કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ - What is at stake today is whether the attachment Commodity Live | Moneycontrol Gujarati
Get App

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

માસાલ પેકમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો જ્યા જીરૂમાં 6 ટકાની તેજી સાથે 39350ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો.

અપડેટેડ 12:50:37 PM Apr 10, 2023 પર
Story continues below Advertisement
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો અડધા ટકાથી વધુ તૂટતા 168ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો.

ક્રૂડ ઓઈલમાં ઉપલા સ્તરેથી મામુલી દબાણ જોવા મળ્યું, જ્યાં બ્રેન્ટમાં 85 ડૉલરની નીચે કિંમતો પહોંચતી દેખાઈ, જોકે સ્થાનિક બજારમાં આજે પણ મજબૂતી યથાવત્ છે, ઉલ્લેખનિય છે કે EIAના રિપોર્ટ મુજબ USમાં ક્રૂડનો સ્ટોક 3.7 મિલિયન બેરલ્સથી ઘટ્યો છે, તો OPEC+એ ઉત્પાદનમાં 1.16 mbpdના કાપનો નિર્ણય લીધો છે જેની અસર હવે કિંમતો પર દેખાઈ રહી છે.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો અડધા ટકાથી વધુ તૂટતા 168ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો. USમાં વધુ ઉત્પાદન અને ગરમ હવામાનની આગાહીના પગલે નેચરલ ગેસના વૈશ્વિક બજારમાં કિંમતો આશરે 5% ઘટતી દેખાઈ.

ઇસ્ટર ડે નિમિત્તે COMEX પર કારોબાર બંધ હોવાથી આજે વૈશ્વિક બજારથી સંકેતો નહીં જોવા મળી, પણ કિંમતો 2,000 પ્રતિ ઔંસના સ્તરની નીચે જોવા મળી હતી, જ્યારે આજે સ્થાનિક બજારમાં પણ શરૂઆતી કારોબારમાં અડધા ટકાથી વધુના ઘટાડા સાથે 59,976ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો. તો આ સાથે જ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ બેન્કિંગ સંકટ, ઓછી યીલ્ડ, નબળો ડૉલર અને સેફ હેવન બાઈંગના કારણે માર્ચ મહિનામાં સોનાની કિંમતો આશરે 9% વધી અને ગોલ્ડ ETFsમાં 1.9 બિલિયન ડૉલરનો ઇન ફ્લો જોવા મળ્યો.


ચાંદીમાં પણ સોના અને મેટલ્સમાં નરમાશને પગલે દબાણ બન્યું, જ્યાં વૈશ્વિક બજારમાં તે ફ્લેટ કારોબાર છે, પણ 1 ટકાનું દબાણ નોંધાયું હતું, જ્યારે સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં આશરે અડધા ટકાના ઘટાડા સાથે 74,180ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ હતી.

આજે LME પર કારોબાર બંધ હોવાથી ત્યાંથી કોઈ સંકેતો નથી, પણ ઓવર ઓલ મેટલ્સની વાત કરીએ તો, ઓછી ઇન્વેન્ટરીના કારણે કોપરમાં આશરે 2 સપ્તાહના નીચલા સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો, તો ઝિંકની કિંમતો પણ આશરે 5 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચી દેખાઈ રહી છે. તો સ્થાનિક બજારમાં મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે.

એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, માસાલ પેકમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો જ્યા જીરૂમાં 6 ટકાની તેજી સાથે 39350ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો. તો ધાણામાં અડધા ટકા તો હળદરમાં સવા બે ટકાની નરમાશ જોવા મળી. ત્યારે ગુવાર પેક લાલ નિશાનમાં કારોબાર કરતુ જોવા મળ્યું. તો કપાસીયા ખોળમાં પણ વેચવાલીનો કારોબાર જોવા મળ્યો.

જીરામાં તેજી

NCDEX પર ઓલ ટાઈમ હાઈ પર જીરૂ પહોચ્યું. ₹39000ની ઉપર પહોંચ્યો જીરાનો એપ્રિલ વાયદો. NCDEX પર જીરામાં અપર સર્કિટ લાગી. ઉંઝા બજારમાં કિંમતો ₹40000ની ઉપર નીકળી. 8 એપ્રિલએ ઉંઝામાં કિંમતો ₹42000 સુધી વધી હતી. 8 એપ્રિલએ બિલારામાં પણ જીરાની કિંમતો ₹40000ની ઉપર રહી.

જીરામાં તેજીના કારણો

સ્થાનિક અને વૈશ્વિક માગમાં તેજી આવી. આ વર્ષે જીરાનું ઉત્પાદન ઓછું થયું છે. ખરાબ હવામાનના કારણે ઉત્પાદન ઘટ્યું. કમોસમી વરસાદથી ક્વાલિટી ખરાબ થઈ. રાજસ્થાનમાં ઉત્પાદન 15-20% ઘટ્યું. ઓછા ઉત્પાદનથી બજારમાં સપ્લાય ઘટી. ઉત્પાદન લગભગ 50 લાખ બોરી જ રહેવાની આશંકા છે.

જીરાની સપ્લાય

બજારમાં 30000-40000 બોરીની સપ્લાય છે. બજારમાં ગત વર્ષ કરતા અડધી સપ્લાય થઈ. ઓક્ટોબર-નવેમ્બરમાં જીરાની વાવણી થાય છે. ફેબ્રુઆરી-માર્ચમાં પાકની કાપણી થાય છે. માર્ચ-મે પીક માર્કેટિંગ સિઝન હોય છે. ગુજરાત અને રાજસ્થાન જીરા ઉત્પાદનના મોટા રાજ્ય છે. જીરા ઉત્પાદનમાં ગુજરાતનો 65% ભાગ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 10, 2023 12:50 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.