ખાદ્ય તેલ કંપની અદાણી વિલ્મર લિમિટેડે હરિયાણાના સોનીપતમાં તેનો ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે. કંપનીએ તેની સ્થાપના લગભગ રુપિયા 1300 કરોડના રોકાણ સાથે કરી છે. Adani Wilmarએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેણે સોનીપતના ગોહાના ખાતેના તેના ઇન્ટિગ્રેટેડ ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટમાં કામગીરી શરૂ કરી દીધી છે. "આ ફૂડ કોમ્પ્લેક્સ દેશના સૌથી મોટા કોમ્પ્લેક્સમાંનું એક છે, જેનું નિર્માણ IPO (પ્રારંભિક જાહેર ઓફર) દ્વારા રુપિયા 1,298 કરોડની મૂડીથી કરવામાં આવ્યું છે," કંપનીએ જણાવ્યું હતું. આ પ્લાન્ટ હરિયાણામાં 2,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરવામાં મદદ કરશે. આ સુવિધા 85 એકરમાં ફેલાયેલી છે અને તેની કુલ વાર્ષિક પ્રોડક્શન ક્ષમતા 6.27 લાખ ટન છે.