કેટમાં રિસ્ક સેન્ટિમેન્ટ સુધરવાની પણ અસર જોઈ.
ચાંદીમાં કારોબાર
આ સપ્તાહે કિંમતોમાં વોલેટાલિટી જોવા મળી. ગત મહિને કિંમતો આશરે 2.5% ઘટી હતી. ઓક્ટોબરમાં ભાવ 54.50 ડૉલરના રેકોર્ડ સ્તર સુધી પહોંચતા જોયા. 2025માં હાલ સુધી કિંમતો આશરે 76% ઉપર રહી. અછત સામે વધતી ફિઝીકલ ડિમાન્ડના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો. ઇન્ડસ્ટ્રી, ગ્રીન એનર્જી અને સોલાર સેક્ટર તરફથી માગ વધી. ફિઝીકલ સિલ્વર ETFમાં રોકાણની માગ વધી. ETFs અને ઇન્સ્ટિટ્યૂશનલ ખરીદીના કરાણે કિંમતોને સપોર્ટ મળ્યો.
સોના-ચાંદીના ઇમ્પોર્ટે વધારી ચિંતા
ઓક્ટોબરમાં સોનાને ઇમ્પોર્ટ આશરે 200% વધ્યો. એપ્રિલ-સપ્ટેમ્બરની વચ્ચે ગોલ્ડ ઇમ્પોર્ટ 21% વધ્યો. એપ્રિલ-સપ્ટેમ્બરની વચ્ચે ચાંદીનો ઇમ્પોર્ટ 138% વધ્યો. ઇમ્પોર્ટ વધવાના કારણે વેપાર ખોટ ઘણી વધી.
બેઝ મેટલ્સમાં કારોબાર
ઝિંકની કિંમતો 11 મહિનાના ઉપલા સ્તરેથી ઘટી. ચાઈના તરફથી આવક વધવાની આશાએ સપ્લાઈ અછત ઘટી શકે. ડિસેમ્બરમાં વ્યાજદરમાં ઘટાડાની શક્યતા ઘટી રહી છે. ચાઈનાનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઘટીને 1 વર્ષના નીચલા સ્તરે છે. મેટલ પ્રોડક્શનમાં વધુ પડતી ક્ષમતાની કિંમતો પર અસર રહેશે. ઇલેક્ટ્રિફિકેશન પહેલ, ડેટા સેન્ટર વિસ્તરણની પણ ભાવ પર અસર રહેશે. વિવિધ ઉત્પાદક દેશોમાં પુરવઠાની ચિંતાઓ છે.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
આ સપ્તાહે કિંમતોમાં દબાણ જોવા મળ્યું. રશિયન પોર્ટ પરથી 2.2 mbpdનું લોડિંગ ફરી શરૂ થયું. યુક્રેન રાષ્ટ્રપતિ શાંતિ ચર્ચા તરફ આગળ વધ્યા. રશિયાના લુકોઇલ, રોઝનેફ્ટ પર પ્રતિબંધોથી 48 મિલિયન બેરલ તેલ ફસાઈ શકે છે. ગોલ્ડમેન સૅક્સે કહ્યું વધુ સપ્લાઈના કારણે ક્રૂડની કિંમતો 2026માં ઘટશે. રશિયાનું આઉટપુટ ઓછું થતા ક્રૂડના ભાવ 70$ સુધી વધી શકે. USમાં ઇન્વેન્ટરી 4.45 મિલિયન bblથી વધી.