Silver Price: ઘરેણાંની માંગ નહીં, પણ આ ખાસ કારણથી ચાંદીના ભાવ આસમાને! એક્સપર્ટ્સની ચેતવણી જરૂર વાંચો | Moneycontrol Gujarati
Get App

Silver Price: ઘરેણાંની માંગ નહીં, પણ આ ખાસ કારણથી ચાંદીના ભાવ આસમાને! એક્સપર્ટ્સની ચેતવણી જરૂર વાંચો

Silver Price News: 2025 બાદ 2026માં પણ ચાંદીના ભાવ રેકોર્ડ તોડી રહ્યા છે. જોકે, આ તેજી પાછળનું કારણ જ્વેલરી ડિમાન્ડ નથી. જાણો ચાંદીમાં કેમ આવી રહી છે ભયંકર તેજી અને એક્સપર્ટે રોકાણકારોને શું સલાહ આપી છે.

અપડેટેડ 10:20:54 AM Jan 08, 2026 પર
Story continues below Advertisement
Silver Rate in India: ચાંદીના ભાવ (Silver Price) હાલના સમયમાં જે રીતે વધી રહ્યા છે, તેણે બધાને ચોંકાવી દીધા છે.

Silver Rate in India: ચાંદીના ભાવ (Silver Price) હાલના સમયમાં જે રીતે વધી રહ્યા છે, તેણે બધાને ચોંકાવી દીધા છે. વર્ષ 2025માં ચાંદીમાં ઐતિહાસિક તેજી જોવા મળી હતી અને હવે 2026માં પણ આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. સામાન્ય રીતે તહેવારો કે લગ્નની સીઝનમાં સોના-ચાંદીના ભાવ વધતા હોય છે, પરંતુ અત્યારે ચાંદીના ભાવ વધવા પાછળનું કારણ જ્વેલરી કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ નથી.

તો પછી સવાલ એ થાય છે કે ચાંદી આટલી મોંઘી કેમ થઈ રહી છે? ચાલો જાણીએ આ તેજી પાછળનું અસલી કારણ અને માર્કેટ એક્સપર્ટ્સ શું માની રહ્યા છે.

જ્વેલરી નહીં, પણ રોકાણકારો વધારી રહ્યા છે ભાવ

તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે બજારમાં જ્વેલરી કે ચાંદીના વાસણોની માંગ ધીમી પડી છે. તેમ છતાં ભાવ આસમાને છે. આનું મુખ્ય કારણ ઇન્વેસ્ટમેન્ટ બાઈંગ છે. રોકાણકારો અત્યારે જબરદસ્ત રીતે ચાંદી ખરીદી રહ્યા છે. આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2025માં ભારતે લગભગ 7,000 ટન ચાંદીની આયાત કરી હતી. રોકાણકારો 'પેપર સિલ્વર' જેમ કે ETF અને ફિઝિકલ સિલ્વર ચાંદીની લગડીઓ બંને રીતે મોટા પાયે પૈસા લગાવી રહ્યા છે, જેના કારણે ભાવ સતત ઉપર જઈ રહ્યા છે.

WhatsApp Image 2026-01-07 at 8.41.37 PM


ચાંદીએ આપ્યું બમ્પર રિટર્ન

જો આપણે રિટર્નની વાત કરીએ તો ચાંદીએ સોના કરતા પણ દમદાર વળતર આપ્યું છે. ભલે બુધવારે MCX પર ચાંદીના ભાવમાં લગભગ 6,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હોય અને ભાવ 2.52 લાખ રૂપિયા પ્રતિ કિલોની આસપાસ હોય, પણ લાંબા ગાળાનો નફો ચોંકાવનારો છે.

* છેલ્લા 1 અઠવાડિયામાં: લગભગ 15% નો વધારો.

* છેલ્લા 1 મહિનામાં: 40% જેટલી મોટી તેજી.

* વર્ષ 2026 ની શરૂઆતથી: અત્યાર સુધીમાં 13% નો ઉછાળો.

