ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ સોમવારે જણાવ્યું હતું કે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ કસ્ટમર્સની માંગને પગલે ચાંદી અને ચાંદીની વસ્તુઓ માટે ફરજિયાત હોલમાર્કિંગ લાદવાનું વિચારવું જોઈએ. 78મા BIS ફાઉન્ડેશન ડે ફંક્શનમાં બોલતા જોશીએ કહ્યું કે ચાંદીના હોલમાર્કિંગ માટે કસ્ટમર્સની માંગ છે. મંત્રીએ કહ્યું કે તમે (BIS) સમજી-વિચારીને નિર્ણય લઈ શકો છો.