Dollar Vs Rupee: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક કડક નિર્ણય બાદ ભારતીય ચલણ રૂપિયા માં ડોલર સામે જોરદાર રિકવરી જોવા મળી છે. RBI દ્વારા બેંકોની નેટ ડોલર-રૂપિયા ઓપન પોઝિશન પર અંકુશ લગાવતા જ રૂપિયો મજબૂત થયો છે.
Dollar Vs Rupee: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક કડક નિર્ણય બાદ ભારતીય ચલણ રૂપિયા માં ડોલર સામે જોરદાર રિકવરી જોવા મળી છે. RBI દ્વારા બેંકોની નેટ ડોલર-રૂપિયા ઓપન પોઝિશન પર અંકુશ લગાવતા જ રૂપિયો મજબૂત થયો છે.
સોમવારે (30 માર્ચ) ભારતીય રૂપિયો તેજી સાથે ખુલ્યો હતો. ગત શુક્રવારે 27 માર્ચેS ડોલરનો ભાવ 94.81 પર બંધ થયો હતો, જેની સામે સોમવારે રૂપિયો 1.22 રૂપિયા (122 પૈસા) ના ઉછાળા સાથે 93.59 પ્રતિ ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો.
RBIનો નવો નિયમ શું છે?
રૂપિયામાં આવેલા આ ઉછાળા પાછળનું મુખ્ય કારણ RBIનો નવો આદેશ છે. શુક્રવારે મોડી રાત્રે, RBI એ તમામ બેંકોને નિર્દેશ આપ્યો હતો કે તેઓ દરરોજ કામકાજના અંત સુધીમાં ઓનશોર માર્કેટમાં તેમની નેટ ઓપન રૂપિયા પોઝિશન 100 મિલિયન ડોલર સુધી જ સીમિત રાખે. બેંકોએ આ નિયમનું પાલન 10 એપ્રિલ સુધીમાં કરવાનું રહેશે. આ નિયમનો મુખ્ય હેતુ સ્થાનિક બજારમાં ડોલરનું વેચાણ વધારીને રૂપિયાના સતત થઈ રહેલા ઘટાડાને રોકવાનો છે.
શું છે આર્બિટ્રેજ ટ્રેડની રમત?
અત્યાર સુધી બેંકો આર્બિટ્રેજ ટ્રેડ દ્વારા નફો કમાઈ રહી હતી. જેમાં તેઓ ઓનશોર માર્કેટમાંથી ડોલર ખરીદીને તેને NDF (નોન-ડિલિવરેબલ ફોરવર્ડ) માર્કેટમાં ઊંચા ભાવે વેચતા હતા. ઈરાન યુદ્ધની વધતી અસ્થિરતા, રોકાણકારોમાં ડર અને ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે આ બંને માર્કેટ વચ્ચેનો તફાવત (Spread) ઘણો વધી ગયો હતો. માર્કેટના નિષ્ણાતોનું અનુમાન છે કે બેંકોની આવી પોઝિશનનો આકાર 25 બિલિયન ડોલરથી લઈને 50 બિલિયન ડોલર કરતા પણ વધુ હોઈ શકે છે. પરંતુ હવે RBI ના આદેશ બાદ બેંકોએ આ પોઝિશન ખતમ કરવાની શરૂઆત કરી દીધી છે.
માર્ચ મહિનામાં રૂપિયાની હાલત ખરાબ હતી
માર્ચ મહિનામાં ભારતીય રૂપિયા પર ભારે દબાણ જોવા મળ્યું હતું. શુક્રવાર સુધીમાં તેમાં 4%થી વધુનો ઘટાડો નોંધાયો હતો, જે છેલ્લા 7 વર્ષમાં રૂપિયાનું સૌથી ખરાબ માસિક પ્રદર્શન છે. માત્ર શુક્રવારે જ રૂપિયો 1% તૂટીને 94.8125 પર આવી ગયો હતો, અને એક સમયે તેણે 94.84ની ઐતિહાસિક નીચલી સપાટી પણ બનાવી દીધી હતી.
બેંકોને થઈ શકે છે મોટું નુકસાન
RBI રૂપિયાને સપોર્ટ આપવા અને તેનો ઘટાડો રોકવા માટે ઓનશોર અને NDF બંને માર્કેટમાં ખૂબ એક્ટિવ છે. એક પ્રાઇવેટ બેંકના કરન્સી ટ્રેડરે જણાવ્યું હતું કે, "ડોલર/રૂપિયાના ભાવમાં કોઈપણ ઘટાડો થશે તો આયાતકારો (Importers) તરફથી તરત જ ખરીદી નીકળશે. બેંકો સતત પોતાની પોઝિશન ઘટાડી રહી છે, તેથી આ ક્યાં જઈને અટકશે તે કહેવું મુશ્કેલ છે."
ટ્રેડર્સ એ પણ નોંધ્યું છે કે બેંકોએ હવે મજબૂરીમાં પોતાની પોઝિશન ખતમ કરવી પડી રહી છે. જે સ્પ્રેડ પર તેમણે શરૂઆત કરી હતી, તેના કરતા અત્યારે માર્કેટની સ્થિતિ અલગ હોવાથી બેંકોને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.