Rupee Fall Today: ડોલર સામે રૂપિયો પસ્ત! 28 પૈસા તૂટીને 95.64 ના ઐતિહાસિક સ્તરે પહોંચ્યો | Moneycontrol Gujarati
Get App

Rupee Fall Today: ડોલર સામે રૂપિયો પસ્ત! 28 પૈસા તૂટીને 95.64 ના ઐતિહાસિક સ્તરે પહોંચ્યો

બુધવારે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં અમેરિકી ડોલર સામે રૂપિયો 28 પૈસા તૂટીને 95.64 ના સ્તરે પહોંચ્યો. મિડલ ઈસ્ટનો તણાવ, મોંઘુ ક્રૂડ અને અમેરિકાના નવા ટેક્સની રૂપિયા પર પડી સીધી અસર.

અપડેટેડ 12:03:02 PM Jun 03, 2026 પર
Story continues below Advertisement
ફોરેક્સ ટ્રેડર્સને આશા છે કે રૂપિયામાં આટલી મોટી અસ્થિરતા રોકવા માટે રિઝર્વ બેંક માર્કેટમાં ડોલર વેચીને દખલગીરી કરશે. હ

Rupee Fall Today: ભારતીય ચલણ રૂપિયામાં બુધવારે મોટો કડાકો જોવા મળ્યો છે. અમેરિકી ડોલરની મજબૂતી અને વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવની સીધી અસર ભારતીય કરન્સી પર પડી છે. આજે રૂપિયો ડોલર સામે 28 પૈસા તૂટીને 95.64 ના સ્તરે પહોંચી ગયો છે, જે આયાતકારો માટે ચિંતાનો વિષય છે.

બજાર ખુલતાની સાથે જ રૂપિયામાં દબાણ

ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં આજે સવારે રૂપિયો 19 પૈસાની નબળાઈ સાથે 95.43 ના સ્તરે ખુલ્યો હતો. જોકે ટ્રેડિંગનો સમય આગળ વધતા તેમાં ભારે દબાણ આવ્યું અને તે 95.64 પર પહોંચી ગયો. અગાઉ મંગળવારે પણ રૂપિયો 17 પૈસા તૂટીને 95.36 પર બંધ થયો હતો.

રૂપિયો કેમ ગગડ્યો? જાણો 4 મુખ્ય કારણો

આજના આ કડાકા પાછળ વૈશ્વિક બજારના 4 મોટા કારણો જવાબદાર છે:


અમેરિકાનો નવો ટેક્સ (ટેરિફ) પ્રસ્તાવ

અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ દ્વારા ભારત અને અન્ય 53 દેશો પર બળજબરીથી મજૂરીના મામલે 12.5% એક્સ્ટ્રા ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવાનો પ્રસ્તાવ મુકાયો છે. આ સમાચારે કરન્સી માર્કેટમાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ બગાડી નાખ્યું છે.

મિડલ ઈસ્ટમાં યુદ્ધનો તણાવ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો અટકી ગઈ છે. ઈરાન દ્વારા બહેરીન અને કુવૈત તરફ મિસાઈલ હુમલા કરાયા હોવાના અહેવાલો છે, જેને અમેરિકન સેનાએ નિષ્ફળ કર્યા છે. આ ભૌગોલિક તણાવે રૂપિયા પર દબાણ વધાર્યું છે.

કાચા તેલના ભાવમાં ભડકો

યુદ્ધની સ્થિતિને કારણે સતત ત્રીજા દિવસે કાચા તેલના ભાવ વધ્યા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 1% વધીને 97 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયું છે. ભારત પોતાની જરૂરિયાતનું 80% ક્રૂડ આયાત કરે છે. મોંઘા ક્રૂડને લીધે ભારતનું ઈમ્પોર્ટ બિલ વધશે અને કરંટ એકાઉન્ટ ડેફિસિટ પણ વધવાની ચિંતા છે.

વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી

વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી સતત ફંડ પાછું ખેંચી રહ્યા છે. પ્રોવિઝનલ ડેટા મુજબ, મંગળવારે તેમણે 800 મિલિયન ડોલરથી વધુના શેર વેચ્યા. અગાઉ 1 જૂને પણ 403.3 મિલિયન ડોલરના શેર વેચ્યા હતા, જોકે સામે 2.7 મિલિયન ડોલરના બોન્ડ ખરીદ્યા હતા.

એશિયન કરન્સીની સ્થિતિ ખરાબ

માત્ર ભારત જ નહીં, મોટાભાગની એશિયન કરન્સીમાં આજે ઘટાડો નોંધાયો છે. ઇન્ડોનેશિયન રૂપિયો તો તૂટીને તેના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો છે. અન્ય માર્કેટ ઇન્ડિકેટર્સની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સ 99.21 પર છે અને 10 વર્ષની US ટ્રેઝરી યીલ્ડ 4.46% પર ટ્રેડ કરી રહી છે.

હવે RBI ની એક્શન પર નજર

ફોરેક્સ ટ્રેડર્સને આશા છે કે રૂપિયામાં આટલી મોટી અસ્થિરતા રોકવા માટે રિઝર્વ બેંક માર્કેટમાં ડોલર વેચીને દખલગીરી કરશે. હવે આખું બજાર 5 જૂને આવનારા RBI મોનેટરી પોલિસીના નિર્ણય પર નજર રાખી રહ્યું છે.

ફિનરેક્સ ટ્રેઝરી એડવાઇઝર્સ LLPના હેડ અનિલ કુમાર ભણસાલીના જણાવ્યા મુજબ, મોટાભાગના અર્થશાસ્ત્રીઓ માને છે કે RBI વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં કરે. પરંતુ વેસ્ટ એશિયાની ઘટનાઓ અને મોંઘા ક્રૂડને કારણે રિઝર્વ બેંક મોંઘવારી અંગે શું ટિપ્પણી કરે છે, તે જોવું સૌથી મહત્વનું રહેશે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

આ પણ વાંચો-Share Market Crash: સેન્સેક્સ 900 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી ધડામ, જાણો શેરબજારમાં આવેલા ભૂકંપના 5 મુખ્ય કારણો

MoneyControl News

MoneyControl News

First Published: Jun 03, 2026 12:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.