ભૌગોલિક તણાવ ચાલી રહ્યા છે, ફેડએ વ્યાજ દરમાં કાપ નથી કર્યો તે બધાની અસર સ્થાનિક અને વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો પર જોવા મળી છે.
આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટીમાં એક્શન રહી, જ્યાં સૌથી વધારે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ફોકસમાં રહ્યું, કારણ કે UK સાથે ભારતના FTA એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાના કારણે હવે જ્વેલરી એક્સપોર્ટ 0 ડ્યૂટી પર થશે, જેથી ભારતથી જ્વેલરી એક્સપોર્ટ વધવાની આશા બની રહી છે. આ સાથે જ જે રીતે ભૌગોલિક તણાવ ચાલી રહ્યા છે, ફેડએ વ્યાજ દરમાં કાપ નથી કર્યો તે બધાની અસર સ્થાનિક અને વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો પર જોવા મળી છે. આ સાથે જ ક્રૂડ ઓઈલમાં પણ ઘણા ઉતાર-ચઢાવ સાથેના કારોબાર જોવા મળ્યા, તો બેઝ મેટલ્સમાં પણ ડૉલર ઇન્ડેક્સમાં આવેલી રિકવરીની અસર જોઈ છે. હવે આ બધાની વચ્ચે નોન એગ્રી કૉમોડિટી માટે કેવું આઉટલૂક બની રહ્યું છે, સાથે જ UK સાથેના FTAથી ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને કેટલો ફાયદો થશે.
UK સાથે FTA, થશે ફાયદો?
FTAથી જ્વેલરી એક્સપોર્ટ વધવાની આશા છે. '0' ડ્યૂટી પર જ્વેલરી એક્સપોર્ટ થશે. એક્સપોર્ટ વધી $2.5 બિલિયન થવાની આશા છે. સ્ટડેડ જ્વેલરીનું એકસ્પોર્ટ વધારે વધવાની આશા છે. UKને 10-15% ક્સપોર્ટ વધવાની આશા છે. હાલ જ્વેલરી એક્સપોર્ટ પર UK 4%ની ડ્યૂટી લગાવે છે. FTA એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ.
સોનામાં કારોબાર
રાતોરાત વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો ઘટી છે. COMEX પર સોનાએ 3400 ડૉલરના સ્તર તોડ્યા. US વ્યાજ દરને લઈ અનિશ્ચિતતાએ કિંમતો પર અસર છે. USએ UK સાથે ટ્રેડ ડીલની જાહેરાત કરી. વેપાર કરાર માટે અમેરિકા 10 મેના રોજ ચીન સાથે મુલાકાત કરશે.
સોનું: સેન્ટ્રલ બેન્કની ખરીદી
2025ના Q1માં ગ્લોબલ સેન્ટ્રલ બેન્કોએ 244 ટન સોનું ખરીદ્યું. 2025ના Q1માં ચીન ૨,૨૯૨ ટન ફોરેક્સ રિઝર્વ ધરાવે છે. એપ્રિલમાં ચીને છઠ્ઠા મહિને ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો. 2025ના Q1માં ભારતનો ગોલ્ડ રિઝર્વ 880 ટન રહ્યો.
એલ્યુમિનિયમમાં કારોબાર
વૈશ્વિક બજારમાં ભાવ $2,400/tની નીચે પહોંચ્યા. વધુ સપ્લાઈ, અને નબળા આર્થિક આંકડાઓની કિંમતો પર અસર રહેશે. ચીન વિદેશમાં ક્ષમતા વિસ્તરણ ચાલુ રાખશે. દક્ષિણ પૂર્વ એશિયામાં એલ્યુમિનાની વધુ સપ્લાઈ થશે. નબળા મેન્યુફેક્ચરિંગ PMI અને ચાઈના-USથી એક્સપોર્ટ ઓર્ડર્સની અસર છે.
કોપરમાં કારોબાર
વૈશ્વિક બજારમાં કિંમતો ઘટીને આશરે 1 મહિનાના નીચલા સ્તરે પહોંચી. ડૉલર ઇન્ડેક્સ 4 સપ્તાહના ઉપલા સ્તરે હોવાથી અસર પહોંચ્યો. નબળી ગ્લોબલ ડિમાન્ડના કારણે પણ કિંમતો ઘટી. સાઉથ અમેરિકા તરફથી કોપરની સપ્લાઈમાં વધારો થયો. માર્ચમાં કોડેલ્કોનું આઉટપુટ 5 ટકા વધ્યું. શંઘાઈ પર કોપરની ઇન્વેન્ટરીમાં ઘટાડો થયો.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
સપ્તાહના છેલ્લા દિવસે કિંમતોમાં ઉછાળો થયો. US-ચાઈના વચ્ચે ટ્રેડને લઈ વાતચીત વધતા સપોર્ટ છે. US-UK વચ્ચે ટ્રેડ એગ્રીમેન્ટના સમાચારથી સપોર્ટ મળ્યો. US અને ઇરાનની ન્યૂક્લિયર ડીલ પર ફોકસ છે. સિટીનું કહેવુ છે કે 2025ના અંત સુધી બ્રેન્ટનો ભાવ 55-60 ડૉલર રહી શકે છે.