* આખું વર્ષ 2025: ચાંદીના ભાવમાં 148% નો જબરદસ્ત વધારો નોંધાયો હતો.

મોટા રોકાણકારોનો રસ વધ્યો

Metals Focusના સાઉથ એશિયાના પ્રિન્સિપલ કન્સલ્ટન્ટ ચિરાગ શેટ્ટીના જણાવ્યા મુજબ, ભાવ ઓલ-ટાઈમ હાઈ હોવા છતાં ખરીદીનો ઉત્સાહ ઓછો થયો નથી. ખાસ કરીને હાઈ નેટવર્થ (HNI) અને અલ્ટ્રા હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર્સ 15 કિલો અને 30 કિલોના ચાંદીના મોટા બાર (Silver Bars) ખરીદી રહ્યા છે. આ દર્શાવે છે કે અમીર રોકાણકારો ચાંદીને લાંબા ગાળાના મજબૂત એસેટ તરીકે જોઈ રહ્યા છે. આ ઉપરાંત સિલ્વર ETF માં પણ સતત નાણાં આવી રહ્યા છે.

એક્સપર્ટ્સની લાલબત્તી: સસ્તા વિકલ્પોનું જોખમ

ચાંદીના આસમાને પહોંચેલા ભાવ ભવિષ્યમાં મુશ્કેલી પણ સર્જી શકે છે. ચિરાગ શેટ્ટીએ ચેતવણી આપતા કહ્યું છે કે જો ચાંદી ખૂબ મોંઘી થઈ જશે, તો ઇન્ડસ્ટ્રીઝ તેના વિકલ્પો શોધવાનું શરૂ કરી દેશે. ઉદ્યોગો કોપર (તાંબુ) કે નિકલ જેવી સસ્તી ધાતુઓ તરફ વળી શકે છે. સોલાર સેક્ટરમાં પણ સિલ્વર પેસ્ટ અને પાવડરના સસ્તા વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે. આ 'સબ્સ્ટીટ્યુશન ઇફેક્ટ' લાંબા ગાળે ચાંદીની માંગ ઘટાડી શકે છે.

માર્ચ મહિના સુધી રહેવું પડશે સાવધાન

ગ્લોબલ પોલિસી અને અમેરિકાના નિર્ણયો ચાંદીના ભાવ પર મોટી અસર કરશે. અમેરિકામાં આવનારા સમયમાં Section 232 ટેરિફ અને ટ્રેડ પોલિસીમાં ફેરફાર થઈ શકે છે, જેની અસર માર્ચ મહિના સુધીમાં જોવા મળશે. તેથી જે રોકાણકારો અત્યારે એન્ટ્રી લેવા માંગે છે તેમણે થોડી સાવધાની રાખવી જરૂરી છે.

હોલમાર્કિંગની તાતી જરૂરિયાત

ભારતીય બજારમાં ચાંદીની શુદ્ધતા હજુ પણ એક મોટો પ્રશ્ન છે. એક્સપર્ટ્સનું માનવું છે કે હવે ચાંદીના ભાવ સોનાની જેમ વધી રહ્યા છે, ત્યારે ગ્રાહકોના હિત માટે ગોલ્ડની જેમ ચાંદીમાં પણ 'ફરજિયાત હોલમાર્કિંગ' હોવું જોઈએ. હાલમાં ચાંદીનું માર્કેટ ઘણું અનઓર્ગેનાઈઝડ છે, જેને સુધારવાની જરૂર છે.

આ પણ વાંચો- Union Budget 2026: ભારત બનશે AI પાવરહાઉસ? બજેટમાં સરકાર ગ્લોબલ રોકાણકારો માટે કરી શકે છે મોટી જાહેરાત

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર સમાચાર અને એક્સપર્ટના મંતવ્યો પર આધારિત છે. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લેવી.)

MoneyControl News

MoneyControl News

First Published: Jan 08, 2026 10:20 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.