Union Budget 2026: ભારત બનશે AI પાવરહાઉસ? બજેટમાં સરકાર ગ્લોબલ રોકાણકારો માટે કરી શકે છે મોટી જાહેરાત | Moneycontrol Gujarati
Get App

Union Budget 2026: ભારત બનશે AI પાવરહાઉસ? બજેટમાં સરકાર ગ્લોબલ રોકાણકારો માટે કરી શકે છે મોટી જાહેરાત

Union Budget 2026માં સરકાર Artificial Intelligence અને Data Centers માટે નવી પોલિસી લાવી શકે છે. Google અને Amazonના જંગી રોકાણ બાદ હવે સરકારનો પ્લાન શું છે અને ઇન્ડસ્ટ્રીની શું માંગ છે? વાંચો વિગતે રિપોર્ટ.

અપડેટેડ 07:28:31 PM Jan 07, 2026 પર
Story continues below Advertisement
રકાર એક વ્યાપક AI ઇકોસિસ્ટમ વિકસાવવા માંગે છે, જેથી ભારતમાં ઇનોવેશનને વેગ મળે અને સ્ટાર્ટઅપ્સને મદદ મળી રહે. આ ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય લોકોના ફાયદા માટે થાય તે દિશામાં સરકાર વિચારી રહી છે.

Union Budget 2026: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી 1 ફેબ્રુઆરીના રોજ તેમનું 9મું Union Budget રજૂ કરવા જઈ રહ્યા છે. આ વખતે બજેટમાં સરકારનું ખાસ ફોકસ 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' (AI) અને ડેટા સેન્ટર્સ પર રહેવાની પૂરી શક્યતા છે. મનીકંટ્રોલના અહેવાલ મુજબ, સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય AI ઇકોસિસ્ટમમાં ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ખેંચી લાવવાનો છે.

AI અને ડેટા સેન્ટર્સ માટે ખુલશે તિજોરી?

સરકાર એક વ્યાપક AI ઇકોસિસ્ટમ વિકસાવવા માંગે છે, જેથી ભારતમાં ઇનોવેશનને વેગ મળે અને સ્ટાર્ટઅપ્સને મદદ મળી રહે. આ ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય લોકોના ફાયદા માટે થાય તે દિશામાં સરકાર વિચારી રહી છે. આ માટે બજેટમાં ખાસ પોલિસી અથવા ઈન્સેન્ટિવ (પ્રોત્સાહન) જાહેર કરવામાં આવે તેવી વકી છે, જેથી ગ્લોબલ ટેક કંપનીઓ ભારતમાં AI સ્ટેક બનાવવા માટે પ્રેરાય.

Google અને Amazon જેવું રોકાણ લાવવાનો પ્લાન

ભારતમાં રોકાણકારો માટે મોટી તકો રહેલી છે. એક સરકારી અધિકારીના જણાવ્યા મુજબ, Google દ્વારા વર્ષ 2025માં આંધ્ર પ્રદેશમાં AI હબ (ડેટા સેન્ટર અને ફાઈબર-ઓપ્ટિક નેટવર્ક) માટે 15 અબજ ડોલરના જંગી રોકાણની જાહેરાત કરવામાં આવી છે. સરકાર ઈચ્છે છે કે આવનારા વર્ષોમાં પણ આ જ રીતે વિદેશી રોકાણ ભારત તરફ આવે.


આ પહેલા ડિસેમ્બરમાં Amazon અને Microsoft જેવી દિગ્ગજ કંપનીઓએ ભારતમાં ક્લાઉડ અને ડેટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 50 અબજ ડોલરથી વધુના રોકાણની જાહેરાત કરી હતી. તો બીજી તરફ Intel અને ટાટા ઈલેક્ટ્રોનિક્સ વચ્ચે ચિપ બનાવવા માટે કરાર થયા છે, જે ઘરઆંગણે ચિપ્સની ડિમાન્ડ પૂરી કરવામાં મદદરૂપ થશે.

ઇન્ડસ્ટ્રીની શું છે માંગ?

બજેટ પહેલા ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોએ સરકાર પાસે કેટલીક માંગણીઓ મૂકી છે

ટેક્સમાં રાહત: કેટલાક ડેટા સેન્ટર ડેવલપર્સ માટે ટેક્સમાં છૂટની માંગ કરવામાં આવી છે. જોકે, સરકાર આ માટે કેપેસિટી લિમિટ, રોજગારી અને ગ્રીન એનર્જીના ટાર્ગેટ જેવી શરતો નક્કી કરી શકે છે.

કસ્ટમ ડ્યુટી: ઇન્ડસ્ટ્રીની માંગ છે કે ક્રિટિકલ ઈમ્પોર્ટેડ ઈક્વિપમેન્ટ (મહત્વના આયાતી સાધનો) પર કસ્ટમ ડ્યુટીમાં છૂટ આપવામાં આવે. આ છૂટ શરૂઆતના 5 થી 10 વર્ષ માટે મળી શકે છે.

ઇનપુટ ટેક્સ ક્રેડિટ: ડેટા સેન્ટર માટે ખરીદવામાં આવતી કેપિટલ એસેટ્સ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડની પણ માંગ કરવામાં આવી છે.

AI મિશન અને પોલિસી ગાઈડલાઈન્સ

ઉલ્લેખનીય છે કે સરકારે માર્ચ 2024માં 10,372 કરોડ રૂપિયાના AI મિશનની શરૂઆત કરી હતી. ઉપરાંત, ગયા ડિસેમ્બરમાં એક વ્હાઈટ પેપર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સરળ એક્સેસ માટેનું વિઝન હતું. ડેલિટના રિપોર્ટ મુજબ, બજેટમાં નવી પોલિસી ગાઈડલાઈન્સ આવી શકે છે, જેમાં GPU ખરીદતી કંપનીઓ માટે પ્રોક્યોરમેન્ટનો સમયગાળો નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો-Amazon Pay FD: હવે ઘરે બેઠા મેળવો 8% સુધીનું વ્યાજ, અમેઝોને ફરી શરૂ કરી શાનદાર સ્કીમ, જાણો વિગતો

MoneyControl News

MoneyControl News

First Published: Jan 07, 2026 7:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.