ટ્રમ્પની જાહેરાત બાદ સોનું રેકોર્ડ ઊંચાઈએ, જાણો આગળ શું થશે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી ટ્રેડ વોરની શરૂઆત કરી દીધી છે, જેના પગલે 3 એપ્રિલ, ગુરુવારે સોનાના ભાવે ઈતિહાસ રચ્યો. વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા અને ટ્રેડ વોરની શક્યતાએ રોકાણકારોને સોના તરફ વાળ્યા, જેનાથી સોનાના ભાવ નવી ટોચે પહોંચ્યા. પરંતુ હવે આગળ શું થશે? ચાલો જાણીએ.
ટેરિફના ઉપયોગ અંગે અર્થશાસ્ત્રીઓમાં મતભેદ છે. કેટલાક માને છે કે દેશના ઉદ્યોગોને બચાવવા અને વેપારી અસંતુલન દૂર કરવા ટેરિફ જરૂરી છે, જ્યારે અન્ય તેને નુકસાનકારક ગણાવે છે. તેનાથી લાંબા ગાળે ભાવ વધી શકે છે અને ટેરિફની કોમ્પિટિશન ટ્રેડ વોરને જન્મ આપી શકે છે. આવી સ્થિતિમાં ગભરાટ વધશે તો સોનાની ખરીદી પણ તેજ થશે. આ યુદ્ધ સોના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું
સ્પોટ ગોલ્ડ: $3,145.93 (0.4%નો વધારો)
દિવસનો ટોપ: $3,167.57 (અત્યાર સુધીની સૌથી ઊંચી કિંમત)
અમેરિકી ગોલ્ડ ફ્યુચર્સ: $3,170.70 પ્રતિ ઔંસ પર બંધ