ખાંડના ભાવ વધતા શેરબજારમાં સુગર સેક્ટરના શેરોમાં ભારે લેવાલી જોવા મળી છે. છેલ્લા અઠવાડિયામાં જ બલરામપુર ચીની, ધામપુર સુગર અને ત્રિવેણી એન્જિનિયરિંગના શેરોમાં લગભગ 16% નો મોટો ઉછાળો નોંધાયો છે.
Sugar Companies: આજના સમયમાં ખાંડના ભાવ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયા છે. આ ભાવ વધારાને કારણે સામાન્ય લોકોને ભલે થોડી મુશ્કેલી પડે, પરંતુ શેરબજારના રોકાણકારો અને સુગર મિલો માટે આ એક ગોલ્ડન તક સાબિત થઈ રહી છે. જાણીતી બ્રોકરેજ ફર્મ એલારા સિક્યોરિટીઝના મતે, ચાલુ નાણાકીય વર્ષમાં સુગર મિલોના નફામાં જબરદસ્ત ઉછાળો આવવાની પૂરી સંભાવના છે.
ખાંડના ભાવ કેમ આટલા વધ્યા?
માર્કેટમાં હાલમાં ખાંડની અછત અને સપ્લાયની ચિંતાઓને કારણે ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે.આ ક્વાર્ટરમાં ખાંડના ભાવ 41-42 રૂપિયા પ્રતિ કિલોથી ઉછળીને 50 રૂપિયાની પાર પહોંચી ગયા છે અને રોજ નવી ઊંચાઈ બનાવી રહ્યા છે. નવી સીઝન માટે શેરડીનું પિલાણ સામાન્ય રીતે ઓક્ટોબર મહિનાથી શરૂ થાય છે, પરંતુ નવા ઉત્પાદનનો કોઈ સ્પષ્ટ અંદાજ ન હોવાથી સપ્લાયની કમી વર્તાઈ રહી છે. બજારમાં ઇન્વેન્ટરી નોર્મલ થવામાં હજુ ઘણો સમય લાગી શકે છે.
સુગર શેરોમાં ભારી તેજી
ખાંડના ભાવ વધતા શેરબજારમાં સુગર સેક્ટરના શેરોમાં ભારે લેવાલી જોવા મળી છે. છેલ્લા અઠવાડિયામાં જ બલરામપુર ચીની, ધામપુર સુગર અને ત્રિવેણી એન્જિનિયરિંગના શેરોમાં લગભગ 16% નો મોટો ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત EID પેરીના શેરમાં પણ શાનદાર તેજી જોવા મળી છે.
એક્સપર્ટ્સનું શું કહેવું છે?
એલારા સિક્યોરિટીઝના ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીના VP પ્રશાંત બિયાનીના જણાવ્યા અનુસાર,,,સુગર મિલોનો ઉત્પાદન ખર્ચ અત્યારે એકદમ મર્યાદિત છે. આથી ખાંડના વધેલા ભાવનો સીધો ફાયદો તેમના ઓપરેટિંગ પ્રોફિટ (નફા) માં દેખાશે. યુપી હોય કે મહારાષ્ટ્ર, દેશની તમામ સુગર મિલોને બીજા ક્વાર્ટર અને બાકીના નાણાકીય વર્ષમાં જંગી ફાયદો થશે. FY27 માટે બ્રોકરેજ ફર્મે ખાંડના વેચાણથી થતી કમાણી (રિયલાઈઝેશન) 45-47 રૂપિયા પ્રતિ કિલો માની છે. જો બજારમાં આ તેજી ચાલુ રહેશે તો કંપનીઓની કમાણીના અંદાજ હજુ પણ વધારી શકાશે.
ડિસેમ્બર સુધીમાં આવી શકે છે નવી પોલિસી
ખાંડ સેક્ટરમાં ડિસેમ્બર મહિના સુધીમાં સરકાર તરફથી કેટલાક મોટા નીતિગત નિર્ણયો આવી શકે છે. ખાસ કરીને ઇથેનોલના ભાવ અને તેને લગતી પોલિસીમાં ફેરફાર થઈ શકે છે. આ નિર્ણયો ટૂંકાગાળા માટે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર કરી શકે છે, પરંતુ લાંબા ગાળે વધેલા ભાવ જ મિલોની કમાણીનો મુખ્ય આધાર રહેશે.
બલરામપુર ચીની માટે સૌથી મોટા સમાચાર
એક્સપર્ટ્સ માને છે કે ભાવ વધારાનો સૌથી મોટો સીધો ફાયદો બલરામપુર ચીનીને થઈ શકે છે. કંપનીના નફામાં 300 થી 500 કરોડ રૂપિયાનો સીધો વધારો થવાની શક્યતા છે.કંપનીનો નવો PLA પ્લાન્ટ પણ ત્રીજા ક્વાર્ટરમાં શરૂ થવા જઈ રહ્યો છે, જે તેને નવો ગ્રોથ આપશે. બિયાની આ શેરને આગામી 3 વર્ષ માટે એક મજબૂત 'સ્ટ્રક્ચરલ ગ્રોથ સ્ટોરી' તરીકે જોઈ રહ્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.