ટ્રમ્પનો મોટો નિર્ણય: ભારત પર 26% ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ, ચીન-યુરોપ પણ નિશાને
Trump tariffs india: વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાંથી ટ્રમ્પે કહ્યું, "અન્ય દેશો દાયકાઓથી અમેરિકાને લૂંટતા આવ્યા છે. હવે આ બંધ થશે. 2 એપ્રિલ હવે અમેરિકાના 'લિબરેશન ડે' તરીકે યાદ રહેશે." આ યોજના હેઠળ, 5 એપ્રિલથી તમામ દેશો પર 10%નો આધાર ટેરિફ લાગુ થશે, જ્યારે 9 એપ્રિલથી દેશ-વિશિષ્ટ વધારાના શુલ્ક શરૂ થશે.
વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાંથી ટ્રમ્પે કહ્યું, "અન્ય દેશો દાયકાઓથી અમેરિકાને લૂંટતા આવ્યા છે.
Trump tariffs india: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન અને અન્ય મોટા ટ્રેડી ભાગીદાર દેશો પર નવા આયાત શુલ્ક (ઈમ્પોર્ટ ડ્યૂટી) લાદવાની જાહેરાત કરી છે. આ નવા ટેરિફને તેમણે "ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ" ગણાવ્યા છે, જેનો અર્થ એ છે કે અન્ય દેશો અમેરિકા પર જેટલું ટેક્સ લગાવે છે, તેના જવાબમાં અમેરિકા પણ ટેક્સ લગાવશે, પરંતુ થોડો ઓછો. ટ્રમ્પે જણાવ્યું કે ભારત પર 26%, ચીન પર 34%, યુરોપિયન યુનિયન પર 20%, જાપાન પર 24% અને યુનાઇટેડ કિંગડમ પર 10% ટેરિફ લાગુ થશે.
"લિબરેશન ડે" શું છે?
વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાંથી ટ્રમ્પે કહ્યું, "અન્ય દેશો દાયકાઓથી અમેરિકાને લૂંટતા આવ્યા છે. હવે આ બંધ થશે. 2 એપ્રિલ હવે અમેરિકાના 'લિબરેશન ડે' તરીકે યાદ રહેશે." આ યોજના હેઠળ, 5 એપ્રિલથી તમામ દેશો પર 10%નો આધાર ટેરિફ લાગુ થશે, જ્યારે 9 એપ્રિલથી દેશ-વિશિષ્ટ વધારાના શુલ્ક શરૂ થશે.
ટ્રમ્પની આ જાહેરાત ભારત માટે આંચકારૂપ બની શકે છે. ભારત અને અમેરિકા વચ્ચેનો ટ્રેડ છેલ્લા દાયકામાં સતત વધ્યો છે. ફાર્મા, ઓટો, ટેક્સટાઇલ અને કેમિકલ જેવા ક્ષેત્રો અમેરિકામાં મોટા પ્રમાણમાં નિકાસ કરે છે. 26% ટેરિફથી આ ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા ઘટી શકે છે.
પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ભારત પર અસર લિમિટેડ રહેશે. ભારતનો નિકાસ-જીડીપી રેશિયો માત્ર 2.2% છે, જ્યારે વિયતનામ જેવા દેશોનો 25.1% છે. ભારત હવે નિકાસમાં વૈવિધ્યકરણ (ડાઇવર્સિફિકેશન) પર ધ્યાન આપી રહ્યું છે, એટલે કે નવા બજારો શોધવા, મૂલ્યવર્ધિત ઉત્પાદનો વેચવા અને અમેરિકા સિવાયના ટ્રેડી માર્ગો તૈયાર કરવા.
કયા ક્ષેત્રોને નુકસાન થશે?
રિસર્ચ એજન્સીઓ જેમ કે સિટી અને મોર્ગન સ્ટેનલીના જણાવ્યા પ્રમાણે, નીચેના ક્ષેત્રોને વધુ અસર થશે:
-ફાર્માસ્યુટિકલ્સ:અમેરિકા ભારતીય દવાઓનું સૌથી મોટું બજાર છે ($8 બિલિયન).
-જેમ્સ અને જ્વેલરી: $8.5 બિલિયનની નિકાસ.
-પ્રોસેસ્ડ ફૂડ અને સી-ફૂડ: $2.58 બિલિયન.
-ઓટો પાર્ટ્સ, ટેક્સટાઇલ, કેમિકલ્સ: આ ઉત્પાદનો પર સીધી અસર થઈ શકે છે.
ભારતની તૈયારી શું છે?
ભારત અમેરિકા સાથે ટ્રેડ સમજૂતીની તૈયારી કરી રહ્યું છે. નવી પોલીસી દ્વારા બિન-ટેરિફ અવરોધોને સમજવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમેરિકાને સંરક્ષણ, ઊર્જા, ટેક્નોલોજી અને મેડિકલ ક્ષેત્રે વધુ ખરીદીની ઓફર કરવામાં આવશે. 'મેક ઇન ઇન્ડિયા' દ્વારા ભારત અમેરિકા માટે ચીનના વિકલ્પ તરીકે ઉભરવાની તૈયારી કરી રહ્યું છે.
શું ભારતને ફાયદો પણ થશે?
કેટલાક નિષ્ણાતો માને છે કે આ નિર્ણયથી ભારતને "ટ્રેડ ડાઇવર્ઝન"નો લાભ મળી શકે છે, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મા અને ટેક્સટાઇલ્સ જેવા ક્ષેત્રોમાં.
ટ્રમ્પનો ઉદ્દેશ શું છે?
ટ્રમ્પનું કહેવું છે કે આ પગલું અમેરિકી ઉદ્યોગોને ફરી મજબૂત કરવા માટે જરૂરી છે. તેમણે કહ્યું, "અમે અમારી નોકરીઓ, ઉદ્યોગો અને નાના વ્યવસાયો પાછા લાવીશું અને અમેરિકાને ફરી સમૃદ્ધ બનાવીશું."
ભારતનું આગળનું પગલું?
ભારત સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ પાસે 5 એપ્રિલ પહેલાં કોઈ અસ્થાયી સમજૂતીનો પ્રયાસ કરવાનો સમય છે. ભારત WTO અથવા દ્વિપક્ષીય સ્તરે વાતચીત કરી શકે છે.
શું અમેરિકા એકમાત્ર દેશ છે?
ના, ચીન અને યુરોપિયન યુનિયન પણ અમેરિકાના ટેરિફનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યા છે. હવે ભારત કઈ રણનીતિ અપનાવે છે તે જોવું રહ્યું.
ટ્રમ્પના આ ટેરિફ નિર્ણયથી ગ્લોબલ ટ્રેડ વોરનો ખતરો વધ્યો છે. ભારત પર તેની અસર થશે, પરંતુ સમજદાર નીતિ અને નવી ભાગીદારીઓથી ભારત આ સંકટને તકમાં બદલી શકે છે. હવે ભારતની ચાલ પર સૌની નજર છે.