દિવાળી અને ધનતેરસ પહેલા સોના-ચાંદી ખરીદવાનું શુભ મુહૂર્ત એટલે પુષ્ય નક્ષત્ર, આજથી આ નક્ષત્રની શરૂઆત થઈ છે અને આવતીકાલે 12 વાગ્યા સુધી આ શુભ નક્ષત્ર રહેશે. આ વર્ષે સોના-ચાંદીના ભાવ જે રીતે આસમાને પહોંચ્યા છે, લોકોમાં સોના-ચાંદીની ખરીદીનો ઉત્સાહ કેવો છે તે અંગે ચર્ચા કરીએ.
આજે સવારે 11:54 થી બપોરે 1:33 મિનિટ સુધી છે. ત્યાર બાદ બપોરે 3 વાગ્યાથી સાંજે 4:26 મિનિટ સુધી છે. ત્યાર બાદ સાંજે 7 વાગી 26 મિનિટથી રાત્રે 9 વાગ્યા સુધી છે અને આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી રહેશે.
બોમ્બે જ્વેલર્સ અસોસિએશનના રાષ્ટ્રીય પ્રવક્તા કુમાર જૈનનું કહેવુ છે કે આજે સોના-ચાંદીના ગ્રે માર્કેટમાં ભાવ સોનું ₹1,29,000 છે. જ્યારે ચાંદીનો ભાવ ₹1,80,000 છે. અને ગ્રાહકોની ખરીદી વધારે છે. હાલ બધાને એક્ટ્રેસન સોનું-ચાંદી લેવા માટે ઉત્સાહી છે. સોનું-ચાંદી ₹2,00,000 સુધી પહોંચશે. ચાંદી દિવાળી સુધીમાં ₹2,00,000 પહોંચી જશે. તો સોનું એપ્રિલ-મે સુધીમાં ₹2,00,000 એ પહોંચી જશે એટલી તેજી છે. લોકોના મગજમાં બેસી ગયુ છે કે સોનાના ભાવમાં વધારો થશે.
કુમાર જૈનનું કહેવુ છે કે હાલ બધુ સોનું 22 કેરેટ પર ચાલે છે. ઓછા હોલ માર્કિંગ પર ખરીદી નથી કરતા. ઝવેરાત માટે બધી ડિઝાઈન રાખી છે. ચાંદી માટે લોકો એક કિલો, 3 કિલોના ભાવે લોકો ખરીદી કરી રહ્યા છે.