Copper ETF: તાંબુ હવે માત્ર મેટલ નહીં, પણ બન્યું ‘સ્ટ્રેટેજિક એસેટ', જાણો ભારતીયો કેવી રીતે કરી શકે છે રોકાણ?
Copper ETF: તાંબુ (Copper) હવે સામાન્ય ધાતુમાંથી 'નવા જમાનાનું સોનું' બની ગયું છે. EV, AI અને ડેટા સેન્ટર્સમાં વધતી માંગને કારણે Copper ETF રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ બન્યા છે. જાણો ભારતીયો તેમાં કેવી રીતે રોકાણ કરી શકે અને કયા 3 ફંડ્સ શ્રેષ્ઠ છે.
Copper ETF: જો તમે શેરબજારમાં રોકાણ કરો છો અને કઈક નવું શોધી રહ્યા છો, તો તમારે હવે 'તાંબા' (Copper) પર નજર દોડાવવાની જરૂર છે. દુનિયાભરના બજારોમાં તાંબાની ઓળખ ઝડપથી બદલાઈ રહી છે.
Copper ETF: જો તમે શેરબજારમાં રોકાણ કરો છો અને કઈક નવું શોધી રહ્યા છો, તો તમારે હવે 'તાંબા' (Copper) પર નજર દોડાવવાની જરૂર છે. દુનિયાભરના બજારોમાં તાંબાની ઓળખ ઝડપથી બદલાઈ રહી છે. અત્યાર સુધી તાંબાને માત્ર કન્સ્ટ્રક્શન કે ફેક્ટરીઓમાં વપરાતી સામાન્ય ધાતુ માનવામાં આવતી હતી, પરંતુ હવે તે 'સ્ટ્રેટેજિક એસેટ' બની ગયું છે.
આજે તાંબુ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા સેન્ટર્સ અને રિન્યુએબલ એનર્જી જેવા ભવિષ્યના મોટા બદલાવોની કરોડરજ્જુ બની ગયું છે. ચાલો જાણીએ કે શા માટે તાંબામાં રોકાણ કરવાનો ક્રેઝ વધ્યો છે અને ભારતીયો તેમાં કેવી રીતે પૈસા રોકી શકે છે.
કેમ વધી રહ્યો છે તાંબાનો ક્રેઝ?
ડિજિટલ દુનિયા અને ગ્રીન એનર્જી તરફના પ્રયાણે તાંબાની માંગમાં જબરદસ્ત વધારો કર્યો છે. પાવર ગ્રીડ હોય કે ઇલેક્ટ્રિક કાર, દરેક જગ્યાએ કોપરની જરૂર પડે છે. આ જ કારણ છે કે તાંબાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે અને કિંમતો 13,000 ડોલર પ્રતિ ટનને પાર પણ પહોંચી ગઈ હતી.
નિષ્ણાતોનું માનવું છે કે 2026 સુધીમાં ગ્લોબલ માર્કેટમાં તાંબાની અછત (Structural Shortage) જોવા મળી શકે છે. પહેલા બજારમાં એવી ચિંતા હતી કે તાંબુ વધી પડશે, પરંતુ હવે ચિત્ર બદલાયું છે અને લાંબા ગાળે તેની અછત સર્જાય તેવી શક્યતા છે.
શું તાંબુ 'નવા જમાનાનું સોનું' છે?
તાંબાની બદલાતી ભૂમિકાએ મોટા રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે. વેલ્થ એનરિચના ફાઉન્ડર અદ્વૈત અરોરાના જણાવ્યા મુજબ, હવે તાંબાને પરંપરાગત એસેટ ક્લાસ તરીકે જોવું જોઈએ. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે જો કોઈ રોકાણકાર તાંબામાં રસ ધરાવતો હોય, તો તેણે તેને માત્ર મેટલ નહીં, પરંતુ EV, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 'ન્યૂ ગોલ્ડ' તરીકે જોવું જોઈએ. આ મેટલ ભવિષ્યની ઇન્ડસ્ટ્રીઝનો સૌથી મહત્વનો હિસ્સો બનવા જઈ રહ્યું છે.
