Gold and Silver Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ભડકો! એક અઠવાડિયામાં સોનું 3320 રૂપિયા મોઘું થયું, જ્યારે ચાંદીમાં 35000નો રેકોર્ડબ્રેક ઉછાળો આવ્યો છે.
Gold and Silver Rate: જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. સોના-ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને છેલ્લા એક અઠવાડિયામાં કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. ચાલો જાણીએ આજે બજારમાં શું સ્થિતિ છે.
એક અઠવાડિયામાં સોનું-ચાંદી કેટલું મોઘું થયું?
દેશમાં સોનાના ભાવમાં વિકલી બેસિસ પર જોરદાર તેજી જોવા મળી છે. માત્ર એક જ અઠવાડિયામાં 24 કેરેટ સોનાના ભાવમાં 3320 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે 22 કેરેટ સોનું પણ પાછળ નથી, તેના ભાવમાં પણ 3050 રૂપિયાનો વધારો નોંધાયો છે.
બીજી તરફ, ચાંદીના ભાવમાં તો તોતિંગ ઉછાળો આવ્યો છે. એક અઠવાડિયામાં ચાંદીના ભાવમાં 35000 રૂપિયાનો વધારો થયો છે, જે રોકાણકારો માટે ખુશીના સમાચાર છે પણ ખરીદદારો માટે ચિંતાનો વિષય બની શકે છે.
આજે સોનાનો શું ભાવ છે? (18 જાન્યુઆરી 2026)
આજે એટલે કે 18 જાન્યુઆરી 2026 ના રોજ રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 143930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 131950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો, ત્યાં પણ સોનાનો હાજર ભાવ 4603.51 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો છે.
વિવિધ શહેરોમાં સોનાના આજના ભાવ (પ્રતિ 10 ગ્રામ)
દેશના મોટા શહેરોમાં સોનાના ભાવમાં થોડો ઘણો તફાવત જોવા મળે છે. નીચે મુજબ અલગ-અલગ શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ છે:
શહેર
22 કેરેટ સોનાનો ભાવ (રુપિયા)
24 કેરેટ સોનાનો ભાવ (રુપિયા)
દિલ્હી
1,31,950
1,43,930
મુંબઈ
1,31,800
1,43,780
અમદાવાદ
1,31,850
1,43,830
ચેન્નઈ
1,31,800
1,43,780
કોલકાતા
1,31,800
1,43,780
પુણે & બેંગલુરુ
1,31,800
1,43,780
જયપુર & લખનઉ
1,31,950
1,43,930
ભાવ વધવા પાછળનું કારણ શું?
સોના-ચાંદીના ભાવ વધવા પાછળ ગ્લોબલ ફેક્ટર્સ જવાબદાર છે. અમેરિકામાં મોંઘવારીના આંકડા નબળા આવ્યા છે, જેના કારણે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શક્યતા પાક્કી થઈ ગઈ છે. જ્યારે વ્યાજદર ઘટે છે, ત્યારે રોકાણકારો સોના અને ચાંદી જેવી 'સેફ એસેટ્સ' તરફ વળે છે, જેના કારણે ભાવમાં ઉછાળો આવે છે.
ચાંદીના ભાવમાં આગઝરતી તેજી
ચાંદીના ભાવે પણ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આજે 18 જાન્યુઆરીની સવારે ચાંદીનો ભાવ 2,95,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. વિદેશી બજારોમાં ચાંદીનો ભાવ 90.33 ડોલર પ્રતિ ઔંસ છે. વર્ષ 2026 માં અત્યાર સુધીમાં ઘરેલુ બજારમાં ચાંદીના ભાવમાં લગભગ 22.4% નો વધારો થઈ ચૂક્યો છે.