Adani Power Q1 Results: અદાણી પાવરને થયો 4806 કરોડનો બમ્પર નફો, ઐતિહાસિક રિઝલ્ટ સાથે કંપની બજારમાંથી ઉઠાવશે 15000 કરોડ | Moneycontrol Gujarati
Get App

Adani Power Q1 Results: અદાણી પાવરને થયો 4806 કરોડનો બમ્પર નફો, ઐતિહાસિક રિઝલ્ટ સાથે કંપની બજારમાંથી ઉઠાવશે 15000 કરોડ

Adani Power ના Q1 પરિણામો જાહેર. કંપનીનો નફો 42% ઉછળીને 4806 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. રેવન્યુમાં પણ જંગી વધારો જોવા મળ્યો છે. જાણો અદાણી ગ્રુપના ઐતિહાસિક રિઝલ્ટની પૂરી ડિટેલ.

અપડેટેડ 04:22:36 PM Jul 22, 2026 પર
Story continues below Advertisement
આ વર્ષે પડેલી કાળઝાળ ગરમીને કારણે વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પહોંચી હતી. મે મહિનામાં દેશની પીક પાવર ડિમાન્ડ 270.8 ગીગાવોટ રહી હતી.આ તકનો પૂરો ફાયદો અદાણી પાવરને મળ્યો.

Adani Power Q1 Results: અદાણી ગ્રુપની વીજળી કંપની અદાણી પાવરએ જૂન ક્વાર્ટરમાં અત્યાર સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન કર્યું છે. દેશમાં વીજળીની રેકોર્ડ માંગ, વધુ વેચાણ અને સારા ટેરિફના કારણે કંપનીનો નફો, રેવન્યુ અને ઓપરેટિંગ પ્રોફિટ ત્રણેય ઐતિહાસિક ટોચ પર પહોંચી ગયા છે.

Q1 રિઝલ્ટના મુખ્ય આંકડાઓ પર એક નજર

એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીએ નાણાકીય મોરચે જોરદાર છલાંગ લગાવી છે, કંપનીનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો 42% વધીને 4,806 કરોડ રૂપિયા થઈ ગયો છે. ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં નફો 3,385 કરોડ રૂપિયા હતો. ઓપરેશન્સમાંથી થતી આવક 34% ના ઉછાળા સાથે 18,902 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે (જે એક વર્ષ પહેલા 14,109 કરોડ રૂપિયા હતી). કંપનીનો ઓપરેટિંગ નફો લગભગ 40% વધીને 7,948 કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. આ સાથે EBITDA માર્જિન 40.3% થી વધીને 42% થઈ ગયું છે.

ભારે ગરમી અને મોંઘી વીજળી બની કમાણીનું મુખ્ય કારણ

આ વર્ષે પડેલી કાળઝાળ ગરમીને કારણે વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પહોંચી હતી. મે મહિનામાં દેશની પીક પાવર ડિમાન્ડ 270.8 ગીગાવોટ રહી હતી.આ તકનો પૂરો ફાયદો અદાણી પાવરને મળ્યો. કંપનીએ આ ક્વાર્ટરમાં 31 બિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કર્યું, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. લાંબા ગાળાના PPA હેઠળ સરેરાશ ટેરિફ 8.5% વધીને 5.95 રૂપિયા પ્રતિ યુનિટ થયો છે. શોર્ટ ટર્મ માર્કેટમાં પણ કંપનીને 13.1% ના વધારા સાથે સરેરાશ 7.04 રૂપિયા પ્રતિ યુનિટનો ભાવ મળ્યો છે.


કોલસો મોંઘો થયો, છતાં નફામાં કેવી રીતે થયો વધારો?

વધુ વીજળી ઉત્પાદન અને આયાતી કોલસાના ઊંચા ભાવને કારણે કંપનીનો ઈંધણ ખર્ચ 30% વધીને 9,513 કરોડ રૂપિયા થઈ ગયો હતો. આમ છતાં, બેહતર ઓપરેટિંગ એફિશિયન્સી અને ફાઇનાન્સ કોસ્ટ પર મજબૂત કંટ્રોલના કારણે નફામાં વધારો થયો છે. આ ઉપરાંત, કંપનીને 1,386 કરોડ રૂપિયાની જૂની આવક અને વધારાના કોલસાના ખર્ચ પેટે 898 કરોડ રૂપિયાનું વળતર પણ મળ્યું છે.

બિઝનેસના વિસ્તરણ માટે 15,000 કરોડ એકઠા કરશે કંપની

અદાણી પાવરના બોર્ડે QIP અથવા અન્ય રસ્તાઓ મારફતે બજારમાંથી 15,000 કરોડ રૂપિયા સુધીનું ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત, કંપનીએ પોતાની દેવાની મર્યાદા 75,000 કરોડ રૂપિયાથી વધારીને 1 લાખ કરોડ રૂપિયા કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે, જેના માટે શેરધારકોની મંજૂરી લેવામાં આવશે.

તાજેતરમાં જ કંપનીએ દેવાળિયા પ્રક્રિયા હેઠળ જયપ્રકાશ એસોસિએટ્સની ઘણી સંપત્તિઓ ખરીદી છે. જેમાં 180 મેગાવોટનો ચુર્ક થર્મલ પાવર પ્લાન્ટ, જયપ્રકાશ પાવર વેન્ચર્સમાં 24% હિસ્સો અને પ્રયાગરાજ પાવર જનરેશન કંપનીમાં 11.49% હિસ્સો સામેલ છે.

ભવિષ્યનો મેગા પ્લાન અને શેરની સ્થિતિ

અદાણી પાવરના CEO એસ. બી. ખ્યાલિયાના જણાવ્યા અનુસાર, કંપની 45 ગીગાવોટ ઉત્પાદન ક્ષમતાના લક્ષ્ય પર ઝડપથી કામ કરી રહી છે. કંપની હવે હાઇડ્રો પાવરમાં વિસ્તરણ કરી રહી છે અને ભવિષ્યમાં ન્યુક્લિયર પાવર સેક્ટરમાં પણ ઝંપલાવવાની તૈયારીમાં છે.

શેરબજારમાં અદાણી પાવરના શેરની વાત કરીએ તો, રિઝલ્ટના દિવસે શેર 1.51% ઘટીને 217.05 રૂપિયા પર બંધ થયો હતો. ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં શેર 211.90 રૂપિયાના નીચલા સ્તરેથી ઉછળીને 221.70 રૂપિયા સુધી પહોંચ્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા 1 વર્ષમાં આ શેરે રોકાણકારોને 83.77% જેટલું શાનદાર રિટર્ન આપ્યું છે.

આ પણ વાંચો-HFCL Q1 Results: નુકસાનમાંથી બહાર આવી આ કંપનીએ કર્યો 229 કરોડનો નફો, 6 મહિનામાં રોકાણકારોને મળ્યું 250% રિટર્ન

ડિસ્ક્લેમર: આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 22, 2026 4:22 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.