HDFC bond issue: ભારતના સૌથી મોટા પ્રાઇવેટ બોન્ડ થકી HDFCએ ભેગા કર્યા 25,000 કરોડ - hdfc raises rs 25000 crore through indias largest private bond sale hdfc share price | Moneycontrol Gujarati
Get App

HDFC bond issue: ભારતના સૌથી મોટા પ્રાઇવેટ બોન્ડ થકી HDFCએ ભેગા કર્યા 25,000 કરોડ

HDFC bond issue: HDFCને આ બોન્ડ ઇશ્યૂ દરમિયાન રૂ. 27863 કરોડની 92 બિડ મળી હતી. જેમાંથી HDFC એ રૂ. 25000 કરોડની 55 બિડ સ્વીકારી હતી. આ બોન્ડ 18 ફેબ્રુઆરી, 2023ના રોજ જારી કરવામાં આવશે

અપડેટેડ 08:44:29 PM Feb 17, 2023 પર
Story continues below Advertisement

HDFC bond issue: હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (HDFC) એ 10 વર્ષની પાકતી મુદતવાળા બોન્ડ્સ જારી કરીને રૂ. 25000 કરોડ ઊભા કર્યા છે. ભારતમાં પ્રાઇવેટ કંપની દ્વારા જારી કરવામાં આવેલો આ સૌથી મોટો બોન્ડ ઈશ્યુ હતો. જણાવી દઈએ કે HDFC દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઈનાન્સ કંપની છે. HDFC તેના બોન્ડ ઇશ્યૂ પર વાર્ષિક 7.97 ટકા વ્યાજ ચૂકવશે. બીજા શબ્દોમાં કહીએ તો, આ બોન્ડ્સનો કૂપન રેટ 2.97 ટકા છે. આ બોન્ડ 17 ફેબ્રુઆરી, 2033ના રોજ પાકશે. આ બોન્ડ ઈસ્યુમાં તમામ વીમા કંપનીઓ, પેન્શન ફંડ, બેંકો અને મ્યુચ્યુઅલ ફંડોએ ખરીદી કરી છે. HDFCએ એક પ્રેસ નોટ દ્વારા આ જાણકારી આપી છે.

HDFC લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વી એસ રંગને એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમને આશા છે કે આગામી લાંબા સમય સુધી હાઉસિંગની માંગમાં તેજી રહેશે. આ બોન્ડ ઈસ્યુ દ્વારા એકત્ર કરાયેલા નાણાં કંપનીને તેના હાઉસિંગ ફાઈનાન્સ બિઝનેસને મજબૂત કરવામાં મદદ કરશે. HDFCને આ બોન્ડ ઈસ્યુ દરમિયાન રૂ. 27863 કરોડની 92 બિડ મળી હતી. જેમાંથી HDFC એ રૂ. 25000 કરોડની 55 બિડ સ્વીકારી હતી. આ બોન્ડ 18 ફેબ્રુઆરી 2023ના રોજ જારી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે HDFC ટૂંક સમયમાં ભારતની સૌથી મોટી પ્રાઇવેટ બેંક HDFC સાથે મર્જ કરવામાં આવશે.

સ્ટોકનું પ્રદર્શન કેવું રહ્યું?
જો તમે HDFC શેરની મુવમેન્ટ પર નજર નાખો તો આજે NSE પર સવારે 9.50 વાગ્યાની આસપાસ આ શેર 11 પોઈન્ટ એટલે કે 0.41 ટકાની નબળાઈ સાથે રૂ. 2688ની આસપાસ જોવા મળી રહ્યો છે. આજના દિવસનો લો રૂ.2,677.00 છે અને દિવસનો સૌથી વધુ રૂ.2,695.00 છે. શેરનો 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 2,026.00 છે અને 52 સપ્તાહનો ઉચ્ચ સ્તર રૂ. 2,933.80 છે. કંપનીનું શેર વોલ્યુમ 264,681 છે અને માર્કેટ કેપ રૂ. 491,835 કરોડ છે.

1 વર્ષમાં 11.71% વળતર આપ્યું
HDFCના શેરે છેલ્લા 1 સપ્તાહમાં 0.06 ટકા વળતર આપ્યું છે. તે જ સમયે, આ શેરે 1 મહિનામાં 1.92 ટકા વળતર આપ્યું છે. આ શેરે 3 મહિનામાં 1.13% વળતર આપ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોક 1.98 ટકા વધ્યો છે. તે જ સમયે, આ શેરે 1 વર્ષમાં 11.71% વળતર આપ્યું છે. તે જ સમયે, શેરે 3 વર્ષમાં 14.53 ટકા વળતર આપ્યું છે.

આ પણ વાંચો - સાગર સિમેન્ટ્સે રૂપિયા 922 કરોડમાં ખરીદી આંધ્ર સિમેન્ટ, NCLTએ આ સોદાને આપી મંજૂરી


MoneyControl News

MoneyControl News

First Published: Feb 17, 2023 10:31 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.