કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા: ક્રૂડ ઓઈલ 60 ડોલરની નીચે જઈ શકે, જાણો ભારતને શું થશે ફાયદો! | Moneycontrol Gujarati
Get App

કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા: ક્રૂડ ઓઈલ 60 ડોલરની નીચે જઈ શકે, જાણો ભારતને શું થશે ફાયદો!

કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો આવી શકે છે. ડિમાન્ડ કરતા સપ્લાય વધવા અને US-ઈરાન ડીલના કારણે ક્રૂડ 60 ડોલરની નીચે જવાની શક્યતા છે. જાણો ભારતને આનાથી કેટલો મોટો ફાયદો થશે.

અપડેટેડ 05:25:05 PM Jun 22, 2026 પર
Story continues below Advertisement
મધ્યપૂર્વમાં ટેન્શનના કારણે જ્યારે હોર્મુઝની સામુદ્રધુનીનો માર્ગ ખોરવાયો, ત્યારે ઓઈલ માર્કેટે ગભરાવાને બદલે ઝડપથી નવી પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડી લીધો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાંથી એક મોટા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કાચા તેલની કિંમતોમાં આવનારા સમયમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે અને ભાવ 60 ડોલર પ્રતિ બેરલની નીચે પણ જઈ શકે છે. બજારમાં માંગ કરતા સપ્લાયવધી ગયો હોવાથી, લાંબા ગાળે કિંમતો તૂટવાની પૂરી શક્યતા છે.

ક્રિસ્ટલ એનર્જીના ગ્લોબલ એડવાઈઝર ક્રિસ્ટોફ રુએલના જણાવ્યા અનુસાર, અત્યારે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડની રોજિંદી માંગ કરતા સપ્લાય 10 લાખ બેરલ જેટલો વધારે છે. થોડા સમય પહેલા મધ્યપૂર્વમાં તણાવ વધતા ક્રૂડના ભાવ આસમાને પહોંચી ગયા હતા, પરંતુ હવે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે.

US-ઈરાન ડીલની પોઝિટિવ અસર

કાચા તેલના ભાવ ઘટવા પાછળનું એક મોટું કારણ અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત છે. ક્રિસ્ટોફ રુએલનું માનવું છે કે, US-ઈરાન વચ્ચે ડીલ થવાથી અને એનર્જી ટ્રેડ ફ્લો સામાન્ય થવાથી બજારમાં ઓઈલનો સપ્લાય હજુ વધશે. જોકે, ડીલની અમુક શરતો પર હજુ વાતચીત ચાલુ છે, પરંતુ એક અઠવાડિયા પહેલાની સરખામણીમાં હાલત ઘણી સુધરી છે અને બજારને રાહત મળી છે.

ઓઈલ માર્કેટે નવી પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડ્યો


મધ્યપૂર્વમાં ટેન્શનના કારણે જ્યારે હોર્મુઝની સામુદ્રધુનીનો માર્ગ ખોરવાયો, ત્યારે ઓઈલ માર્કેટે ગભરાવાને બદલે ઝડપથી નવી પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડી લીધો હતો.ઓઈલ ઉત્પાદક દેશોએ સપ્લાય ચાલુ રાખવા માટે પાઈપલાઈન અને અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ વધારી દીધો.રિફાઈનરીઓએ પણ પોતાનું ઓપરેશન એ રીતે એડજસ્ટ કર્યું કે જેથી સપ્લાય ચેઈન તૂટે નહીં.આ કારણોસર ગ્લોબલ એનર્જી માર્કેટમાં એક મજબૂતી જોવા મળી છે.

ઈલેક્ટ્રિક વાહનો અને ઘટતી ડિમાન્ડ

છેલ્લા પાંચ દાયકામાં ઓઈલ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ મોટા ફેરફારો આવ્યા છે. ગ્લોબલ ઈકોનોમીને હવે કોઈપણ મોટા ઉત્પાદન માટે પહેલા જેટલા ઓઈલની જરૂર પડતી નથી. વધુમાં, દુનિયાભરમાં ઈલેક્ટ્રિક વાહનો (EVs) નો વધતો ક્રેઝ અને સારી માઈલેજ આપતી, ઓછું ઈંધણ વાપરતી ગાડીઓના આગમનથી ઓઈલની ડિમાન્ડમાં ઘટાડો નોંધાયો છે.

ચીન અને ભારત માટે આનો અર્થ શું?

ઓઈલ માર્કેટમાં ચીનની ભૂમિકા ખૂબ અગત્યની છે. ભાવ ઘટતા ચીન અત્યારે પોતાનું 'સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ' વધારી રહ્યું છે. એટલે કે, સસ્તા ભાવે તેલ ખરીદીને સ્ટોક કરી રહ્યું છે, જેનાથી બજારની માંગને થોડો સપોર્ટ મળશે.

પરંતુ, આ ટ્રેન્ડના સૌથી મોટા ખુશખબર ભારત માટે છે. ભારત પોતાની જરૂરિયાતનું 90 ટકા કાચું તેલ વિદેશથી આયાત કરે છે. જો ગ્લોબલ માર્કેટમાં ક્રૂડના ભાવ 60 ડોલરની નીચે જશે, તો ભારતનું ઈમ્પોર્ટ બિલ મોટા પાયે ઘટશે. જેનાથી દેશની અર્થવ્યવસ્થાને બૂસ્ટ મળશે અને આવનારા સમયમાં સામાન્ય જનતાને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત મળવાની આશા જાગશે.

આ પણ વાંચો-શેરબજારમાં જબરદસ્ત રિકવરી: IT શેરોના સપોર્ટથી સેન્સેક્સ ઉછળ્યો, નિફ્ટી 24100 ની પાર, રોકાણકારોની સંપત્તિમાં 3.54 લાખ કરોડનો વધારો

MoneyControl News

MoneyControl News

First Published: Jun 22, 2026 5:25 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.