Gold Rate Today: 04 નવેમ્બરની સવારે સોનાના ભાવમાં (Silver Price Today) નોંધપાત્ર ઘટાડો થયો હતો. એમસીએક્સ પર, 5 ડિસેમ્બરના રોજ સમાપ્ત થઈ રહેલું સોનું સવારના કારોબારમાં 0.45 ટકાના ઘટાડા સાથે ₹78,516 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું. સોનાની સાથે ચાંદીમાં પણ ઘટાડો, જાણો કેટલો.
ચાંદીની વાત કરીએ તો, આ સમયગાળા દરમિયાન, એમસીએક્સ (Silver Price Today) પર 5 ડિસેમ્બરે સમાપ્ત થતી ચાંદી પણ 0.45 ટકા ઘટીને ₹95,051 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી હતી.
વૈશ્વિક બજારની વાત કરીએ તો COMEX પર સોનાની કિંમત 0.09 ટકા ઘટીને 2751.90 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. ચાંદી 0.78 ટકા ઘટીને 32.935 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી હતી.
દિલ્હીમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 73,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો દર આજે 80,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં 22 કેરેટ સોનું 73,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનું 80,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.