રોકાણ માટેના 3 બેસ્ટ વિકલ્પો (Copper ETFs)
જો તમે તાંબાની આ તેજીનો લાભ લેવા માંગતા હો, તો તમે કોપર ETF (Exchange Traded Funds) દ્વારા રોકાણ કરી શકો છો. જોકે, ભારતમાં હાલ કોપર માટે કોઈ સીધું ETF ઉપલબ્ધ નથી, પરંતુ ભારતીય રોકાણકારો ગ્લોબલ માર્કેટમાં નીચે મુજબના 3 પ્રમુખ ETF દ્વારા રોકાણ કરી શકે છે:
* Global X Copper Miners ETF (COPX): આ કેટેગરીમાં આ સૌથી મોટું અને જાણીતું ETF છે. તેની પાસે 5.83 અબજ ડોલરની સંપત્તિ છે. આ ફંડ દુનિયાભરની લગભગ 40 જેટલી કોપર માઈનિંગ (ખોદકામ કરતી) કંપનીઓમાં રોકાણ કરે છે. તેનો ખર્ચ (Expense Ratio) 0.65% છે.
*United States Copper Index Fund (CPER): જો તમારે કંપનીઓમાં નહીં પણ સીધા તાંબાના ભાવમાં થતી વધઘટનો લાભ લેવો હોય, તો આ ETF શ્રેષ્ઠ છે. તે કોપર ફ્યુચર્સને ટ્રેક કરે છે. છેલ્લા એક વર્ષમાં આ ફંડમાં રોકાણકારોને લગભગ 38% રિટર્ન મળ્યું છે.
*iShares Copper and Metals Mining ETF (ICOP): આ ETF થોડું વ્યાપક છે. તે માત્ર તાંબા પૂરતું સીમિત નથી પણ મેટલ માઈનિંગ ઇન્ડેક્સને ટ્રેક કરે છે. 2023માં લોન્ચ થયેલા આ ફંડમાં 2025માં લગભગ 78% જેટલું જંગી રિટર્ન જોવા મળ્યું છે.
ભારતીય રોકાણકારો કેવી રીતે રોકાણ કરી શકે?
જેમ આપણે વાત કરી કે ભારતમાં સીધું કોપર ETF નથી, તો ભારતીય રોકાણકારોએ Liberalised Remittance Scheme (LRS)નો ઉપયોગ કરવો પડે. આ સ્કીમ હેઠળ તમે અમેરિકા જેવા વિદેશી બજારોમાં રોકાણ કરવાની સુવિધા આપતા પ્લેટફોર્મ્સ (જેમ કે Vested, INDmoney વગેરે) દ્વારા આ ગ્લોબલ ETFsમાં રોકાણ કરી શકો છો.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
તાંબામાં રોકાણ કરવું આકર્ષક છે, પણ તેમાં જોખમ પણ રહેલું છે:
કરન્સી રિસ્ક: ડોલર સામે રૂપિયાના ભાવમાં થતા ફેરફારની અસર તમારા રિટર્ન પર પડે છે.
સાયક્લિકલ નેચર: તાંબુ સોનાની જેમ 'સેફ હેવન' નથી. જો આર્થિક મંદી આવે તો તાંબાની માંગ ઘટી શકે છે અને ભાવ તૂટી શકે છે.
સપ્લાય સાઈડ: નવી ખાણો શરૂ કરવામાં 10 વર્ષથી વધુ સમય લાગે છે, તેથી સપ્લાય અને ડિમાન્ડ વચ્ચે અસંતુલન રહેતું હોય છે, જેના કારણે ભાવમાં મોટી વધઘટ થઈ શકે છે.
ટૂંકમાં, જો તમે લાંબા ગાળાનું વિચારી રહ્યા હો અને થોડું જોખમ લેવાની તૈયારી હોય, તો ભવિષ્યની ટેકનોલોજીને ધ્યાનમાં રાખતા Copper ETF એક દમદાર વિકલ્પ સાબિત થઈ શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના અંગત વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યુઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.