સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ: ચાંદીમાં એક જ દિવસમાં 12,700નો કડાકો, સોનું પણ સસ્તું થયું - જાણો લેટેસ્ટ ભાવ | Moneycontrol Gujarati
Get App

સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ: ચાંદીમાં એક જ દિવસમાં 12,700નો કડાકો, સોનું પણ સસ્તું થયું - જાણો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Crash: સોના અને ચાંદીના ભાવમાં આજે ઐતિહાસિક કડાકો બોલાયો છે. ચાંદી 12,700 અને સોનું 3,200થી વધુ તૂટ્યું છે. જાણો 22 જાન્યુઆરી 2026ના આજના લેટેસ્ટ ભાવ અને આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ.

અપડેટેડ 10:32:42 AM Jan 22, 2026 પર
Story continues below Advertisement
Gold Silver Price Crash: સોના અને ચાંદીના ભાવમાં આજે ઐતિહાસિક કડાકો બોલાયો છે. ચાંદી 12,700 અને સોનું 3,200થી વધુ તૂટ્યું છે.

Silver Price Drop: છેલ્લા કેટલાક સમયથી રોકેટ ગતિએ ભાગી રહેલા સોના અને ચાંદીના ભાવમાં આજે અચાનક મોટી બ્રેક લાગી છે. જો તમે દાગીના ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ગુરુવારે, 22 જાન્યુઆરી, 2026ના રોજ ભારતીય વાયદા બજાર એટલે કે MCX પર સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓમાં ઐતિહાસિક કડાકો જોવા મળ્યો છે. રોકાણકારો દ્વારા કરવામાં આવેલી નફા વસૂલી અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાયેલા સમીકરણોને કારણે ભાવ ધડામ દઈને નીચે પટકાયા છે.

ચાંદીમાં 12,700થી વધુનો જંગી ઘટાડો

આજે ચાંદીના ભાવમાં જે ઘટાડો જોવા મળ્યો છે તે ખરેખર ચોંકાવનારો છે. વાયદા બજારમાં ચાંદીના ભાવમાં એક જ દિવસમાં હજારો રૂપિયાનું ગાબડું પડ્યું છે.

ગઈકાલનો ભાવ: બુધવારે ચાંદીનો વાયદો 3,18,492 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

આજની સ્થિતિ: આજે બજાર ખુલ્યું ત્યારે ભાવ 3,19,843 હતો, પરંતુ ખુલતાની સાથે જ જબરદસ્ત વેચવાલી આવી.


કેટલો ઘટાડો?: દિવસ દરમિયાન ભાવ ગગડીને 3,05,753ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આમ, ગઈકાલના બંધ ભાવની સામે ચાંદીમાં સીધો 12,700થી વધુનો કડાકો બોલાયો છે. હાલમાં ચાંદી અંદાજે 11,640ના ઘટાડા સાથે 3,06,852 આસપાસ ટ્રેડ કરી રહી છે.

સોનું પણ 3,200થી વધુ તૂટ્યું

માત્ર ચાંદી જ નહીં, સોનાના ભાવમાં પણ મોટી નરમાઈ જોવા મળી છે. રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચેલું સોનું આજે સસ્તું થયું છે.

ગઈકાલનો ભાવ: બુધવારે સોનાનો વાયદો 1,52,862 પ્રતિ 10 ગ્રામ પર હતો.

આજનો ઘટાડો: આજે બજાર ખુલતાની સાથે જ ભાવ ઘટવા લાગ્યા હતા અને ઈન્ટ્રા-ડે (દિવસ દરમિયાન) ભાવ 1,48,777 સુધી નીચે જઈ આવ્યો હતો.

વર્તમાન સ્થિતિ: સોનામાં લગભગ 3,200થી વધુનો ઘટાડો નોંધાયો છે. હાલ સોનું 3,239 ના ઘટાડા સાથે 1,49,623 ના લેવલ પર કારોબાર કરી રહ્યું છે.

1 Gold Silver Price Crash 1

આ અચાનક કડાકો કેમ બોલાયો? જાણો મુખ્ય કારણ

બજારના જાણકારોના મતે, આ ઘટાડા પાછળ માત્ર સ્થાનિક નહીં પણ આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર છે.

ભૂ-રાજકીય તણાવ ઘટ્યો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડના મુદ્દે યુરોપિયન દેશો પર જે ટેરિફ (ટેક્સ) લગાવ્યા હતા, તે પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. આ સમાચારને કારણે વૈશ્વિક સ્તરે તણાવ ઘટ્યો છે.

પ્રોફિટ બુકિંગ: સામાન્ય રીતે જ્યારે યુદ્ધ કે તણાવ જેવી સ્થિતિ હોય ત્યારે લોકો સોનામાં રોકાણ કરે છે, પરંતુ તણાવ ઘટતા જ રોકાણકારોએ નફો કમાવવા માટે વેચવાલી શરૂ કરી દીધી છે. આને કારણે ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

આમ, છેલ્લા કેટલાક દિવસોની એકતરફી તેજી બાદ આજે બજારમાં આવેલો આ ઘટાડો ગ્રાહકો માટે થોડી રાહત લઈને આવ્યો છે, જ્યારે ઉંચા ભાવે ખરીદી કરનારા રોકાણકારોમાં થોડી ચિંતા પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો- US-India Trade Deal: મોદી ‘સારા દોસ્ત’ પણ ભારત સાવધાન! ટ્રમ્પની વાતોમાં આવ્યા વિના ટ્રેડ ડીલ પર ફૂંકી-ફૂંકીને પગલાં ભરતી સરકાર

MoneyControl News

MoneyControl News

First Published: Jan 22, 2026 10:32 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.