આ સપ્તાહ નાનુ રહ્યું પણ એગ્રી કૉમોડિટી માટે એક્શન ભર્યું હતું, જ્યાં ખાસ કરીને મસાલા પેકમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા, તો વૈશ્વિક અને સ્થાનિક બન્ને બજારોમાં પામ તેલની કિંમતોમાં ઉપલા સ્તરેથી દબાણ જોવા મળ્યું
આ સપ્તાહ નાનુ રહ્યું પણ એગ્રી કૉમોડિટી માટે એક્શન ભર્યું હતું, જ્યાં ખાસ કરીને મસાલા પેકમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા, તો વૈશ્વિક અને સ્થાનિક બન્ને બજારોમાં પામ તેલની કિંમતોમાં ઉપલા સ્તરેથી દબાણ જોવા મળ્યું, જ્યારે ઘઉંની ખરીદી પર પણ સરકાર તરફથી અપડેટ આવતી દેખાઈ હતી. હવે આગળ એગ્રી કૉમોડિટીમાં મસાલા પેકનું આઉટલૂક કેવું બની રહ્યું છે, અને ખાદ્ય તેલમાં કેવા ટ્રેન્ડ બની રહ્યા છે.
ઊંઝા યાર્ડ હવે અજમાનું હબ બન્યું. દરરોજ 4 હજાર બોરીની આવક થઈ રહી છે. જીરું, વરિયાળીના હબ તરીકે જાણીતું ઊંઝા માર્કેટ યાર્ડ હવે અજમાનું હબ બની રહ્યુ છે. હાલ, ઊંઝા માર્કેટ યાર્ડમાં અજમાના ઢગલા થઈ રહ્યા છે. હાલ ઊંઝ યાર્ડમાં દરરોજ 3 હજાર 500થી 4 હજાર બોરી અજમાની આવક થઈ રહી છે. આસપાસના ગામડાઓમાંથી ખેડૂતો માટી સંખ્યામાં અજમો લઈને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે.
અજમાના મણના ભાવ 1500 રૂપિયા થી લઈ 3000 આસપાસ બોલાઈ રહ્યા છે , એકદમ ગ્રીન ક્વોલિટી હોય તો અજમાનો સારો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે. વેપારીઓના મતે હાલ ભારતભરમાં સૌથી વધુ અજમાની આવક ઊંઝા માર્કેટ યાર્ડમાં થઇ રહી છે. કારણ કે, મહેસાણામાં ખેડૂતો અજમાના વાવેતર તરફ વળી રહ્યા છે. તેમજ ખેડૂતોને અહિં ક્વોલિટી પ્રમાણે ભાવ પણ સારા મળતા સંતુષ્ટ દેખાય રહ્યા છે.
ભારતનું મસાલા બજાર
2024માં ભારતના માસાલાનું બજાર ₹2 લાખ કરોડનું રહ્યું હતું. આશરે 11%ના દરથી બજાર વધી રહ્યું છે. 2033 સુધી ₹5.13 લાખ કરોડનું બજાર થશે. એક્સપોર્ટ 9%ના દરથી વધી રહ્યો છે. એક્સપોર્ટમાં 76% ભાગ મરચા, હળદર અને જીરાનો છે. આદુ અને ધાણાના એક્સપોર્ટમાં પણ વધારો થયો છે. સ્વાદ અને સેહતના ફાયદાને જોતા માગ વધી.
ભારતમાં મસાલાનો ટ્રેન્ડ
ઓર્ગેનિક, સસ્ટેનેબલ મસાલાની માગ વધારે છે. કેમિકલ-ફ્રી અને નોન- GMO મસાલાની માગ વધી.
પામ તેલની તેજી ઓછી થઈ
આ સપ્તાહે કિંમતો 4000 રિંગિટની નીચે પહોંચતી દેખાઈ. 2 એપ્રિલ બાદથી ઘટાડો યથાવત્ રહેશે. માર્ચમાં ઉત્પાદન વધવાથી કિંમતો ઘટી. માર્ચમાં સ્ટોક વધી 1.56 મિલિયન ટન થયો હતો. 7 મહિનામાં પહેલીવાર પામનો સ્ટોક વધ્યો હતો. ટેરિફની અનિશ્ચિતતાઓ પર બજારની નજર રહેશે. એપ્રિલમાં ભારતની માગમાં નોંધાયો વધારો. 5 મહિના બાદ ભારતમાં પામની માગ વધી. ફેબ્રુઆરીથી માર્ચમાં 14% વધ્યો ભારતનો ઇમ્પોર્ટ છે. માર્ચમાં ભારતનો ઇમ્પોર્ટ 424.6 હજાર ટન રહ્યો હતો.
ઘઉંની ખરીદી વધી
પાછલા વર્ષથી ઘઉંની ખરીદી 46% વધી. 24 એપ્રિલ સુધી આશરે 20 MTની ખરીદી થઈ. પંજાબ અને હરિયાણાથી ઘઉંની ખરીદી વધી. જલ્દી કાપણી શરૂ થવાથી ખરીદદારી વધી. 7-10 દિવસોમાં ઘઉંની ખાનગી ખરીદીમાં વધારો નોંધાયો. ઉત્તર પ્રદેશમાં ઘઉંની ખાનગી ખરીદીમાં વધારો નોંધાયો છે. પંજાબથી સૌથી વધારે થઈ ઘઉંની ખરીદી. 15 માર્ચથી શરૂ થઈ છે ઘઉંની ખરીદદારી. કેન્દ્ર સરકારનું 31.27 MT ખરીદીનું લક્ષ્ય છે.