Twitter નેસ્ક્ટ વિક "વેરિફાઇડ" સર્વિસ કરશે શરૂ, કંપનીઓને મળશે ખાસ ગોલ્ડ ટિક - elon musk says twitter will launch its verified service next week with gold tick for companies | Moneycontrol Gujarati
Get App

Twitter નેસ્ક્ટ વિક "વેરિફાઇડ" સર્વિસ કરશે શરૂ, કંપનીઓને મળશે ખાસ ગોલ્ડ ટિક

ટ્વિટરના સીઈઓ એલોન મસ્કએ કહ્યું કે હવે કંપનીઓને પહેલાની જેમ ગોલ્ડ ટિક, સરકારી સંસ્થાઓને ગ્રે ટિક અને વ્યક્તિઓને બ્લુ ટિક આપવામાં આવશે.

અપડેટેડ 10:31:15 AM Nov 26, 2022 પર
Story continues below Advertisement

Twitter તેની પેઇડ વેરિફાઇડ સર્વિસ “Twitter Blue” ને આવતા શુક્રવારે ટ્રાયલ તરીકે લોન્ચ કરી શકે છે. કંપનીના સીઈઓ ઈલોન મસ્કે ટ્વીટ કરીને આ જાણકારી આપી. ટ્વિટર ગયા અઠવાડિયે આ સર્વિસ શરૂ કરવાનું હતું, પરંતુ તે પછીથી મોકૂફ રાખવામાં આવ્યું હતું. મસ્કે કહ્યું કે ટ્વિટર વ્યક્તિઓ અને સંસ્થાઓ માટે અલગ અલગ રંગીન ટિકનો ઉપયોગ કરશે. "કંપનીઓને ગોલ્ડ ટિક આપવામાં આવશે. સરકાર સાથે સંકળાયેલી સંસ્થાઓને ગ્રે ટિક મળશે. વ્યક્તિઓ, પછી સેલિબ્રિટી હોય કે ન હોય, પહેલાની જેમ બ્લુ ટિક આપવામાં આવશે," તેમણે કહ્યું.

મસ્કે કહ્યું કે તમામ વેરિફાઈડ એકાઉન્ટ્સ મેન્યુઅલી વેરિફાઈ કરવામાં આવશે અને તે પછી જ તેના પર ટિક કરવામાં આવશે. વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે કહ્યું, "આ એક મુશ્કેલ અને જરૂરી પગલું છે."

આ પણ વાંચો - “અરવિંદ કેજરીવાલને મારવાનું ષડયંત્ર રચી રહી છે BJP”, સિસોદિયાના આરોપ પર ગરમાઇ રાજનીતિ

ટ્વિટરે અગાઉ તેની $8 બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન સર્વિસને ગયા અઠવાડિયે સ્થગિત કરી દીધી હતી કારણ કે નકલી વેરિફાઇડ હેન્ડલ્સ તેના પ્લેટફોર્મમાં છલકાઇ ગયા હતા. ટ્વિટર બ્લુ સર્વિસ હેઠળ, કોઈપણ વ્યક્તિ દર મહિને $8 ચૂકવીને કોઈપણ નામથી તેમના એકાઉન્ટની ચકાસણી કરાવી શકે છે.

આ ખામીને કારણે ટ્વિટર પર ઘણા વેરિફાઈડ ફેક હેન્ડલ આવ્યા છે. આ નકલી હેન્ડલ્સના કારણે ઘણી કંપનીઓને લાખો ડોલરનું નુકસાન સહન કરવું પડ્યું હતું. આ પછી ટ્વિટરે તેની સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે હવે તે તેને 29 નવેમ્બરે ફરી શરૂ કરશે.


ટ્વિટરની બ્લુ ટિક અત્યાર સુધી માત્ર રાજકારણીઓ, સેલિબ્રિટીઓ, પત્રકારો અને અન્ય મોટી હસ્તીઓ અને સંસ્થાઓ માટે આરક્ષિત હતી.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 25, 2022 3:57 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.