કમોડિટી રિપોર્ટ: દેશમાં ચોમાસાની થશે મોડી શરૂઆત, મોડા ચોમાસાના કારણે ખરીફ વાવણીમાં વિલંબ | Moneycontrol Gujarati
Get App

કમોડિટી રિપોર્ટ: દેશમાં ચોમાસાની થશે મોડી શરૂઆત, મોડા ચોમાસાના કારણે ખરીફ વાવણીમાં વિલંબ

ચોમાસાની ધીમી પ્રગતિને કારણે મુખ્ય ખરીફ પાકોની વાવણીમાં વિલંબ છે. ડાંગર, તેલીબિયાં અને કઠોળની વાવણી ઘટી. ખરીફની વાવણી મધ્ય ઓગસ્ટ સુધી લંબાય તેવી શક્યતા છે.

અપડેટેડ 12:36:44 PM Jun 23, 2023 પર
Story continues below Advertisement
હવામાન વિભાગે કહ્યુ કે જૂનના બીજા ભાગમાં વરસાદ પડવાની આશા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત નબળી થઈ.

દેશમાં ચોમાસાની શરૂઆત મોડી થવા જઈ રહી છે, હવામાન વિભાગની એજન્સીઓ મુજબ સમગ્ર દેશમાં ચોમાસું શરૂ થતા હજી થોડો સમય લાગશે, આવામાં મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોને સલાહ આપી છે, કે જ્યા સુધી પુરતો વરસાદ ન પડે ત્યા સુધી ખરીફ પાકની વાવણી ન કરવી. એટલે ગત વર્ષ કરતા આ વર્ષે ખરીફ પાકની વાવણીમાં ઘણો વિલંબ થતો દેખાશે, સાથે જ આગળ જતા જો ઉત્પાદન ઘટ્યું તો ભાવ વધારાની ચિંતા પણ સતાવશે.

આ વર્ષે ચોમાસાની શરૂઆતને લઇ ઘણી અનિશ્ચિચિતતાઓ શરુઆતથી જ બનેલી છે. અલનીનોની ઇમ્પેક્ટ હતી જ અને પછી ચક્રવાત બિપરજોયને કારણે પણ ચોમાસા પર અસર પડી. હવે આપણે જૂનના મહિનાના હવે છેલ્લા 8 થી 10 દિવસો બાકી છે અને મોન્સુનની શરૂઆત હજી સુધી થઇ નથી.

મોનસૂન અપડેટ


ચક્રવાત બિપરજોયને કારણે ચોમાસું અટક્યું. હવામાન વિભાગે કહ્યુ કે જૂનના બીજા ભાગમાં વરસાદ પડવાની આશા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત નબળી થઈ. ભારત 37% વરસાદની ઉણપ અનુભવે છે. મોડા વરસાદના કારણે ખરીફ વાવણીમાં વિલંબ છે. IMD એ કહ્યું કે ચોમાસું અરબી સમુદ્ર, બંગાળની ખાડી પર પહોંચ્યું. 2019માં, જૂનમાં વરસાદ સામાન્ય કરતાં લગભગ 32% ઓછો હતો. દક્ષિણ પશ્ચિમ ચોમાસું મોડું પડ્યું હોવાથી 2019માં વરસાદ ઓછો પડ્યો. સ્કાયમેટ દ્વારા જુલાઈમાં વરસાદમાં વધારો થવાની આગાહી છે. દેશમાં જુલાઈના પ્રથમ 10 દિવસ સુધી સંતોષકારક વરસાદ પડી શકે.

ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ

ગત વર્ષ કરતા ચોમાસું 2 સપ્તાહ મોડું છે. જુન મહિનાના અંતે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. ગત વર્ષે ગુજરાતમાં 13 જૂને ચોમાસાની શરૂઆત થઈ હતી. આગામી 10 દિવસમાં અમુક વિસ્તારો પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે.

ખરીફ વાવણીની સ્થિતિ

ચોમાસાની ધીમી પ્રગતિને કારણે મુખ્ય ખરીફ પાકોની વાવણીમાં વિલંબ છે. ડાંગર, તેલીબિયાં અને કઠોળની વાવણી ઘટી. ખરીફની વાવણી મધ્ય ઓગસ્ટ સુધી લંબાય તેવી શક્યતા છે. ગત વર્ષ કરતા કુલ ખરીફ વાવેતર 49.48 લાખ હેક્ટરમાં ઓછું રહ્યું. છેલ્લા સપ્તાહ સુધી 1.80 લાખ હેક્ટરમાં કઠોળનું વાવેતર થયું. મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોને ખરીફ પાકની વાવણી અટકાવવાની સલાહ આપી. રાજ્યમાં પૂરતો વરસાદ ન થાય ત્યાં સુધી ખરીફ વાવણી ન કરવા સલાહ છે. મહારાષ્ટ્ર તુવેર અને શુગરનો સૌથી મોટું ઉત્પાદક છે. મહારાષ્ટ્રમાં હળદરની વાવણી 10-20% ઘટવાનો અંદાજ છે. તમિલનાડુમાં હળદરનું ઉત્પાદન 10-15% ઘટી શકે.

ગુજરાતમાં ખરીફ વાવેતર વધ્યું

કુલ વાવેતર 10 લાખ હેક્ટરને પાર પહોંચ્યું. ગત વર્ષ કરતા વાવેતર 5 ટકા વધ્યું. કપાસના વાવેતરમાં 17 ટકાનો વધારો નોંધાયો. મગફળીનું વાવેતર 17% ઘટતું દેખાયું. બિપરજોય વાવાઝોડાના કારણે વરસાદથી ખરીફનું વાવેતર વધ્યું. આ વર્ષે કપાસનું વાવેતર 6.89 લાખ હેક્ટરમાં થયું. મગફળીનું વાવેતર 3.04 લાખ હેક્ટરમાં થયું હતું. મગના વાવેતરમાં 60%નો વધારો નોંધાયો.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 23, 2023 12:36 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.